- Politics
- રાહુલ ગાંધી માટે કેજરીવાલ અચાનક દુશ્મન કેમ બની ગયા?
રાહુલ ગાંધી માટે કેજરીવાલ અચાનક દુશ્મન કેમ બની ગયા?

છેલ્લાં કેટલાંક સમયથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મિત્ર હતા અને લોકસભા 2024માં સાથે મળીને ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ અચાનક હવે રાહુલ ગાંધી માટે કેજરીવાલ દુશ્મન બની ગયા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બદલે રાહુલ અત્યારે કેજરીવાલ પર પ્રહાર કરી રહ્યા છે.
દિલ્હીની એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કેજરીવાલ પ્રધાનમંત્રી મોદી કરતા પણ વધારે જુઠું બોલે છે. PM મોદી કરતા પણ વધારે ચાલાક છે. કેજરીવાલ દુશ્મન બનવા પાછળના કારણો એ છે કે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ કેજરીવાલને ખુલ્લું સમર્થન આપ્યું છે. મમતા, અખિલેશ, ઉદ્ધવ ઠાકરેએ કેજરીવાલને ટેકો આપ્યો છે એ વાત કોંગ્રેસને ગમી નથી. બીજુ કે તાજેતરમાં AAPના એક પોષ્ટરમાં રાહુલને ભષ્ટ્રાચારીઓની યાદીમાં બતાવાયા હતા. ત્રીજું કારણ એ છે કે કોંગ્રેસને એ વાત સમજ પડી ગઇ છે કે ભાજપને પાડવા કરતા AAP અને સમાજવાદી પાર્ટીને તોડવી જરૂરી છે.