- National
- હર્ષદ મહેતા પર બનેલી 'સ્કેમ 1992'માં દેખાયેલા સ્વામી વિશે તમે જાણો છો?
હર્ષદ મહેતા પર બનેલી 'સ્કેમ 1992'માં દેખાયેલા સ્વામી વિશે તમે જાણો છો?

હાલમાં જ હર્ષદ મહેતા પર બનેલી એક વેબ સીરિઝ સ્કેમ-1992 ખૂબ જ ચર્ચામાં છે. હર્ષદ મહેતાએ ભારતમાં સૌથી મોટો સ્ટોક માર્કેટ ઘોટાળો કર્યો હતો. તેમાં વેબ સીરિઝમાં પીવી નરસિમ્હા રાવ અને જાણીતા તાંત્રિક ચંદ્રાસ્વામીનો પણ ઉલ્લેખ છે. હર્ષદ મહેતાએ સ્ટોક માર્કેટમાં આશરે 4000 કરોડ રૂપિયાનો ઘોટાળો કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટર સુચેતા દલાલે હર્ષદ મહેતાના આ ઘોટાળાનો પર્દાફાશ કર્યો હતો. આ ઘોટાળામાં તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવનું નામ પણ આવ્યું હતું. પીવી નરસિમ્હા રાવના નજીકના ચંદ્રાસ્વામીના કારણે હર્ષદ મહેતાનો કેસ ઘણા દિવસ સુધી પડી રહ્યો. કહેવામાં આવે છે કે, ચંદ્રાસ્વામીના કારણે આ કેસને દબાવવામાં આવતો રહ્યો.
માત્ર હર્ષદ મહેતા સાથે જ નહીં, ઘણા બધા મોટા લોકો સાથે ચંદ્રાસ્વામીના નજીકના સંબંધો હતા. ચંદ્રાસ્વામીને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવના નજીકના માનવામાં આવતા હતા. તાંત્રિક ચંદ્રાસ્વામી પર હથિયારોની દલાલી અને હવાલાનો કારોબારમાં સામેલ હોવાના આરોપ પણ લાગ્યા.
જ્યારે પીવી નરસિમ્હા રાવ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે ચંદ્રાસ્વામી તેમના નજીકના વ્યક્તિ બની ગયા હતા. તેમને પીવી નરસિમ્હા રાવના સૌથી નજીકના સલાહકારોમાંથી એક માનવામાં આવતા હતા. એવુ પણ કહેવામાં આવે છે કે, નરસિમ્હા રાવના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન ચંદ્રાસ્વામીએ ક્યારેય નરસિમ્હા રાવને મળવા માટે અપોઈન્ટમેન્ટ લેવાની જરૂર નહોતી પડતી.
ચંદ્રાસ્વામીએ માર્ગ્રેટ થૈચરના બ્રિટનના વડાપ્રધાન બનવાની ભવિષ્યવાણી પણ કરી હતી. ભારતના પૂર્વ વિદેશ મંત્રી કુંવર નટવર સિંહે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, જ્યારે હું બ્રિટનમાં હાઈકમિશનર હતો ત્યારે ચંદ્રાસ્વામીએ તેમને લોર્ડ માઉન્ટબેટન અને માર્ગ્રેટ થૈચર સાથે મુલાકાત કરાવવા માટે કહ્યું. માર્ગ્રેટ થૈચર સાથે મુલાકાત નક્કી થઈ તો થોડાં જ સવાલ-જવાબોમાં માર્ગ્રેટ થૈચર તેમનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા.
કુંવર નટવર સિંહે જણાવ્યું હતું કે, ચંદ્રાસ્વામીએ તેમને તાવીજ આપતા બીજી મુલાકાતમાં લાલ વસ્ત્ર પહેરીને આવવા માટે કહ્યું હતું. માર્ગ્રેટ થૈચર બીજી મુલાકાતમાં તાવીજ અને લાલ વસ્ત્ર પહેરીને ચંદ્રાસ્વામીને મળવા આવ્યા. માર્ગ્રેટ થૈચરે ચંદ્રાસ્વામીને પૂછ્યું હું વડાપ્રધાન ક્યારે બનીશ? ચંદ્રાસ્વામીએ કહ્યું તમે સાડા ત્રણ વર્ષમાં વડાપ્રધાન બની જશો. એવુ થયુ પણ, સાડા ત્રણ વર્ષ બાદ માર્ગ્રેટ થૈચર બ્રિટનના વડાપ્રધાન બની ગયા.
ચંદ્રાસ્વામી પર પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ષડયંત્રોમાં સામેલ થવાનો આરોપ પણ લાગ્યો. 1996માં બ્રિટનના ભારતીય મૂળના ઉદ્યોગપતિ લક્ખૂભાઈ પાઠક સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ચંદ્રાસ્વામીની ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ તિહાડ જેલમાં પણ જવુ પડ્યું.
Related Posts
Top News
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
Opinion
