વિસાવદરમાં ભાજપની પેજ પ્રમુખ ફોર્મુલા હવાઇ ગઇ, કડીમાં શું થયું?

ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર 19 જૂને થયેલા મતદાનના 23 જૂને પરિણામ આવી ગયા અને આમ આદમ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જંગી જીત થઇ અને કડીમાં ભાજપે જીતે મેળવી.

વિસાવદરની ચૂંટણીમાં ગોપાલને 75906 મત મળ્યા, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58325 અને કોંગ્રેસના નીતિન રાણપરીયાને 5491 મત મળ્યા.ઇટાલિયાની 17554 મતથી જીત થઇ. ભાજપ ગુજરાતમાં પેજ પ્રમુખની ફોર્મુલાથી ચૂંટણી જીતતું આવ્યું છે, પરંતુ વિસાવદરની પેટા ચૂંટણીમાં આ ફોર્મુલા હવાઇ ગઇ એવું લાગે છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ વિસાવદરમાં ઉતર્યા હતા, પરંતુ ચૂંટણીમાં જીત અપાવી શક્યા નહીં. ભાજપે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડીયાને પ્રભારી બનાવેલા અને રાદડીયાનું ખેડુત સમાજમાં સારું વર્ચસ્વ છે.

About The Author

Top News

ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ તાજેતરના ઇમિગ્રેશન નિર્દેશ અંગે ફેલાયેલી ચિંતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. વિભાગે...
National 
ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

દિલ્હી પોલીસે રવિવારે પશ્ચિમ બંગાળના એક દંપતીની દિલ્હી યુનિવર્સિટી (DU) ના 49 વર્ષીય મહિલા પ્રોફેસર દેબોસ્મિતા પોલની હત્યાના આરોપમાં...
National 
મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

રાજસ્થાનના ઝુંઝુનુંના ચિડાવા શહેરમાં એક શરમજનક ઘટના બહાર આવી છે, જેણે સમગ્ર બજાર અને સ્થાનિક રહેવાસીઓને હચમચાવી દીધા. આ...
National 
ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

રાજસ્થાનના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમયનો જૂનો મુદ્દો ઉઠાવ્યો છે....
National 
'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.