- Offbeat
- 'શ...જાગતે રહો' આ હોટલમાં છે એક જાણીતી વ્યક્તિની અતૃપ્ત આત્મા
'શ...જાગતે રહો' આ હોટલમાં છે એક જાણીતી વ્યક્તિની અતૃપ્ત આત્મા
કોટા કે જે પૂર્ણ ભારત વર્ષમાં એજ્યુકેશન માટે પ્રસિધ્ધ છે. પરંતુ રાજસ્થાનનું આ શહેર પણ ઘણી ઐતિહાસીક ઘટનાઓથી ભરેલું છે. આ શેહરમાં એક ભવન છે. ભારતની દસ સૌથી વધુ ડરામણી જગ્યામાં તેનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ભવનનું નામ છે 'બ્રીજ રાજ ભવન' પેલેસ. એક તરફ અજમેરમાં જ્યાં વિશ્વ પ્રસિધ્ધ ખ્વાજા સાહેબની દરગાહ છે. તો ત્યાંજ જયપૂરના જંતર-મંતર જેવી વૈદ્યશાળા છે. એવું લાગે કે જાણે અહિંનું પ્રત્યેક શહેર પોતાનામાં ઘણી રહસ્યમય ઘટનાઓને પોતાનામાં દબાવીને બેઠો છે.
જણાવી દઇએ કે 180 વર્ષ જૂના આ ભવનને 1980માં ઐતિહાસિક હોટલમાં બદલી દેવામાં આવ્યું. પરંતુ અહિ આવનાર લોકોને અજીબ અનુભવ થાય છે. તેમ માનવામાં આવે છે કે આ હોટલમાં મેજર બર્ટન નામનું ભૂત રહે છે. જે બ્રિટીશ સાશનકાળમાં કોટામાં સેવારત હતું. અને 1857ના વિદ્રોહ દરમિયાન તેને ભારતીય સિપાહીઓ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે બાદ કોટા શહેરમાં તેના કપાયેલ માથાને ફેરવવામાં આવ્યું હતું.
માન્યતા છે કે, આ ભૂત કોઇને કોઇ નુકશાન પહોંચાડતું નથી. પરંતુ રાતમાં ડ્યૂટી દરમિયાન જો કોઇ ગાર્ડ સૂઇ જાય છે તો તે ભૂત તેને તમાચો મારી ઉઠાડે છે. તે જ કારણ છે કે અહિં નોકરી કરનાર લોકો કામ દરમિયાન સૂવાથી ડરે છે. એટલું જ નહિ મેજરની સાથે તેના બે પુત્રોને પણ આજ ભવનમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે કોટાની પૂર્વ મહારાણીએ 1980માં મેજરની આત્માને આ હોલમાં જોઇ હતી. જ્યાં તેને મારવામાં આવ્યા હતા. હાલમાં પણ આ ભવનમાં જો કોઇ સિગરેટ પીવે છે તો તે ભૂત તેને થપ્પડ મારી દે છે.

