શું ગુજરાતના 'પાટીલ'ની જેમ મહારાષ્ટ્રમાં ક્યારેય 'પટેલ' પ્રદેશ પ્રમુખ બનશે?

હાલમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેની અટકળો ચાલી રહી છે. હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ટર્મ પૂરી થઇ ગઇ છે. તેમના સમયમાં પાર્ટીને ચૂંટણીઓમાં જે સફળતા મળી તેનો શિરપાવ પણ તેમને કેન્દ્રિય મંત્રી બનાવીને આપી દેવાયો છે. પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે કેટલાક મીડિયામાં થોડાક સવાલો સિવાય તેમના મરાઠી હોવાનો કોઇ વિવાદ ઊભો થયો ન હતો. અહીં એક સવાલ થાય છે કે શું દેશના કોઇ બીજા રાજ્યમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોઇ પટેલ જઇને પ્રમુખ બન્યા હોત અને તેમને આવો આવકાર મળ્યો હોત ખરો? શું આવું કોઇ ઉદાહરણ બીજે છે ખરૂં?

ભારતની વિવિધતા ભરેલી સંસ્કૃતિમાં ભાષાકીય અને પ્રાદેશિક ઓળખ ઘણીવાર રાજકીય નેરેટિવને આકાર આપે છે. જોકે, ગુજરાત એક એવું રાજ્ય છે જે સહિષ્ણુતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. ખાસ કરીને, બહારના નેતાઓ અને સમુદાયોને સ્વીકારવાની બાબતમાં ગુજરાતનો અભિગમ અન્ય રાજ્યો કરતાં અલગ અને પ્રેરણાદાયી છે.

02

ગુજરાતની સમાવેશી રાજનીતિનું સૌથી મોટું ઉદાહરણ છે સી. આર. પાટીલ હાલમાં ગુજરાત ભાજપના પ્રમુખ છે. તેઓ કેન્દ્રમાં મંત્રી પણ છે.  મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની પાટીલને ગુજરાતની રાજનીતિમાં માત્ર સ્થાન જ મળ્યું નથી, પરંતુ તેમને પક્ષના ગ્રાસરૂટ લેવલના નેતાઓ અને કાર્યકરોએ પણ  મજબૂત સમર્થન કરીને ચૂંટણીઓમાં રેકોર્ડબ્રેક જીત પણ હાંસલ કરાવી છે. ગુજરાતના લોકોએ તેમને ખુલ્લા દિલે સ્વીકાર્યા છે, જે દર્શાવે છે કે અહીં   જન્મસ્થળના આધારે કોઇ ભેદભાવ કરાતો નથી.

આવી સ્વીકૃતિની મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કલ્પના કરવી મુશ્કેલ છે જ્યાં પ્રાદેશિક ઓળખને રાજકીય હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે. પાટીલ એકલા નથી; ગુજરાતે વારંવાર રાજકીય અને સામાજિક રીતે ખુલ્લાપણું દર્શાવ્યું છે, જેના કારણે વિવિધ પૃષ્ઠભૂમિના લોકો અહીં ખીલી શક્યા છે.

3a03

બીજી તરફ, મહારાષ્ટ્ર, જે પ્રગતિશીલ અને ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય છે. ત્યાં ઘણીવાર પ્રાદેશિકતાની લહેર જોવા મળ્યા છે. જે ક્યારેક અસહિષ્ણુતા સુધી પહોંચે છે. શિવસેનાએ મુંબઈમાં દક્ષિણ ભારતીય અને ગુજરાતી લોકો વિરુદ્ધ નારા ઉઠાવીને પોતાનો રાજકીય પાયો બનાવ્યો હતો. તેમના મુખપત્ર સામનાના તંત્રીલેખો અને જાહેર ભાષણોમાં ઘણીવાર ગુજરાતી ઉદ્યોગપતિઓના નાણાકીય વર્ચસ્વ પર સવાલ ઉઠાવવામાં આવતા હતા. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા હાલમાં ફરી આ પ્રદેશવાદને જાગૃત કરવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે.

મુંબઈમાં ગુજરાતી સમુદાયની નોંધપાત્ર હાજરી હોવા છતાં, ગુજરાતી નેતાઓએ ખરા અર્થમાં સત્તાના ઉચ્ચ સ્થાનો ભાગ્યે જ હાંસલ કર્યા છે. ગોપાલ શેટ્ટી, કિરીટ સોમૈયા, અને મનોજ કોટક જેવા નેતાઓ,ગુજરાતી બહુમતીવાળા મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની પ્રભાવશાળી હાજરી હોવા છતાં તેમની રાજકીય પહોંચ મર્યાદિત રહી છે. કારણ કે ત્યાં પ્રદેશવાદને વાંરવાર હવા અપાતી રહે છે.

01

જ્યારે ગુજરાતની રાજકીય સંસ્કૃતિનું ફોકસ મુખ્યત્વે વિકાસ, વ્યવસાય, અને વ્યવહારિકતા છે. આવા માળખામાં, પ્રાદેશિક ઓળખ ગૌણ બની જાય છે. પછી તે મહારાષ્ટ્ર, રાજસ્થાન, કે ઉત્તર ભારતના લોકો હોય, ગુજરાતે ઐતિહાસિક રીતે તેમને સમાવી લેવાની અને એકીકૃત કરવાની અદ્ભુત ક્ષમતા દર્શાવી છે. ગુજરાતીઓની વૈચારિકતા પણ આનું એક કારણ છે જે કહે છે કે ધંધો હોય કે રાજનીતિ, જન્મસ્થળ કરતા રીઝલ્ટ વધુ મહત્વનું છે.

જેમ જેમ ભારત ખરા અર્થમાં સર્વગ્રાહી લોકશાહી બનવા તરફ આગળ વધે છે, ગુજરાત જેવા રાજ્યો માત્ર આર્થિક મોડેલ જ નહીં, પરંતુ સામાજિક સહઅસ્તિત્વના મોડેલ પણ પૂરા પાડે છે.

Related Posts

Top News

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

‘જ્યાં સુધી મજબૂત કેસ નહીં હોય, કોર્ટ હસ્તક્ષેપ નથી કરતી..’, વક્ફ એક્ટ પર CJIની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ (સંશોધન) અધિનિયમ, 2025ને પડકાર આપતી ઘણી અરજીઓ પર સુનાવણી થઈ. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર....
National 
‘જ્યાં સુધી મજબૂત કેસ નહીં હોય, કોર્ટ હસ્તક્ષેપ નથી કરતી..’, વક્ફ એક્ટ પર CJIની ટિપ્પણી

‘.. તો લાફો મારી દઇશ’ બોલીને સુનિલ શેટ્ટીએ રિજેક્ટ કરી હતી ફિલ્મ ‘બોર્ડર’, પછી કેમ થયા રાજી?

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીના 3 દાયકાના કરિયરમાં જે.પી. દત્તાની ફિલ્મ બોર્ડરનો પર ઊંડો પ્રભાવ છે. આ વૉર ફિલ્મમાં ન માત્ર...
Entertainment 
‘.. તો લાફો મારી દઇશ’ બોલીને સુનિલ શેટ્ટીએ રિજેક્ટ કરી હતી ફિલ્મ ‘બોર્ડર’, પછી કેમ થયા રાજી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.