અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...

(ઉત્કર્ષ પટેલ)

આજના સમયમાં જ્યારે પાટીદાર સમાજને મજબૂત, સંગઠિત અને મૂલ્યો પર આધારિત નેતૃત્વની જરૂર છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી તથા ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનારબેન પટેલને ખોડલધામ ટ્રસ્ટના સંગઠનના અધ્યક્ષ (પ્રમુખ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય ખોડલધામ કન્વીનર મીટ-2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો જેથી આખા સમાજમાં નવી ઉર્જા, આશા અને ઉત્સાહનો સંચાર થયેલો જણાય છે.

03

અનારબેન પટેલનું નામ માત્ર એક પરિવાર સાથે જોડાયેલું નથી પરંતુ તેમની પોતાની સેવાભાવના, મહિલા સશક્તિકરણ પ્રત્યેનું સમર્પણ અને સમાજસેવાના ક્ષેત્રે કરેલા યોગદાનથી પરિચિત છે. ખોડલધામ ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી તરીકે અને મહિલા વિભાગના નેતૃત્વમાં સક્રિય હતાં. હવે સંગઠનની જવાબદારી તેમના ખભે આવી છે એક એવી જવાબદારી જે પાટીદાર સમાજના કરોડો ભક્તો અને અનુયાયીઓમાં નવી ચેતનાનો સંચાર કરશે. 

આ નિમણૂકનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે ગામડે ગામડે પ્રત્યેક પરિવાર સુધી અને શહેરોમાં સોસાયટીમાં રહેલા દરેક પરિવાર સુધી ખોડલધામ સંગઠનની રચના મજબૂત કરવી. અપેક્ષિત છે કે અનારબેનના નેતૃત્વમાં સંગઠનનું લક્ષ્ય માત્ર મંદિર કે ધાર્મિક પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત ન રહે પરંતુ દરેક ઘરમાં મા ખોડલના આશીર્વાદ અને સેવાની ભાવના પહોંચે. ગામડાંઓમાં ગ્રામ્ય કન્વીનર્સ દ્વારા નવી શાખાઓ, યુવા મંડળો અને મહિલા સમિતિઓનું વિસ્તરણ કરીને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે. શહેરી વિસ્તારોમાં સોસાયટી સ્તરે સંગઠનની રચના કરીને યુવાનોને જોડવા, તેમને સેવા, સંસ્કાર અને સમાજસુધારણાના કાર્યમાં સક્રિય કરવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકવાની આશા છે. 

02

આ નિમણૂક માત્ર એક હોદ્દો નથી પરંતુ એક સંદેશો છે બહેન દીકરીઓને આગળ લાવવાનો, યુવાનોને જવાબદારી સોંપવાનો અને પરંપરાગત મૂલ્યોને આધુનિક સમય સાથે જોડવાનો. ખોડલધામ જે માં ખોડલના આશીર્વાદથી લાખો લોકોનું જીવન બદલી રહ્યું છે તેનું નેતૃત્વ હવે એક એવી મહિલાના હાથમાં છે જે સેવા, સમર્પણનું જીવંત ઉદાહરણ છે. તેમની આગેવાની હેઠળ ખોડલધામના પ્રત્યેક ઝોનના કન્વીનર્સ સીધા તેમની સાથે જોડાશે, જેનાથી સંગઠન વધુ સક્રિય, વધુ વ્યાપક અને વધુ અસરકારક બનશે.

અનારબેનની આ નિમણૂક દરેકને પ્રેરણા આપે છે કે જો હૃદયમાં ભક્તિ હોય, મનમાં સેવાભાવ હોય અને કાર્યમાં નિષ્ઠા હોય તો કોઈ પણ ઊંચાઈ અશક્ય નથી. તેમના માતા ના જીવન સંઘર્ષ અને સફળતાના માર્ગે ચાલીને તેઓ પણ પોતાની અલગ ઓળખ બનાવી રહ્યાં છે. આજે જ્યારે સમાજમાં વિભાજન અને અસમાનતાની વાતો થાય છે ત્યારે અનારબેન જેવું નેતૃત્વ એકતા, સશક્તિકરણ અને સેવાનો માર્ગ બતાવે છે. 

અનારબેન પટેલના નેતૃત્વમાં ખોડલધામ વધુ ઊંચાઈઓ સર કરશે, ગામડે-ગામડે અને સોસાયટી-સોસાયટીમાં નવચેતના લાવશે, યુવાધનને એક કરશે અને ગુજરાતના સમાજને નવી દિશા આપશે એવી નવી આશા અને અપેક્ષા જાગી છે ત્યારે આ નિયુક્તિ દરેક ભક્તના હૃદયમાં ઉમળશે અને નવી પેઢીને કહેશે ... "સપનાં જો, મહેનત કર અને સેવાની ભાવના સાથે માના આશીર્વાદ સાથે આગળ વધ!"

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

દિલ્હી પોલીસે રવિવારે પશ્ચિમ બંગાળના એક દંપતીની દિલ્હી યુનિવર્સિટી (DU) ના 49 વર્ષીય મહિલા પ્રોફેસર દેબોસ્મિતા પોલની હત્યાના આરોપમાં...
National 
મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

રાજસ્થાનના ઝુંઝુનુંના ચિડાવા શહેરમાં એક શરમજનક ઘટના બહાર આવી છે, જેણે સમગ્ર બજાર અને સ્થાનિક રહેવાસીઓને હચમચાવી દીધા. આ...
National 
ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

રાજસ્થાનના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમયનો જૂનો મુદ્દો ઉઠાવ્યો છે....
National 
'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

CBSE ની ગેરરીતિને ઉજાગર કરનાર સાર્થકને મળ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે વ્હીસલબ્લોઅર (ગેરરીતિઓ ઉજાગર કરનાર) વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંત અને તેના સાથી નિસર્ગ અધિકારીના ભારોભાર વખાણ કર્યા...
National 
CBSE ની ગેરરીતિને ઉજાગર કરનાર સાર્થકને મળ્યા રાહુલ ગાંધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.