રસ્તા પર રખડતા પશુઓ દેખાયા તો માલિકોએ ભરવો પડશે ભારે દંડ; સરકારે નવા નિયમો અમલમાં મૂક્યા

દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને હાઈ-સ્પીડ એક્સપ્રેસવે પર મુસાફરી કરતા વાહનચાલકોને ઘણીવાર એક મોટી સમસ્યાથી ઝઝૂમવું પડે છે. તેજ ગતિએ દોડતા વાહનોની સામે અચાનક રખડતા પશુઓ આવી જાય છે, જેનાથી માર્ગ અકસ્માતોનું જોખમ વધી જાય છે. જોકે, હવે રખડતા પશુઓને કારણે થતા આ સંભવિત જીવલેણ અકસ્માતોને રોકવા માટે પગલાં લેવાની તૈયારી ચાલી રહી છે.

માર્ગ પરિવહન મંત્રાલયે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને તેના નિવારણ માટે કડક પગલાં ઉઠાવ્યા છે. સરકારે એક વિગતવાર 'સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર' (SOP) બહાર પાડી છે; જેમાં જણાવવામાં આવેલા નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ તેના પશુઓને ધોરીમાર્ગ કે એક્સપ્રેસવે પર રખડતા છોડી દે છે, તો પશુના માલિકની ઓળખ કરવામાં આવશે અને તેમને ભારે દંડ ફટકારવામાં આવશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ આદેશ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી રખડતા પશુઓને દૂર કરવા માટે એક મજબૂત વ્યવસ્થા વિકસાવવાની હિમાયત કરી હતી. કોર્ટે રસ્તાઓ પર રખડતા પશુઓને લગતી ઘટનાઓની 'સુઓ મોટુ' (સ્વતઃ) નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે આ SOP બહાર પાડી છે અને તેનો ઉદ્દેશ્ય હાઈ-સ્પીડ રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવાના છે.

stray animals
zeenews.india.com

નવી વ્યવસ્થા કેવી રીતે કામ કરશે?

નવા આદેશ હેઠળ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પરથી રખડતા પશુઓને સુરક્ષિત રીતે દૂર કરવા માટે હાઈવે એજન્સીઓ અને રાજ્ય સરકારોને આ અઠવાડિયે SOP જાહેર કરવામાં આવી છે. નવા નિયમો હેઠળ NHAI, NHIDCL અને જાહેર બાંધકામ વિભાગ (PWD)ને મુખ્ય નોડલ એજન્સી બનાવવામાં આવશે. શરૂઆતમાં, આ એજન્સીઓ એવા ચોક્કસ માર્ગો અથવા હાઈવેના વિભાગોની ઓળખ કરશે જ્યાં રખડતા પશુઓને કારણે સૌથી વધુ અકસ્માતો થાય છે.

ત્યારબાદ, એજન્સીઓ આ પશુઓને સુરક્ષિત રીતે દૂર કરશે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત પશુ આશ્રયસ્થાનોમાં લઈ જશે. નોંધનીય છે કે, પશુઓને આ સુરક્ષિત સ્થળોએ લઈ જવાનો સંપૂર્ણ ખર્ચ હાઈવે એજન્સીઓ ભોગવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પશુ માલિકોમાં જવાબદારી નક્કી કરવાનો છે. નવા નિયમો હેઠળ, રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટીતંત્ર પશુ આશ્રયસ્થાનોનો વ્યાપક રેકોર્ડ રાખશે. આ ઉપરાંત, પકડાયેલા પશુઓના માલિકોની ઓળખ કરવા માટે એક ચોક્કસ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે.

નવા નિયમો 'કેટલ ટ્રેસપાસ એક્ટ, 1871' (Cattle Trespass Act, 1871) હેઠળ કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કાયદાની કલમ 25 વહીવટીતંત્રને માત્ર પશુમાલિકો પર ભારે દંડ લાદવાની જ નહીં, પરંતુ દંડની રકમ ન ચૂકવાય તો જપ્ત કરાયેલા પશુઓનું વેચાણ કરીને તે રકમ વસૂલવાની સત્તા પણ આપે છે.

stray animals
zeenews.india.com

સરકારી આંકડાઓ મુજબ, હાલમાં એવા કોઈ ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી જે દર્શાવે કે માત્ર પશુઓને કારણે કેટલા અકસ્માતો થાય છે. જોકે, માર્ગ પરિવહન મંત્રાલયના ડેટા પરથી જાણવા મળે છે કે 2024માં લગભગ 'રન-ઓફ-ધ-રોડ'ને કારણે થયેલા અકસ્માતોની સંખ્યા લગભગ 19,082 હતી.

આ અકસ્માતોમાં લગભગ 8917 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મંત્રાલયે સ્વીકાર્યું છે કે આવા અકસ્માતો ઘણીવાર વધુ ઝડપ, વાહનચાલકનું ધ્યાન ભટકવું, વળાંક પર વાહન પરથી કાબૂ ગુમાવવો અથવા વાહનોની સામે અચાનક પશુઓ આવી જવાને કારણે થાય છે.

સરકારનો ઉદ્દેશ્ય શું છે?

ઉલ્લેખનીય છે કે સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈવે પર મુસાફરી કરનારાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને પશુઓના જીવ બચાવવાનો છે. આ ઉપરાંત, આ પહેલ પશુપાલકોમાં પણ પશુઓને રસ્તા પર મુક્તપણે રખડ છોડકવા પ્રત્યે જાગૃતિ અનેભય પેદા કરવાનો છે.

About The Author

Related Posts

Top News

ઈલેક્શન કમિશને મમતા બેનર્જીની પાર્ટીનું નામ-ચિન્હ ફ્રીઝ કરી દેતા રાહુલ બગડ્યા, કહ્યું- મત ચોરી, સરકાર ચોરી અને હવે પક્ષ ચોરી

તૃણમૂલ કોંગ્રેસના નામ અને ચૂંટણી ચિહ્ન અંગેના વિવાદ વચ્ચે, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે...
Politics 
ઈલેક્શન કમિશને મમતા બેનર્જીની પાર્ટીનું નામ-ચિન્હ ફ્રીઝ કરી દેતા રાહુલ બગડ્યા, કહ્યું- મત ચોરી, સરકાર ચોરી અને હવે પક્ષ ચોરી

રસ્તા પર રખડતા પશુઓ દેખાયા તો માલિકોએ ભરવો પડશે ભારે દંડ; સરકારે નવા નિયમો અમલમાં મૂક્યા

દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને હાઈ-સ્પીડ એક્સપ્રેસવે પર મુસાફરી કરતા વાહનચાલકોને ઘણીવાર એક મોટી સમસ્યાથી ઝઝૂમવું પડે છે. તેજ ગતિએ દોડતા...
રસ્તા પર રખડતા પશુઓ દેખાયા તો માલિકોએ ભરવો પડશે ભારે દંડ; સરકારે નવા નિયમો અમલમાં મૂક્યા

પૂર્વ VHP પ્રમુખ અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષનો લોગો જાહેર

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે તેમના જીવન, કાર્યો અને સાંસ્કૃતિક યોગદાનને યાદ કરવા...
National 
પૂર્વ VHP પ્રમુખ અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષનો લોગો જાહેર

પાન, જે 5-10 રૂપિયામાં વેચાતા, તેનાથી ખેડૂતના દીકરાએ 50 કરોડ રૂપિયાની કમાણી કંઈ રીતે કરી?

જ્યારે પણ આપણને પાન વિશે ખ્યાલ આવે છે, ત્યારે આપણે ઘણીવાર શેરીના ખૂણા પર અથવા મહોલ્લાના નાકે એક નાનો...
National 
પાન, જે 5-10 રૂપિયામાં વેચાતા, તેનાથી ખેડૂતના દીકરાએ 50 કરોડ રૂપિયાની કમાણી કંઈ રીતે કરી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.