‘મોદીનું નામ લેતા પણ ડરે છે..’, પાકિસ્તાની સાંસદે જ શાહબાજ શરીફને કહી દીધો કાયર, જુઓ વીડિયો

ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે, જે હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. ત્યારબાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી. એરસ્ટ્રાઈક બાદ, પાકિસ્તાને 2 વખત ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે અને દરેક વખતે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તેના મંશા પર પાણી ફેરવી દીધું. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય સેનાએ પાકિસ્તાનના બે JF-17 અને એક F-16 ફાઇટર જેટને તોડી પાડ્યા છે.

Missiles
ndtv.com

ગુરુવારે રાત્રે, પાકિસ્તાને સરહદ નજીક ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાનો બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આ જવાબી કાર્યવાહીમાં, પાકિસ્તાનના લાહોર, કરાચી અને રાવલપિંડીમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે અને પાકિસ્તાનને ખૂબ નુકસાન થયું છે. હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પોતાના જ દેશમાં ઘેરાતા નજરે પડી રહ્યા છે.

પાકિસ્તાની સાંસદ શાહીદ અહમદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પાકિસ્તાન સરકાર અને શાહબાઝ શરીફને આડેહાથ લઈ રહ્યા છે. વીડિયોમાં શાહીદ અહમદ વડાપ્રધાન શાહબાઝને કાયર કહી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, આપણા વડાપ્રધાન એટલા કાયર છે કે તેઓ નરેન્દ્ર મોદીનું નામ પણ લઈ શકતા નથી. કોઈ દેશના નેતા કાયર હોય તો ત્યાંની સેના ક્યારેય યુદ્ધ જીતી શકતી નથી.

Missiles
ndtv.com

ભાજપના નેતા અમિત માલવિયાએ પણ આ વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે,'જ્યારે કોઈ પાકિસ્તાની સાંસદ પોતાના વડાપ્રધાનને કાયર કહે છે અને સ્વીકાર કરે છે કે તેઓ મોદીનું નામ લેતા ડરે છે, તો તે પોતાની જાતમાં જ બધી કહાની રજૂ કરે છે. તેમની સેનાનું મનોબળ તૂટી ચૂક્યું છે અને સરકાર દિશાહીન છે. ભારતના નિર્ણાયક વલણથી પાકિસ્તાનની નાકમાં દમ કરી દીધો છે.

Blackout2
facebook.com

તમને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે પાકિસ્તાને ડ્રોન અને ફાઇટર જેટ દ્વારા ભારતના ઘણા વિસ્તારોમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પહેલાથી જ સતર્ક ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને ન માત્ર દરેક નિષ્ફળ કરી દીધા, પરંતુ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની શહેરોમાં ડ્રોન એટેક કરી દીધો. આ હુમલાઓમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. ભારતીય સેનાએ લાહોરમાં ડ્રોન હુમલો કરીને પાકિસ્તાનની આખી એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દીધી છે.

About The Author

Top News

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે....
Politics 
મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.