- Politics
- ચૂંટણીમાં મળેલી હાર બાદ PKની પહેલી પ્રતિક્રિયા આવી સામે
ચૂંટણીમાં મળેલી હાર બાદ PKની પહેલી પ્રતિક્રિયા આવી સામે
બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જન સૂરાજના વડા પ્રશાંત કિશોરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને હારની જવાબદારી સ્વીકારી. સાથે તેમણે એમ પણ માન્યું કે બિહારમાં વ્યવસ્થા બદલવાના તેમના પ્રયાસો બિલકુલ સફળતા ન મળી. પરંતુ અમારા પ્રયાસો ચાલુ રહેશે.
જન સૂરાજના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘અમે ઈમાનદાર પ્રયાસ કર્યા અને તેમાં બિલકુલ સફળતા ન મળી. તેને સ્વીકારવામાં કોઈ ખરાબી નથી. વ્યવસ્થા પરિવર્તનની વાત છોડો, અમે સત્તા પરિવર્તન પણ ન કરાવી શક્યા. પરંતુ બિહારના રાજકારણને બદલવામાં અમારી જરૂર ભૂમિકા રહી. અમારા પ્રયત્નોમાં, અમારા વિચારમાં અને અમારી સમજાવટમાં ખામી રહી હશે, જેના કારણે જનતાએ અમને ન ચૂંટ્યા.
https://twitter.com/AHindinews/status/1990670043492061492?s=20
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોનો સ્વીકાર કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘જો જનતાએ અમારા પર વિશ્વાસ ન કર્યો હોય, તો સંપૂર્ણ જવાબદારી મારી છે. હું આ જવાબદારી 100% પોતાના ઉપર લઉં છુ કે અમે જે પ્રયાસો માટે જોડાયા હતા તેમાં જનતાનો વિશ્વાસ ન જીતી શક્યા. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારા લોકોથી ભૂલ થઈ છે... જે લોકોએ જન સૂરાજ સાથે જોડાઈને એક સપનું જોયું હતું, આશાનું કિરણ જાગ્યું હતું, એ બધાની આઓ પર, સપનાઓ પર ખરા ઉતરવાનો જે દોષ છે તે મારો છે, એટલે હું નમ્રતાપૂર્વક માફી માગુ છું. હું તે વ્યવસ્થા બનાવવામાં નિષ્ફળ રહ્યો છું.’
ઉલ્લેખનીય છે કે, 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રશાંત કિશોર રાજ્યના રાજકારણમાં મોટો પરિવર્તન લાવવાનો દાવો કરી રહ્યા હતા. જ્યારે પરિણામો આવ્યા ત્યારે પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. જન સૂરાજ પાર્ટીએ 243 બેઠકોમાંથી 238 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા,જેમાંથી 236 બેઠકો પર ઉમેદવારોની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ ગઈ.

