- Tech and Auto
- વિમાન 1 લીટરમાં આટલી એવરેજ આપે છે!! જાણીને રહી જશો દંગ
વિમાન 1 લીટરમાં આટલી એવરેજ આપે છે!! જાણીને રહી જશો દંગ

આપણામાંથી ઘણાં લોકોએ કેટલીયવાર પ્લેનની મુસાફરી કરી હશે. પ્લેનને જોઇને એક અલગ જ રોમાંચ થાય છે. આકાશમાં વાદળોની વચ્ચે ઉડતા પ્લેનમાં બેસીને આજે પણ આપણાં રૂંવાડા ઊભા થઈ જાય છે. વિશાળ પાંખો અને જમીન પર રમકડાંની જેમ દોડનાર પ્લેનને જોઇને આપણા મનમાં જાતજાતના સવાલો ઉદ્ભવતા હોય છે કે આ કેવી રીતે ઉડી શકે છે? તે પડી તો નહીં જાય ને? આ ઉપરાંત, કેટલાંક લોકોના મગજમાં એવો સવાલ પણ આવે છે કે સ્કૂટર, ગાડી કે ટ્રકની જેમ પ્લેન એક લીટરમાં કેટલી એવરેજ આપતું હશે? તો આ સવાલનો જવાબ ચોંકાવનારો છે.
વનજદાર વિમાન દર સેકન્ડ દીઠ 4 લિટર ઇંધણ ખર્ચે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બોઇંગ 747 વિમાન 1 મિનિટની મુસાફરી માટે 240 લિટર ઇંધણનો ખર્ચ કરે છે. આ પ્લેન 1 લીટરમાં ફક્ત 0.8 કિલોમીટર જ ચાલે છે. આ વિમાન 12 કલાકની મુસાફરી દરમિયાન 172,800 લિટર બળતણ ખર્ચ કરે છે. બોઇંગની વેબ સાઇટના આંકડા અનુસાર બોઇંગ 747 વિમાનમાં દર ગેલન ઇંધણ (આશરે 4 લિટર) પ્રતિ સેકન્ડ વપરાય છે. આ વિમાનમાં 10 કલાકની ફ્લાઇટ દરમિયાન તે 36,000 ગેલન (150,000 લિટર) બળતણનો ઉપયોગ કરે છે. બોઇંગ 747 વિમાનમાં આશરે 5 ગેલન બળતણ પ્રતિ માઇલ (12 લિટર પ્રતિ કિલોમીટર) બળે છે.
જો બોઇંગ 747 એક કિલોમીટરમાં 12 લિટર બળતણનો ખર્ચ કરે છે તો તેનો અર્થ છે કે તે 500 મુસાફરોને 12 લિટર ઇંધણમાં આશરે 1 કિલોમીટર સુધી લઈ જાય છે. આ મુજબ વિમાન માત્ર એક કિલોમીટરમાં પ્રતિ કિલોમીટર દીઠ 0.024 લિટર ઇંધણનો જ વપરાશ કરે છે. અંદાજ લગાવવામાં આવે તો બોઇંગ 747 તેની 100 કિલોમીટર મુસાફરી પર 2.4 લિટર ઇંધણ દીઠ માથાદીઠ ખર્ચ કરે છે. આ તમારી કાર કરતાં પણ ઓછો છે. એક કાર લગભગ 100 કિલોમીટરમાં 4 લિટર ઇંધણ ખર્ચે છે. જો 4 લોકો કારમાં મુસાફરી કરી રહ્યા હોય તો કાર સારી છે પરંતુ એક વ્યક્તિ કારમાં મુસાફરી કરી રહી છે તો બોઇંગ 747 પ્લેન કાર કરતાં વધુ સારું છે. હવે તમે સરળતાથી સમજી સકશો કે કાર વધુ ફાયદાકારક છે કે વિમાન.
Related Posts
Top News
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!
Opinion
