- Offbeat
- ગંગા નદીમાં સતત ડૂબકી મારીને અસ્થિ શોધી રહ્યા છે નાવિકો, જાણો કેમ
ગંગા નદીમાં સતત ડૂબકી મારીને અસ્થિ શોધી રહ્યા છે નાવિકો, જાણો કેમ

કોરોના વાયરસને કારણે સમગ્ર માનવ સમુદાયની જીવનશૈલીમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. બીજી તરફ લોકડાઉનને કારણે રોજગારી સામે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. આવી મહામારીમાં કમાવવાનું વધારે પડકારજનક થઈ પડ્યું છે. આવી સ્થિતિમાં સૌથી કફોડી હાલત મજૂરવર્ગની થઈ છે. પણ માત્ર મજૂર વર્ગ જ નહીં પણ વારાણસીમાં અલગ અલગ ઘાટ પરથી પ્રવાસીઓને બોટિંગ કરાવતા નાવિકોની હાલત દયનીય બની છે. ઠપ થઈ ચૂકેલા પ્રવાસન તથા નૌકા સંચાલનને કારણે આ નાવિકો વિસર્જિત થઈ ચૂકેલી અસ્થિ સાથે પ્રવાહમાં વહેતા સિક્કાઓ તથા આભુષણ ભેગા કરી રહ્યા છે.
કોરોના વાયરસના કારણે દરેક પર્યટન સ્થળ પર એક ભયનો માહોલ યથાવત રહ્યો છે. આવા વાતાવરણ વચ્ચે કાશીના ઘાટ પર ન તો કોઈ પ્રવાસી આવે છે ન કોઈ શ્રદ્ધાળુઓ. છેલ્લા ત્રણ મહિનાથી પણ વધારે સમયથી વારાણસીના 84 ઘાટ પર નૌકા સંચાલન ઠપ થઈ ચૂક્યું છે. લોકડાઉન ખતમ થયું હોવા છતાં અને બોટ માટેની પરવાનગી મળી હોવા છતાં ગંગા કિનારે જૂજ લોકો જોવા મળ્યા હતા. એવામાં નવરા બેસી રહેલા નાવિકોએ પોતાનો મોટાભાગનો સમય ગંગામાં વિસર્જિત અસ્થિ શોધવામાં પસાર કરી રહ્યા છે. જેની સાથે ક્યારેક કેટલાક સિક્કાઓ અથવા નાના મોટા આભુષણના ટુકડા પણ મળી રહે છે.
કારણ કે, અસ્થિ સાથે પૈસા અને આભુષણના ટુકડા પણ ગંગામાં વિસર્જિત કરી દેવામાં આવે છે. નાવિક સુરેન્દ્ર સહાની કહે છે કે, વારાણસીના રામનગરથી આવી દશાશ્વમેઘ ઘાટ પર નૌકા ચલાવું છું. પણ નહીવત કહી શકાય એટલે શ્રદ્ધાળું અને પ્રવાસીઓ હાલમાં ઘાટ પર જોવા મળે છે. જે કોઈ આવે છે તો બોટિંગ કરવા માગતા નથી. અગાઉ ગંગામાં અસ્થિ વિસર્જન માટે દેશ-વિદેશમાંથી લોકો અહીં આવતા હતા. દસ-પાંચ રૂપિયા અસ્થિ કળશમાં મૂકી દેતા. પણ હવે આવા કોઈ શ્રદ્ધાળું આવતા નથી.
સુરેન્દ્રએ કહ્યું કે, એમની સાથે બીજા આવા ચાર નાવિક છે. જે ડૂબકી લગાવી અસ્થિ શોધે છે. આખા દિવસમાં ચાર કલાક સુધી અસ્થિ શોધી લગભગ 100 કે 125 રૂ. કમાય છે. જે પછી અંદરોઅંદર ભાગ પાડી લે છે. અન્ય નાવિક ભોલા કહે છે કે, અત્યારે બોટ ચલાવવામાં કોઈ જોખમ નથી. પણ ગંગા નદીમાં પૂર વખતે આવું કરવું જોખમી સાબિત થાય છે. ક્યારેક અંદર ઊંડાણમાં હાથ-પગ ફસાઈ ન જાય. પણ પેટ માટે આવું જોખમ લેવું પડે છે.
Top News
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Opinion
