- National
- આખું બનારસ પાણીમાં ડૂબ્યું, પરંતુ દારૂની દુકાન બચી ગઈ, નાવ લઈને પહોંચી ગયા લોકો
આખું બનારસ પાણીમાં ડૂબ્યું, પરંતુ દારૂની દુકાન બચી ગઈ, નાવ લઈને પહોંચી ગયા લોકો
ઉત્તર પ્રદેશના બનારસમાં ગંગા નદીએ એવો કહેર મચાવ્યો છે કે રસ્તાઓ ગાયબ થઈ ગયા છે. ગલીઓ પાણીમાં ડૂબી ગઈ છે. આખું કાશી જળમગ્ન થઈ ગયું છે. લોકો પોતાના ઘરોમાં કેદ છે. રાહત અને બચાવ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. પરંતુ અહીંના લોકોમાં એવો બનારસી ઘમંડ છે કે, કેટલાક લોકોએ નાવ ખેંચી, મોજા કાપીને સીધા દારૂની દુકાને જઇ પહોંચ્યા. જી હા, દારૂની તલબમાં નવ લઈને દારૂની દુકાને પહોંચી ગયા. તેમાંથી એકે તેનો વીડિયો રેકોર્ડ કર્યો છે, જે હવે વાયરલ થયો છે. લોકો કહી રહ્યા છે કે આ અસલી કાશીનો રંગ છે, જ્યાં પૂર હોય કે તોફાન, મસ્તી ક્યારેય અટકતી નથી.
ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ ગંગા નદી પૂરમાં છે. બનારસની પણ આવી જ હાલત છે. મણિકર્ણિકાથી દશાશ્વમેઘ સુધી ઠેર-ઠેર પાણી જ પાણી છે. શહેરના લોકો રાશન- પાણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ આ દારૂડિયાઓનું દિલ બોલ્યું- 'દારૂ વિના જિંદગી અધૂરી છે!’ બસ, પછી શું થયું. નાવ પર સવાર થયા, ગંગાની લહેરોને બાય-બાય કરતા દારૂની દુકાનની સામે ઉભા રહી ગયા.
https://www.instagram.com/reel/DM4nN2XSmOg/?utm_source=ig_web_copy_link
વીડિયોમાં એક ભાઈ નાવમાંથી ઉતરીને દુકાનની બારી પાસે ઓર્ડર આપી રહ્યો છે, જાણે કોઈ પિત્ઝા હર્ટમાં ડબલ ચીઝ માર્ગરિટા માગી રહ્યો હોય. વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ કહે છે- ‘જુઓ મિત્રો, બધું ડૂબી ગયું છે પરંતુ દારૂની દુકાન ડૂબી નથી. અમે લોકો નાવમાં બેસીને દારૂ ખરીદવા માટે આવ્યા છીએ. આખું બનારસ ડૂબી ગયું છે. અહીં માત્ર દારૂની દુકાન જ બાકી છે.’ નાવમાં બેઠો બીજો વ્યક્તિ કહે છે, ‘જ્યાં ગાડી-મોટર ચાલતી હતી, ત્યાં નાવ ચાલી રહી છે.’
લોકોએ વીડિયો જોયા બાદ વિવિધ ટિપ્પણીઓ કરી. એક યુઝરે લખ્યું- ‘દારૂની દુકાન બધાને ડૂબાડી દેશે, પરંતુ પોતે નહીં ડૂબે.’ એક અન્ય યુઝરે લખ્યું- ‘પીશે ત્યારે જ તો જીવશે મારો ભાઈ.’ એક સજ્જને કટાક્ષભર્યા અંદાજમાં લખ્યું કે, ‘જે બીજાને ડૂબાડે છે તે પોતે કેવી રીતે ડૂબી શકે?’ તમને જણાવી દઈએ કે વારાણસીમાં પૂરે તબાહી મચાવી રાખી છે. હજારો લોકો પાણીના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. ગંગા-વરુણનું પાણી ઘરોમાં ઘૂસી ગયું છે. પ્રશાસન રાહત શિબિરોમાં લગાવી રહી છે. પરંતુ નાવમાં સવાર આ છોકરાઓની મસ્તી બતાવે છે કે બનારસનું દિલ કેટલું મોટું છે. પૂર આવે, તસુનામી આવે, કાશીના લોકો તેમની મજા ઓછી નહીં કરે! તો ભાઈ, આગલી વખતે પૂર આવે ત્યારે નાવ તૈયાર રાખજો, પરંતુ દારૂ પીતા પહેલા થોડું રાશન પણ ભેગું કરી લેજો.

