ભાજપનો ચૂંટણી પ્રચાર જોવા 7 દેશના રાજદ્વારી બિહારમાં, આરામાં નજીકથી જોઈ PM મોદીની રેલી

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. બધા પક્ષો ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન જાપાન, ઇન્ડોનેશિયા, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ભૂતાન અને દક્ષિણ આફ્રિકાના રાજદ્વારી પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિમંડળ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રચારની પ્રત્યક્ષ સમજ મેળવવા માટે બિહારની 2 દિવસની મુલાકાતે છે. ભારતમાં આ પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી આપી હતી અને પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

PM-Modi.jpg-3
scmp.com

ભાજપના વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલેએ જણાવ્યું હતું કે, ‘પ્રતિનિધિમંડળે આરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર રેલીમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની વ્યાપક ભાગીદારી અને ઉર્જા જોઈ. રવિવારથી શરૂ થયેલી તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન, રાજદ્વારીઓએ ભાજપના વરિષ્ઠ નેતાઓ રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન અને વિનોદ તાવડે સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી.

જમીની સ્તર પર ડોર-ટુ-ડોર પ્રચાર ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે, ‘બાદમાં, તેમણે પટનામાં ભાજપ રાજ્ય મુખ્યાલયની મુલાકાત લીધી અને પાર્ટીના સંગઠન, સંચાર રણનીતિ અને ચૂંટણી વ્યવસ્થાપન પ્રણાલીને સમજવા માટે વરિષ્ઠ રાજ્ય નેતાઓ સાથે વાતચીત કરી હતી.

PM-Modi.jpg-2
indiatvnews.com

ઉલ્લેખનીય છે કે, બિહારમાં ચૂંટણીઓ 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે, જેની મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે. પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 122 બેઠકો પર મતદાન થશે.

About The Author

Related Posts

Top News

માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

ચીની વૈજ્ઞાનિકો દ્રાક્ષના બીજમાંથી મેળવેલી PCC1 નામની દવા પર કામ કરી રહ્યા છે, જે ઉંદરોના આયુષ્યને 150 વર્ષ સુધી...
Science 
માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.