- National
- ભાજપ જોઇન કરવા પહોંચ્યો કુખ્યાત આરોપી, પોલીસને જોતા જ ભાગ્યો
ભાજપ જોઇન કરવા પહોંચ્યો કુખ્યાત આરોપી, પોલીસને જોતા જ ભાગ્યો

તામિલનાડુમાં હાલ ભારતીય જનતા પાર્ટી (BJP) અપરાધીને પોતાની પાર્ટીમાં સામેલ કરવાને લઈને ટીકાઓનો સામનો કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, તામિલનાડુમાં હિસ્ટ્રીશીટર સૂર્યા BJP પાર્ટીના સભ્યતા ગ્રહણ કાર્યક્રમમાં BJP જોઈન કરવા માટે ચેન્નાઈ પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાં અચાનક પોલીસ પહોંચી ગઈ. હિસ્ટ્રીશીટર સૂર્યા પોલીસને જોઈને કાર્યક્રમના સ્થળેથી ભાગી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે, હિસ્ટ્રીશીટર સૂર્યા ઘણા કેસોમાં વોન્ટેડ છે. પોલીસ તેની શોધ કરી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે, હિસ્ટ્રીશીટર સૂર્યા રેડ હિલ્સ નામે ઓળખાય છે. સૂર્યા પર 6 હત્યાઓનો આરોપ છે.
પોલીસે આગળ જણાવ્યું કે, સૂર્યા પર આ ઉપરાંત હત્યાના પ્રયત્નો, વિસ્ફોટક પ્રયોગો કરવા સહિત કેટલીક ગંભીર ધરાઓમાં 50 કેસ દાખલ છે. એક રિપોર્ટ અનુસાર, BJPમાં સૂર્યાનો જોઈનિંગ કાર્યક્રમ ચેન્નાઈના વેડાલુરુમાં હતો. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે BJP પ્રદેશ અધ્યક્ષ એલ. મુરગન પણ પહોંચ્યા હતા. પોલીસને જ્યારે ખબર પડી કે, BJP પાર્ટીને જોઈન કરવા હિસ્ટ્રીશીટર સુર્યા પણ પહોંચ્યો છે તો, ચેગલપટ્ટુ જિલ્લાની પોલીસ સૂર્યાની ધરપકડ કરવા કાર્યક્રમના સ્થળે પહોંચી ગઈ પરંતુ, તે પોલીસને જોઈને કાર્યક્રમના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે કાર્યક્રમના સ્થળ પરથી અન્ય 6 લોકોની ધરપકડ કરી લીધી છે.
એવી ખબર સામે આવી રહી છે કે, આ 6 લોકો હિસ્ટ્રીશીટરના સાથી છે. ત્યારબાદ BJPના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશને જઈને હોબાળો મચાવ્યો અને પકડવામાં આવેલા લોકોને છોડવાની માંગણીને લઈને ધરણા પર બેસી ગયા. આ બાબતે રાઘવને કહ્યું કે, પોલીસ જે 6 લોકોને પકડીને લઈ ગઈ હતી, તેમાંથી પોલીસ માત્ર બે લોકોને છોડી દે તેવું એ લોકો ઇચ્છતા હતા. ત્યારબાદ પોલીસે કસ્ટડીમાં લીધેલા લોકોને છોડી દીધા હતા. હિસ્ટ્રીશીટરને પાર્ટી જોઇન કરાવવાના સવાલ પર રાઘવને કહ્યું હતું કે, સેંકડો લોકો રોજ BJPમાં સામેલ થાય છે. બધાનો શ્રેય શું છે એ જાણી શકવું ઘણું મુશ્કેલ છે. જે પણ લોકો પાર્ટીમાં સામલે થઈ રહ્યા છે તેમને ગ્રૂપમાં પાર્ટીની સભ્યતા આપવામાં આવી રહી છે. સૂર્યાના બેકગ્રાઉન્ડની બાબતે તેને કે પાર્ટીના લોકોને એ ખબર નહોતી. તેમણે કહ્યું કે, જોકે હવે એ લોકો આ વાતનું ધ્યાન રાખશે.
Related Posts
Top News
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Opinion
