- National
- ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ ટીમમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનો પણ સામેલ છે. આ એજ ઓવૈસી છે, જેમને વિપક્ષ સતત ભાજપની B ટીમ કહીને ઘેરે છે, પરંતુ હવે જ્યારે મોદી સરકારે તેમને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા છે, ત્યારે ચર્ચા ફરી ગરમાઈ ગઈ છે.

આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક જૂની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં જોઈ શકાય છે કે હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ અમિત શાહને પૂછી લીધું કે, ‘હું કોની ટીમનો હિસ્સો છું?’ આ સવાલ સાંભળીને લોકસભામાં ઉપસ્થિત બધા હસી પડે છે પછી અમિત શાહ હળવાશથી જવાબ આપતા કહે છે, 'એવું છે, ઓવૈસી જી, હું તો ઈચ્છું છું કે તમે પોતાની ટીમ બનાવો... અરે, તેઓ (વિપક્ષ) પરેશાન છે, એટલે હું કહું છું કે તમે પોતાની ટીમ બનાવો. તમારા મુદ્દા હંમેશાં અલગ રહે છે.’ અમિત શાહે સંસદમાં આ વાત ક્યારે કહી હતી, તેની સ્પષ્ટ તારીખ તો બતાવી નહીં શકાય, પરંતુ આજે ટીમ મોદીમાં ઓવૈસીનું નામ સામેલ થયા બાદ, આ ક્લિપ ફરી એક વખત વાયરલ થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે અમિત શાહે જે કહ્યું તે સાચું પડ્યું છે.
https://www.instagram.com/reel/DJtFLO5oFUC/?utm_source=ig_web_copy_link
ઓવૈસી પહેલગામ આતંકવાદી હુમલા બાદથી જ પાકિસ્તાન વિરુદ્ધ ખૂબ અવાજ ઉઠાવી રહ્યા છે અને સતત તેના પર પ્રહાર કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ દેશોની મુલાકાત લેવા માટે મોકલવામાં આવી રહેલા ઓલ પાર્ટી ડેલિગેશનમાં સામેલ કરવા પર ઓવૈસીએ કહ્યું કે એક સભ્ય તરીકે, આ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે તેમના સંદેશનો સાર હશે. તેની સાથે તેમણે કહ્યું કે, પાકિસ્તાને પાળેલા આતંકવાદીઓના હાથે લાંબા સમયથી નિર્દોષ લોકોની હત્યા બાબતે દુનિયાને બતાવવું પડશે.
તો, AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપની ‘B ટીમ’ કહેવાના આરોપોને ધરમૂળથી નકારી કાઢ્યા છે. ઓવૈસીએ કહ્યું કે ભાજપની સત્તામાં વાપસી મારા કારણે નહીં, પરંતુ વિપક્ષની નિષ્ફળતાને કારણે થઈ છે. જો હું માત્ર 5 સીટો પર ચૂંટણી લડું અને ભાજપની સીટો ઘટીને 240 થઈ જાય, તો પછી મને કેવી રીતે જવાબદાર ઠેરવી શકાય છે?

ઓવૈસીએ કહ્યું કે, હિન્દુ વોટ ભાજપે સમેટ્યા, તેમાં મારી શું ભૂલ? ઓવૈસીએ RSS પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘RSSની મંશા ભારતને ધાર્મિક રાજ્યમાં બદલવાની છે. તેઓ બહુલવાદનો ખતમ કરવા માગે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કોર્ટમાં દાખલ થઈ રહેલા કેસ પાછળ RSS સમર્થકોનો હાથ છે. હવે જ્યારે કેન્દ્ર સરકારે ઓવૈસીને પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા છે, ત્યારે વિપક્ષના આરોપોને નવું બળ મળ્યું છે. જોકે, તેને એક સંસદીય પ્રક્રિયાનો એક ભાગ પણ કહી શકાય છે, જેમાં વિવિધ પાર્ટીઓના સાંસદોને વિદેશ પ્રવાસો પર મોકલવામાં આવે છે. પરંતુ જે પ્રકારે આ ઘટનાક્રમ અમિત શાહની અગાઉની ટિપ્પણીઓ સાથે મેળ ખાય છે, તે નિશ્ચિત રૂપે રાજનીતિક રૂપે રસપ્રદ બની ગયો છે.