- Offbeat
- આ કંપનીના કર્મચારીઓ થયા માલામાલ, કંપનીએ 4 વર્ષનો પગાર બોનસમાં આપવાની કરી જાહેરાત
આ કંપનીના કર્મચારીઓ થયા માલામાલ, કંપનીએ 4 વર્ષનો પગાર બોનસમાં આપવાની કરી જાહેરાત

વિશ્વભરની ખાનગી અને જાહેર કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ ખૂબ જ સખત મહેનત કરે છે અને તેમના પ્રયત્નો રહે છે કે તેઓ કામ પર ખરા ઉતરે છે. આ દરમિયાન, એક જબરદસ્ત સમાચાર સામે આવ્યા છે જ્યારે એક કંપનીએ તેના કર્મચારીઓ માટે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. આ કંપનીએ તેના તમામ કર્મચારીઓને ચાર વર્ષનો પગાર મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે. આ કંપની તાઈવાનની છે. તાઈપે ટાઈમ્સના એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર, એવરગ્રીન મરીન કોર્પોરેશન નામની આ કંપનીએ પોતાના કર્મચારીઓ માટે અચાનક જ તિજોરી સંપૂર્ણ રીતે ખોલી દીધી. 50 મહિનાનો પગાર એટલે કે લગભગ ચાર વર્ષનો પગાર આ કંપનીએ તેના દરેક કર્મચારીઓને આપવાની જાહેરાત થોડા દિવસ પહેલા કરી છે. તેનું કારણ પણ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે.
અન્ય એક રિપોર્ટ અનુસાર, કંપની સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આ બોનસ કંપનીના તાઈવાન યુનિટમાં કામ કરતા લોકોને મળ્યું છે. આ બોનસ કર્મચારીઓને તેમના જોબ ગ્રેડ, કામના આધારે આપવામાં આવ્યું હતું. આ એટલા માટે પણ આપવામાં આવ્યું છે કારણ કે કંપની છેલ્લા કેટલાક સમયથી જબરદસ્ત ગ્રોથ કરી રહી છે અને તેને તેના કર્મચારીઓ માટે ખૂબ જ સારું કામ કરી બતાવ્યુ છે
જો કે, આને લગતા સમાચાર એ પણ સામે આવ્યા છે કે કંપનીના શાંઘાઈમાં યુનિટે તેને કર્મચારીઓ સાથે ભેદભાવ ગણાવ્યો છે કારણ કે ત્યાંના કર્મચારીઓને આ પ્રકારનું બોનસ મળી શકશે નહીં. નિષ્ણાતો આ કંપનીના નિર્ણયને ઘણા એંગલથી જોઈ રહ્યા છે. હાલમાં આ નિર્ણયથી કર્મચારીઓને ઘણો ફાયદો થયો છે.
તમને જણાવી દઈએ કે આ એક શિપિંગ કંપની છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તે સારો ગ્રોથ કરી રહી છે. એક અહેવાલ અનુસાર, આ કંપની છેલ્લી વખત વિશ્વભરમાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે ગયા વર્ષની શરૂઆતમાં કંપનીનું એક જહાજ સ્વેજ કેનાલમાં ફસાઈ ગયું હતું. જોકે બાદમાં આ મામલો સારી રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો.
Related Posts
Top News
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે
Opinion
