ગુજરાત ભાજપ પ્રદેશ ટીમના સદસ્ય રાજુભાઈ આજે પણ સંગઠન માટે બસમાં પ્રવાસ કરે છે

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિનું હાલમાં પૂર્ણ ગઠન થયું છે અને દરેક સદસ્યને રાજકીય તેમજ સામાજિક પરિસ્થિતિઓની ખૂબ ઝીણવટભરી ચોકસાઈ કરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજુભાઈ પ્રિયદર્શી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રદેશ કારોબારીના સદસ્ય છે. અમદાવાદના મધ્યમવર્ગી પરિવારમાં બાળપણ અને અભ્યાસ થયો. શ્રી રામ જન્મભૂમિ આંદોલનથી પ્રેરિત થઈને વર્ષ ૧૯૯૪થી ૨૦૦૮ સુધી વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકર્તા તરીકે અને પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે સેવા આપી. આ દરમ્યાન તેમણે અનેક યુવા કાર્યકર્તાઓને ધર્મકાર્યમાં જોડ્યા, તેમને ઘડતર આપ્યું અને આજે તે યુવાનો વિવિધ ક્ષેત્રોમાં સમાજસેવા કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના શહેરો, ગામડાઓ અને વનવાસી ક્ષેત્રના છેવાડાના ગામો સુધી ધર્મજાગરણ માટે અનેક પ્રવાસ કર્યા.

03

ધર્મકાર્યના બહોળા અનુભવ પછી એક નાનકડા વિરામ બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે સુરત શહેરમાં ફરી સેવારત થયા. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પક્ષના સંગઠનને મજબૂત કરવા પ્રવાસી કાર્યકર્તા તરીકે જે જવાબદારી સોંપાઈ તે અપેક્ષા કરતાં વધુ સારી રીતે નિભાવી.

સરળ અને સૌમ્ય સ્વભાવના આ વ્યક્તિત્વમાં એક વિશેષ ગુણ છે રાતદિવસ સંગઠન માટે પ્રવાસ કરવાની અને સમયનો સદુપયોગ કરવાની આદત. સંગાથી કાર્યકર્તા હોય કે ન હોય તેઓ હંમેશા સક્રિય રહ્યા. સંગઠનના માનધન અને પ્રવાસ ખર્ચ પર જ જીવન ચલાવ્યું, પરિવારનું વિચાર્યા વિના સેવાના ગુણ માટે જીવન સમર્પિત કર્યું. વર્ષ ૧૯૯૪થી ૨૦૨૬ સુધી આ લેખ વાંચો ત્યારે પણ ગુજરાતની એસ.ટી. નિગમની બસમાં કોઈ સંકોચ વિના હસતા મોઢે સંગઠન માટે પ્રવાસ કરતા રહ્યા છે. પ્રવાસ દરમ્યાન છેવાડાના કાર્યકર્તાને ત્યાં જમવાનું મળે તો ઠીક પરંતુ પહેલા સંગઠને સોંપેલું કામ પૂરું કરવાનો આગ્રહ રાખનારા રહ્યા છે.

02

જીવનના વર્ષો ધર્મ અને પછી ભાજપના સંગઠન માટે નિ:સ્વાર્થ સમર્પિત કરનાર રાજુભાઈ પ્રિયદર્શી હવે ગુજરાત ભાજપ પ્રદેશ ટીમના સદસ્ય બન્યા છે. જ્યાંજ્યાં તેમણે પ્રવાસી કાર્યકર્તા તરીકે કર્યા કર્યું અને સંપર્ક કર્યો છે ત્યાં કાર્યકર્તાઓમાં અનેરી લાગણી અને ઉત્સાહ છે. રાજનીતિમાં કાર્યકર્તાઓની વાલી જેવી કાળજી લેનાર વ્યક્તિત્વ મળે ત્યારે કાર્યકર્તા બમણા ઉત્સાહથી કાર્ય કરે છે. ભાજપમાં કોઈ કાર્યકર્તા નિરાશ થતો નથી; પક્ષ યોગ્ય સમયે દરેકને તક આપે છે એ આ પ્રદેશ ટીમના સદસ્યોથી સ્પષ્ટ થાય છે. રાજુભાઈ જેવા સમર્પિત કાર્યકર્તાઓની ફોજ સાથે ગુજરાત ભાજપ આવનારી ચૂંટણીઓ લડશે અને વિજયપતાકા લહેરાવશે એમાં કોઈ શંકા નથી.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.