- Offbeat
- માર્કેટમાં 50થી 100 રૂપિયામાં મળતા ચશ્મા તમારી આંખને પહોંચાડે છે નુકશાન
માર્કેટમાં 50થી 100 રૂપિયામાં મળતા ચશ્મા તમારી આંખને પહોંચાડે છે નુકશાન
ઉત્તરાયણના તહેવારને હજુ ગણતરીના દિવસો થયા છે, ત્યારે લોકોએ આખો દિવસ પતંગ ચગાવવા માટે લોકો ટોપી અને ચશ્માંની ખરીદી કરી હતી. મોટા ભાગે લોકો રસ્તા પર મળતા 50થી 100 રૂપિયાના પ્લાસ્ટિકના ગોગલ્સની ખરીદી કરતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે, 50થી 100 રૂપિયાના પ્લાસ્ટિકના ચશ્માં પહેરીને સૂર્યની સામે જોઈને પતંગ ચગાવવાથી આંખને કેટલું નુકશાન થાય છે.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર સુર્યના પારજાંબલી કિરણો મનુષ્યની ચામડી અને આંખ માટે હાનીકારક છે. માર્કેટમાં 50થી 100 રૂપિયાના ભાવે મળતા પ્લાસ્ટિકના ચશ્માં સૂર્યના આ નુકશાન કારક કિરણોને ગાળી શકતા નથી. તેથી પારજાંબલી કિરણો સીધા આંખની કીકીમાં પ્રવેશ કરે છે અને જેના કારણે રેટીનાને ખૂબ નુકશાન થાય છે. મહત્ત્વની વાત એ છે કે, લોકો થોડા પૈસા બચાવવા માટે પોલરાઇઝ્ડ ગ્લાસીસ ખરીદી કરતા નથી. માર્કેટમાં પોલરાઇઝ્ડ ગ્લાસીસ 300થી 400 રૂપિયાના ભાવે મળે છે અને તેની સામે પ્લાસ્ટિકના ચશ્માં એક દમ સસ્તા મળે છે, એટલા માટે લોકો પોલરાઇઝ્ડ ગ્લાસીસની ખરીદી કરવાનું ટાળે છે અને પ્લાસ્ટિકના ચશ્માં ખરીદીને અજાણતા પોતાની આંખને નુકશાન કરે છે.
ઉલ્લેખનીય છે કે, લોકો જ્યારે ચશ્માંની ખરીદી કરવા માટે જાય છે ત્યારે સસ્તી કિંમતે મળતા ચશ્માં અને કાળા કાચ અને ચશ્માંની ફ્રેમને મહત્ત્વ આપતા હોય છે.

