- Offbeat
- હું ઘોરાડ છું, અમારી વસ્તી હવે ગુજરાતમાં ફક્ત 4 જ બચી છે, પછી તસવીરોમાં દેખાઇશું
હું ઘોરાડ છું, અમારી વસ્તી હવે ગુજરાતમાં ફક્ત 4 જ બચી છે, પછી તસવીરોમાં દેખાઇશું
(દિલીપ પટેલ). ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષી લુપ્ત થવા તૈયાર છે. તેના માટે ઘણાં પરિબળો જવાબદાર છે. જેમાં ખેતી અને જંતુનાશક દવા પણ એટલી જ જવાબદાર છે. એક માત્ર નર હતો તે ઓગસ્ટ 2019થી ગુમ થયો હતો. તેને અઢી વર્ષ થયા છે. એક પણ ઈન્ડુ કે બચ્ચું પેદા થયું નથી કે બચ્ચા પેદા થાય એવા પ્રયાસો ત્યારથી થયા નથી.
6 માદા બચી હતી. હવે 4 રહી છે. જે બચ્ચાને જન્મ આપી શકે તેમ નથી. ડિસ્મેબર 2018થી નર ગુમ છે. જે વીજ વાયરના કારણે મોતને ભેટ્યો હોવાનું અનુમાન છે. માદા બચ્ચા પેદા કરી શકે તેમ નથી.
નરેન્દ્ર મોદી ઓગસ્ટ-2013 કચ્છ આવ્યા, ત્યારે તેમણે વક્તવ્યમાં ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘ઘોરાડ : દુનિયાનું અજોડ નજરાણું કચ્છની પાસે છે, જે થોડા માત્ર બચ્યા છે તેને બચાવવું છે’. પછી વડાપ્રધાન બન્યા તો પણ કચ્છની દીકરીને બચાવવા માટે તેમણે કંઈ જ કર્યું નથી.
પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી વીજ લાઈન ખસેડવા તૈયાર ન થયા. રાજસ્થાનથી નર ઘોરાડ દુલ્હો લાવવા માત્ર ચૂચન કર્યા હતા. પણ લાવવામાં આવ્યા નથી. સુજલોન અને ગુજરાત સરકારની વીજ કંપનીના તાર સાથે પક્ષી અથડાય છે અને મોતને ભેટે છે પણ ભાજપની સરકાર તાર ખસેડવા કંપનીને કહી શકતી નથી.
અદાણી કંપની પણ ઘોરાડના નાશ માટે જવાબદાર માનવામાં આવે છે.
ગાંધીનગરમાં સ્થળાંતર જાતિના સંરક્ષણ પરના સંમેલન (સીએમએસ)ની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં પક્ષી અને પ્રાણી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી વાતો કરી પણ ગુજરાતનું ધોરાડ પક્ષી 4 વર્ષમાં નામશેષ થઈ જવાનું હતું તે અંગે તેઓએ કંઈ જ કર્યું નથી. ગુજરાતમાં વાયદા કરેલા તે પણ મોદીએ પાળ્યા નથી. તેમના અનુગામી પટેલ અને રૂપાણી પણ આ પક્ષના સર્વનાશ માટે જવાબદાર છે. રાજ્યમાં પક્ષીપ્રેમીઓ નિરાશ થયા છે.
રાજ્યને એક પુરૂષ ઘોરાડ રાજસ્થાનથી લાવી શક્યા નથી. કે માદાને ત્યાં મોકલી શક્યા નથી. ઘોરાડ ફક્ત ભારતમાં જ જોવા મળે છે . પર્યાવરણ અને વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (એમઓઇએફ અને સીસી) ના વન મહાનિર્દેશક સૌમિત્રા દાસગુપ્તાએ કહ્યું હતું કે, "મંત્રાલય રાજસ્થાન સરકારને પુરૂષ જીઆઇબી આપવા માટે કહેશે, કારણ કે અમારી પાસે તે નથી."
રાજસ્થાન સરકાર તેના કોઈપણ પક્ષી આપવાની ના પાડી રહી છે. કારણ કે ગુજરાતમાં રાજ્યમાં વીજ વાયરની માત્રામાં ઘટાડો થતો નથી. હાઇ-વોલ્ટેજ પાવર લાઇનો સાથે ટકરાતા મૃત્યુનું મુખ્ય કારણ છે. રાજસ્થાનમાં વાર્ષિક 15% ના દરે મરી રહ્યો છે.
જીઆઇબી પ્રોજેક્ટ માટે 2020માં રૂ .30 કરોડ ફાળવ્યા હતા. વીજ મંત્રાલય ભૂગર્ભમાં 33 કેવી લાઇનો લગાવી રહ્યું છે. ગુજરાતમાં 2007માં ઘોરાડ પક્ષી 45 હતા તેના 11 વર્ષ પછી 2019માં માત્ર 6 માદા ઘોરાડ પક્ષી બચ્યા છે.
કચ્છની દીકરી તરીકે લોકો હવે 6 ઘોરાડ માદાને ઓળખે છે. હવે એક પણ નર બચ્યા નથી. તેથી થોડા વર્ષોમાં ગુજરાતનું પોતાનું પક્ષી લુપ્ત થઈ જશે. કચ્છની દિકરીઓ ઘોરાડ પક્ષીનો વંશ હવે આગળ વધી શકે તેમ નથી. ભારતની આઝાદી પછી ગુજરાતનું પહેલું પક્ષી લુપ્ત થઈ જશે.
ડિસેમ્બર 2018થી નર ગુમ છે. કાંતો તે અહીંની વીજ લઈનમાં શોર્ટ સર્કિટથી મોત પામ્યો છે અથવા કુદરતી મોત હોઈ શકે છે. કચ્છની દુલ્હન એવી ઘોરાડ દિકરીઓ માટે ઘોરાડ નર રાજસ્થાનથી લાવવા માટે મુખ્ય પ્રધાનએ 8 જૂલાઈ 2019માં વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં વાત કરી હતી. નર ન હોવા છતાં ગુજરાત સરકાર કંઈ કરવા તૈયાર નથી.
વિશ્વમાં ભારતના ગુજરાત અને રાજસ્થાનમાં આ પક્ષી જોવા મળે છે.
મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ તેમ જ કર્ણાટક રાજ્યમાં હતા, જ્યાં લુપ્ત થઈ ગયા છે. હવે ગુજરાતમાં નહીં બચાવાય તો ભારતની આઝાદી પક્ષી ગુજરાતનું પહેલું પક્ષી લુપ્ત થઈ જશે. જેના માટે હાલની પેઢી જવાબદાર હશે. આ માટે વીજ કંપનીઓ, વન વિભાગ, પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા 7 વન પ્રધાન, 24 સચિવ- અધિકારીઓ અને ગુજરાતના નાગરિકો જવાબદાર રહેશે.1950-60 સુધી પક્ષી સૌરાષ્ટ્ર અને કચ્છમાં બધે જોવા મળતું હતું.

એક માત્ર નર લુપ્ત થયો
વનવિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લે ૭ ડિસેમ્બર 2018માં નરની હાજરી નોંઘાઇ હતી. ત્યાર બાદથી લઇને આજ સુધીમાં તેનું ઠેકાણું મળ્યું નથી. અભ્યારણ્ય અને રેવન્યું વિસ્તારોમાં વન તંત્રએ તપાસ કરી હતી. કચ્છના ACF તુષાર પટેલે જાહેર કર્યું હતું કે, અછતના કારણે ખોરાક માટે માઇગ્રેશન કર્યું હોઇ શકે છે.
નર ઘોરાડના ટ્રેકિંગ માટે ટેગ લગાવાયો ન હોવાનું જાણવા મળે છે. જો હોત તો તે ક્યાં છે તેની જાણકારી મળી હોત. કચ્છમાંથી પાકિસ્તાન પહોંચી ગયું હોઈ શકે છે. નર ઘોરાડ સંપૂર્ણ વયસ્ક થયું નહોતું. વનતંત્રએ ચાર ટીમો બનાવી તેની શોધ કરી હતી. નર ઘોરાડ છેલ્લે ક્યાં અને ક્યારે દેખાયું હતું તેની પણ કોઈ નોંધ વનતંત્ર પાસે નથી. આખેઆખી પ્રજાતિનાં સમાપન સમયે શોધખોળ કરવાનું નાટક કર્યું હતું.
અતિ સુંદર અને અદભુત પક્ષી છે. શાહમૃગ જેવા દેખાતા ઘોરાડની ઊંચાઈ એક મીટર જેવી હોય છે. સ્વભાવે શાંત એવું આ પક્ષી ભારત દેશમાં પણ જોવા મળે છે. ઘોરાડને કચ્છમાં ગુદડ પણ કહે છે. ગોડાવન કહે છે. ભારતનું સૌથી વધુ વજનદાર પક્ષી હોવાથી તે ઊડી શકતું નથી. પુખ્ત વયના પક્ષીનું વજન 8થી 18 કિલોગ્રામ જેટલું હોય છે, જેમાં માદાનું વજન ઓછું, જ્યારે નરનું વજન વધારે હોય છે.
સફેદ ગળું અને એકાદ મીટર જેટલી લાંબી પુછડીને લીધે આ પક્ષી ઘાસીયા મેદાનોમાં તુરત જ નજરે ચઢી જાય છે. નર ઘોરાડ મોટા, ઉંચા અને છાતી ઉપર સંપૂર્ણ ગોળ કાંઠલો ધરાવતા હોય છે. લગભગ એક મિટર ઊંચુ આ પક્ષી ખાસ ઊડે નહીં પણ ચાલે. ઘાસના મેદાનમાં રહે છે. તે માળો નથી બાંધતું કે ન તો ઝાડ પર ઈંડા મૂકી શકતું. સીધા જમીન પર જ ઈંડા મૂકે છે. એટલે તેના ઈંડા સહેલાઈથી કોઈપણ પ્રાણી ખાઈ શકે છે. ઘોરાડ પક્ષી વર્ષમાં માત્ર એક જ ઈંડું મૂકે છે.
ઘોરાડની દૃષ્ટિ સીમિત હોય છે તથા તેની ઊડવાની રેન્જ ખૂબ નીચી હોય છે. ચણી બોર, કેરડાંના ફળ, પાક વઢાઈ ગયેલા ખેતરમાં પડેલા બી ખાય છે. સિમ્બોપોંગન નામનું ઘાસ આ પક્ષીઓને અનુકૂળ હોય છે.
2007 પછી ઘોરાડની વિગતો વન-વિભાગની વેબસાઇટ પર અપડેટ કરવામાં આવી નથી. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ(GIB)ની 90% ટકા રેન્જ લુપ્ત થઇ ગઇ છે. 2007ની વસતી ગણતરી દરમિયાન 48 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવા મળ્યાં હતાં. સમગ્ર વિશ્વમાં આ પંખીડાની સૌથી વધુ વસતી હોય તેવું ગુજરાત માત્ર બીજું સ્થળ હતું. જે હવે નથી.
બે અભયારણ્ય
કચ્છના અબડાસાના નલિયા પાસે 2 ચોરસ કિ.મી. ઘાંસીયા મેદાનો અને જામનગરના 3 ચોરસ કિ.મી.ના ગાગા અભયારણ્યમાં પક્ષીઓ રહે છે. ઘોરાડ માટે 2015-26માં રૂ.1 કરોડ ખર્ચ કરેલો હતો. ઘોરાડ અભયારણ્યના રેન્જ ઓફિસર તરીકે કામ કરતાં અતુલ દવેને ઘોરાડ બચાવવા માટે એવોર્ડ મળી ચૂક્યા છે. પણ પક્ષી બચાવી શકાય તેમ નથી. ચોકીદારનું કામ કરતાં ઈસા સુમરા પક્ષી બચાવવા માટે લડતા રહ્યાં છે.
ઈંડા ત્રણ મહિના બચાવવામાં આવતાં હતા. હોબારા બસ્ટાર્ડ, લેસર ફ્લોરિકન અને ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ પક્ષીઓ અભયારણ્યમાં છે. 1960માં ભારતનાં વિખ્યાત પક્ષીવિદ સલીમ અલીએ આ પક્ષીનેભારતનું ‘રાષ્ટ્રીય પક્ષી’ જાહરે કરવા સૂચન કર્યું હતું.
ઘોરાડને બચાવવા સજીવ ખેતી
ઘોરાડનો 30 ટકા ખોરાક ખેતર, વાડીના જંતુઓ છે. તેથી આસપાસના ખેતરોમાં જંતુનાશક દવા છાંટવામાં આવતી હતી. જે ખેડૂતોએ બંધ કરીને કુદરતી-સજીવ ખેતી અપનાવી છે. માત્ર ઘોરાડને બચાવવા માટે. તેઓ બિટલ્સ, તીડ સહિતની અન્ય જીવાતો, અનાજ, નાના સરિસૃપો વિગેરે આરોગે છે એક રીતે કહીએ તો તેઓ ખેડૂતોના સારા મિત્રો છે. ઘોરાડને બચાવવા ગુજરાતે કચ્છ જિલ્લા માટે વન વિભાગે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંવર્ધન યોજના તૈયાર કરી હતી.
ગુજરાતમાં 20 પ્રાણી સામે જોખમ
ગુજરાતમાં પ્રાણીઓની 20 જાતો તથા વનસ્પતિની 16 જાતોનો અસ્તિત્વ જોખમમાં હોય તેવી શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મે 9, 2016ના રોજ જાહેર કરાયું હતું કે, લુપ્ત થતી 20 જાતોમાં બ્લેક માહસીર, ગોલ્ડ માહસીર, કાળા અને લીલા સમુદ્રી કાચબા, સફેદ ચાંચવાળાં ગીધ, મોટાં ગીધ, લાલમાથાવાળાં ગીધ, ગરૂડ (સ્ટેપ ઇગલ), ગ્રેટર એડ્જટન્ટ-સ્ટોર્ક, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, લેસર ફ્લોરિકન, સોશિએબલ લેપવિંગ, સ્પોટેડ ગ્રીનશાર્ક, ટપકાવાળાં જંગલી ઘુવડ ધોલ, કારકાલ, બ્લ્યુ વ્હેલ, ફીન વ્હેલ અને ઘુડખરનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં વનસ્પતિની 16 જાતોનું ચેર, ગુગળ, ખાખરા અસ્તિત્વ જોખમમાં છે. કચ્છમાં 350થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ છે. 965થી વધુ પ્રકારની વનસ્પતિઓ છે. 26થી વધુ પ્રકારનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ અને 30થી વધુ સરીસૃપ જીવસંપદા વસવાટ કરી રહી છે.
કયા જોખમ ?
250 ચોરસ કિ.મી. વિસ્તાર તેમના માટે રક્ષિત કરવો જોઈતો હતો. પણ 2 ચો.કી.મી. જાહેર કરાયો હતો. તેથી 30 ગામો સુધી આ પક્ષીને ખોરાક માટે જવું પડે છે. પક્ષીની જમીન પર ઈંડા મૂકવાની પદ્ધતિને કારણે તે લુપ્ત થઈ રહ્યા છે.
ગુજરાત સરકારે વર્ષો પહેલા અબડાસા તાલુકામાં નલિયા પાસે ઘોરાડ અભયારણ્ય માટે જમીન ફાળવી હતી. એ જમીન પર અત્યારે ગાંડા બાવળ ઊગી ચૂક્યા છે. દબાણ પણ થઈ રહ્યું છે. અભયારણ્ય વિસ્તાર વચ્ચેથી જ કેટલાક ગામના રસ્તા નીકળે છે, જેથી ત્યાં સતત અવર-જવર ચાલુ હોય છે. ઈકો સેન્સિટિવ ઝોન ઝડપથી જાહેર કરાયો ન હતો.
બચાવવા શું કરવું જોઈએ ?
કચ્છમાં ઘોરાડનું કેપ્ટીવ બ્રીડિંગ સેન્ટર બનવાનું હતું પરંતુ પાછળથી રાજસ્થાનને ફાળવાયું હતું. થોડા સમય પહેલા જ સર્વપ્રથમ કેપ્ટિવ બ્રીડિંગ માટે બે ઇંડા રાજસ્થાનના વનતંત્રએ એકઠા કર્યા હતા. આવું કચ્છમાં પણ કરવાની જરૂર છે.
ટ્રેકિંગ માટે ટેગ લગાવો.
કુતરાઓ શિયાળ વરૂને દૂર કરો
કુતરાઓનું ખસીકરણ
પક્ષીને બચાવવા માટે રીકવરી પ્લાન બનાવાયો હતો. વન વિભાગના સહયોગથી કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા અબડાસાના 20 ગામના 2થી 3 હજાર કુતરાઓનું ખસીકરણ કરાયું હતું. ઘોરાડે મુકેલા ઈંડાઓ ખાઈ જાય છે.
ઘોરાડે વર્ષ 1975માં બન્નીમાંથી સ્થળાંતર કર્યું
ઘોરાડ મોટાભાગે ખુલ્લા તેમ જ ઝાડી-ઝાંખરા તથા ગ્રાસલેન્ડમાં વધુ જોવા મળે છે. વર્ષ 1975માં ઘોરાડ બન્ની ઘાસિયા મેદાનમાં સૌથી વધુ પ્રમાણમાં હતા. પરંતુ ત્યાર બાદ બન્નીમાં ગાંડા બાવળ વધી જતા આ પક્ષીએ ત્યાંથી સ્થળાંતર કર્યું હતું. ત્યાથી તેઓ લખપત, અબડાસા તેમજ માંડવીના ખુલ્લા વિસ્તારોમાં સ્થાયી થયા હતા.
ઈલેકટ્રીકલ વાયરો અને પવનચક્કીથી મોત
કચ્છમાં અદાણી, ઉદ્યોગો, પવનચક્કીઓ, પ્રદૂષણ, ખેતરમાં દવાઓનાં વપરાશને કારણે આ પક્ષીઓ લુપ્ત થઈ રહ્યાં છે. જેથી તેમને બચાવવાના પ્રયાસ કચ્છ ઇકોલોજિકલ રિસર્ચની શાખા ‘કોર્બેટ ફાઉન્ડેશન’ કરી રહ્યું છે.
વીજલાઇન માટે ગુજરાત એનર્જી કોર્પોરેશન લી. દ્વારા મોટું પાવર સબ સ્ટેશન ઊભું કરી દેવામાં આવ્યું છે. જેમાં 220 કીલો વોટની બે વીજ લાઈનો પસાર થઈ રહી છે. દરેક લાઈનમાં 13 કેબલ છે. જેમાં પક્ષી અથડાય છે અને મરે છે. નજીકમાં જ સોલાર પાવર પ્લાંટ પણ બનાવી દેવાયો છે. જમીનની અંદર વીજ તાર નાંખવા નક્કી થયું હોવા છતાં નંખાતા નથી. નીચે ઊડતા હોવાથી વીજતાર સાથે અથડાઈને મૃત્યુ પામવાના બનાવ બને છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયુટ ઑફ ઇંડિયાનો અભ્યાસ કહે છે કે વીજતારને લીધે ઘોરાડના મૃત્યુનું પ્રમાણ સામાન્ય કરતા 15 ટકા વધી ગયું છે.
વનતંત્રએ પણ આ લુપ્ત થઈ રહેલા પક્ષી પ્રત્યેની સંવેદના ગુમાવી દીધી હોય તેવો પણ આક્ષેપ છે. વીજતાર અંડરગ્રાઉન્ડ કરવા માટે આદેશો અપાયા છે છતાં જોઈએ એવું તે સમયે ન થયું.
3 હજાર પવન ચક્કી
3 હજારથી વધારે પવનચક્કી લાગી ચૂકી છે. 42 લાખ ચોરસ મીટર સરકારી જમીન આપવામાં આવી હતી. કચ્છમાં એનર્જી પાર્ક સિવાય કોઇ સરકારી ભૂમિ ફાળવવામાં નહીં આવે. ખાનગી જગ્યા મેળવીને સ્થાપવાની છૂટછાટ આપવામાં આવી છે.
ગીધો અને દુર્લભ પક્ષીઓનો સર્વનાશ
અબડાસાના બાલાચોડ વિસ્તારમાં ગીધ અભયારણ્ય વિસ્તારમાં પવનચક્કીની મનાઇ ફરમાવવામાં આવી હતી. પાલરધુના વિસ્તારમાં ઊઠેલા વિરોધને પગલે નવી વિન્ડમિલ પર રોક લગાડવાનો નિર્ણય કલેક્ટરે લીધો હતો. ઘોરાડ, ગીધ, ઘુડખર અભયારણ્ય આવેલા છે.
વીજ કંપની જવાબદાર
સુઝલોન કંપનીની માનમાનીના કારણે ઘોરાડ અભયારણ પર મોટો ખતરો ઊભો થયો છે. સુઝલોનના ખુલ્લા વીજપોલ, વાયરો અને ટ્રાન્સમીટરો મુકવા સેટિંગ કરીને છૂટ આપી હતી. ફ્લેમિંગો માટે રણમાં વીજ લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની સરકારને ફરજ પડી હતી, પણ ઘોરાડ માટે એવું સરકાર કે કંપની કરવા તૈયાર નથી. કંપની સામે પગલાં જરૂરી છે. 23 ઓક્ટોબર 2017માં જમીન અંદર તાર નાંખવા સરકારે આદેશ કર્યો , છતાં તેનો અમલ થયો નથી. ટેગ મારેલું એક ઘોરાડ પાવર ટ્રાન્સમીશન કંપનીના હાઇટેન્શન વાયરને કારણે વીજકરંટ લાગવાથી મૃત્યુ પામ્યું હતું. સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફે કેટલાય આદેશો બહાર પાડ્યા છે. પણ કંપની રાજનેતાઓના કારણે ગાંઠતી નથી.
29 ઓક્ટોબર 2017માં અબડાસા તાલુકાના સમંડા ગામની સીમમાં સુઝલોન પવનચક્કી કંપની દ્વારા નાખવામાં આવેલા વીજપોલ અને ટ્રાન્સમીટર ખુલ્લા અને અસ્તવ્યસ્ત હોવાના કારણે શોર્ટ સર્કિટ સર્જાતા આગ ફાટી નિકળી હતી.
જીવસૃષ્ટિ બાળીને ખાખ થઇ ગઈ હતી. અભયારણ વિસ્તારમાં હરણ, સસલા, તેતર વગેરે જેવા વન્ય જીવોને ભારે નુકશાન થયું છે. આ વિસ્તાર ઘોરાડ અભયારણમાં આવે છે. આગ લાગવાના કારણોની તાપસ કરવાની તસ્દી વન વિભાગે નથી લીધી.
સહી ઝૂંબેશ
બચાવવા ઑનલાઇન ઝૂંબેશ હાથ ધરવામાં આવી જેમાં 10 હજાર લોકોએ સહી કરી હતી. ક્રિકેટર અનિલ કુંબલે, અભિનેત્રી દિયા મિર્ઝા સહિત અનેક હસ્તીઓ આ ઝૂંબેશમાં સામેલ થઈ છે.

