25 મેગાપિક્સલના સેલ્ફી કેમેરા સાથે Oppo Reno A લોન્ચ

Oppo Reno Aને જાપાનમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. Oppoનો આ નવો ફોન ડ્યુઅલ કેમેરા સેટઅપની સાથે આવે છે. જે AIની મદદથી સારા ફોટા લેવાનું કામ કરે છે. Oppoએ આ ફોનમાં IP67 સર્ટિફાઈડ બિલ્ડ ક્વોલિટી આપી છે. જેનો અર્થ થાય છે કે ફોન ડર્ટ અને વોટર રેઝિસ્ટન્ટની સાથે આવે છે. Oppo Reno A ફોનમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે અને ઈન-ડિસ્પ્લે ફિંગર પ્રિંટ સેંસર છે.

ફોનમાં બે કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. બંને કલરમાં ગ્રેડિઅન્ટ ફિનિશ આપવામાં આવ્યું છે. Oppo Reno Aના ડિસ્પ્લે પર કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન છે.

કિંમતઃ

Oppo Reno Aની કિંમત 39,380 જાપાની યેન એટલે કે 26,000 હજાર રૂપિયા છે. આ કિંમતે 6 GB રેમ અને 64 GB સ્ટોરેજવાળું મોડલ મળશે. ફોન બ્લેક અને બ્લૂ રંગમાં મળશે. ભારતમાં ફોન ક્યારે રીલિઝ કરવામાં આવશે તેની જાણકારી હજુ સુધી કંપનીએ આપી નથી.

કેમેરાઃ

Oppo Reno A બે રિયર કેમેરાની સાથે આવે છે. પાછલા ભાગ પર 16 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેંસર છે. ફોનના ફ્રંટ પેનલ પર 25 મેગાપિક્સલનો કેમેરો છે.

સ્ટોરેજઃ

Oppo Reno Aના ઈનબિસ્ટ સ્ટોરેજમાં બે વિક્લપ આપવામાં આવ્યા છે- 26GB અને 128GB. બંને મોડલમાં 256GB સુધીના માઈક્રોએસડી કાર્ડનો સપોર્ટ છે.

બેટરીઃ

Oppo Reno Aની બેટરી 3600mahની છે.

Related Posts

Top News

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.