- Politics
- RJDના વિરોધથી નારાજ થયા બાબા બાગેશ્વર
RJDના વિરોધથી નારાજ થયા બાબા બાગેશ્વર

પ્રખ્યાત કથાકાર અને બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બુધવારે બિહારના ગોપાલગંજ પહોંચ્યા, જ્યાં તેમના પ્રવચન દરમિયાન તેમણે ફરી એકવાર હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો. ત્યાં કથા દરમિયાન તેમણે કહ્યું કે તેઓ કોઈ રાજકીય પક્ષના પ્રચારક નથી, પરંતુ હિંદુત્વના પ્રચારક છે અને તેમના જીવનની દરેક ક્ષણ હિંદુઓના ઉત્થાન માટે સમર્પિત કરશે.
પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, 'જ્યાં સુધી પ્રાણ રહેશે, ત્યાં સુધી હિંદુઓ માટે જીવીશું અને હિંદુઓ માટે જ મરીશું, હું આ દેશના હિંદુઓને જાગૃત કરવા આવ્યો છું.' તેમણે વધુમાં કહ્યું કે જો મુસ્લિમોને કોઈપણ દેશમાંથી બહાર કાઢવામાં આવે તો દુનિયામાં 65 મુસ્લિમ દેશો છે જે તેમનું સ્વાગત કરશે, પરંતુ જો હિંદુઓને ફિજી, સુરીનામ, પાકિસ્તાન, ભારત, નેપાળ કે મોરેશિયસમાંથી બહાર કાઢવામાં આવશે તો તેમની પાસે જવા માટે કોઈ જગ્યા રહેશે નહીં.
બાબા બાગેશ્વરે બિહારમાં તેમના આગમન પર આરજેડીના વિરોધ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે તેમને બિહાર આવવાથી જેટલા રોકવામાં આવશે તેઓ તેટલી જ વધું કથા કરશે. તેમણે ત્યાં સુધી કહ્યું કે જો તેમને ગોપાલગંજ આવવાથી રોકવામાં આવશે તો તે ત્યાં જ ઘર બનાવીને રહેવા લાગશે.
પોતાના નિવેદનમાં તેમણે ચેતવણીના શબ્દોમાં કહ્યું કે, 'જો તમે અમને રોકશો અને અમે મરી જઈશું તો અમે ફરી બિહારમાં જ જન્મ લઈશું. છેડશો તો અમે તમને છોડીશું નહીં. બાબા બાગેશ્વરના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં હલચલ તેજ થઈ ગઈ છે. તેમના સમર્થકો તેમને હિંદુત્વ જાગૃતિ સાથે જોડી રહ્યા છે, તો ઘણા વિરોધીઓ તેને વિભાજનકારી નિવેદન ગણાવી રહ્યા છે. આ પહેલા પણ બિહારમાં તેમના કાર્યક્રમોને લઈને વિવાદ થયો હતો, પરંતુ દર વખતે તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં કથા સાંભળવા આવે છે.
બિહારમાં ચાલું રહેશે કથાના કાર્યક્રમોઃ બાબા બાગેશ્વર
બાબા બાગેશ્વરે સ્પષ્ટ કર્યું કે તેઓ બિહારમાં તેમની કથાઓ ચાલુ રાખશે અને કોઈપણ વિરોધથી ડરતા નથી. તેમના મતે, હિંદુઓએ તેમની આસ્થાની રક્ષા માટે સંગઠિત અને સજાગ રહેવાની જરૂર છે. તેમના નિવેદન બાદ ફરી એકવાર હિન્દુત્વ અને ધર્મને લઈને બિહારનું રાજકારણ ગરમાયું છે.