કોંગ્રેસે બદલી દીધા PM પદના દાવેદાર? રાહુલ ગાંધી નહીં હવે આ નેતા ચહેરો! સાંસદનું નિવેદન

બાંગ્લાદેશમાં એક હિન્દુ દીપુ ચંદ્ર દાસને કથિત ઇશ્કનિંદાના આરોપમાં ટોળાએ મારી મારીને કાસળ કાઢી નાખ્યું હતું. આ મુદ્દા પર દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને રાજકીય પરિસ્થિતિ પણ ગરમાઈ ગઈ છે. કેન્દ્રની સત્તા પર રહેલ NDAની આગેવાની કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિપક્ષ કોંગ્રેસ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે.

imran-masood1
moneycontrol.com

ભાજપનો આરોપ છે કે પ્રિયંકા ગાંધી ફક્ત ગાઝા પર જ બોલે છે અને બાંગ્લાદેશમાં હિન્દુઓની દુર્દશાને અવગણે છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે હવે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે કહ્યું કે ગઈ વખતે પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશની અંદર શું થઈ રહ્યું છે તેના પર સૌથી વધુ બોલવાની વાત પ્રિયંકા ગાંધીએ કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, ‘પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન બનાવો અને પછી જુઓ તેઓ ઇન્દિરા ગાંધીની જેમ કેવી રીતે જવાબ આપે છે. ઇમરાન મસૂદે કહ્યું કે ઇન્દિરા ગાંધી પાકિસ્તાનના 2 ટુકડા કરીને આવ્યા હતા ને? એવી જ રીતે પ્રિયંકા ગાંધી પણ જવાબ આપશે. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી એવો ઈલાજ કરશે કે બાંગ્લાદેશ ભારત વિરોધી અડ્ડો નહીં બની શકે.

જો પ્રિયંકા ગાંધી વડાપ્રધાન બની ગયા, તો રાહુલ ગાંધી શું કરશે? આ સવાલ પર કોંગ્રેસનાં સાંસદ ઈમરાન મસૂદનો ટોન બદલાઈ ગયો, તેમણે જવાબ આપ્યો કે, ‘રાહુલ ગાંધી પણ એ જ કરશે. મસૂદે કહ્યું કે, ‘તેઓ ઇન્દિરા ગાંધીના પૌત્ર-પૌત્રી છે. તેઓ (રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી) એક ચહેરા ઉપર બે આંખો છે. તેમને અલગ-અલગ ન જોવા જોઈએ.

rahul-gandhi2
thelallantop.com

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અમારા નેતા છે, તેઓ પ્રિયંકા ગાંધીના પણ નેતા છે. ઇમરાન મસૂદે એ પણ સ્પષ્ટ કર્યું કે કોણ શું રહેશે. તે પાર્ટી નક્કી કરશે. હું તો એક નાનકડો સિપાહી છું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે તેઓ આસામ અને બંગાળ જાય છે ત્યારે ચૂંટણીની વાત કરે છે. પોતાનો એજન્ડા આગળ વધારવાનો પ્રયાસ કરે છે.

ઇમરાન મસૂદે કહ્યું કે, બાંગ્લાદેશથી જ્યારે હિન્દુ ભાગીને આવે છે, ત્યારે આપણી સરહદો બંધ થઈ જાય છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ભારત વિરોધી અડ્ડો બનતો જઇ રહ્યો છે. આ ખૂબ જ દુઃખદ છે. ઇમરાન મસૂદે કહ્યું કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને બધા જાણે છે. જ્યારે તેઓ સત્તા સંભાળશે, ત્યારે આખી દુનિયા જોશે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.