- Ramzan 2018
- ડાયાબિટીસના દર્દીઓએ રમઝાનમાં ધ્યાનમાં રાખવા જેવી મહત્ત્વની બાબતો
ડાયાબિટીસના દર્દીઓએ રમઝાનમાં ધ્યાનમાં રાખવા જેવી મહત્ત્વની બાબતો
આખા રમઝાન મહિના દરમિયાન ઈસ્લામના સિદ્ધાંતો પર મન લગાડવું અને સૂર્યોદયથી સૂર્યાસ્તુ સુધી ઉપવાસ કરવાનો હોય છે. સૂર્ય ઊગતા પહેલાના ખોરાકને સુહૂર અને સૂર્યાસ્ત બાદના ખોરાકના ઇફ્તાર કહેવામાં આવે છે. કુરાન પ્રમાણે, રોઝા દ્વારા દુનિયાની ચીજોથી મનને દૂર રાખી પોતાના આત્માને શુદ્ધ કરવા માટે નુકસાનકારક અશુદ્ધિઓથી મુક્ત થવું એ છે.
રમઝાનના દિવસોમાં સવારે સહરી પહેલા ખોરાક ખાવામાં આવે છે, ત્યારબાદ આખો દિવસ ભૂખ્યા રહીને રબની ઈબાદત કરવાની હોય છે. ત્યારબાદ ફરી સાંજે અજાન બાદ ઇફ્તાર કરવામાં આવે છે. તે વચ્ચેના સમયમાં કોઈ ખોરાક-પાણી લેવામાં આવતું નથી. પરંતુ ડાયાબિટીઝના દર્દીઓ માટે તે થોડું મુશ્કેલ હોય છે. કારણકે તેઓ માટે આખો દિવસ ભૂખ્યા રહેવું મુશ્કેલ હોય છે. પરંતુ કેટલીક વાતોને ધ્યાન રાખીને આપ પણ રોઝા રાખી શકો છો અને આ પવિત્ર મહિનામાં પોતાને શુદ્ધ કરી શકો છો.
હાર્ટ કેર ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ ડૉ. કે.કે.અગ્રવાલે જણાવે છે કે, આખો મહિનો ઉપવાસ કરવો એ આપણા શરીરની પ્રકૃતિ અને શુદ્ધિકરણ અને તન-મનને સંતુલિત કરવા માટેની એક શ્રેષ્ઠ રીત છે. પરંતુ જો આપને સ્વાસ્થ્ય અંગેની કોઈ તકલીફ હોય તો આપના ડૉક્ટરની સલાહ લઈને રોઝો રાખવો. કારણકે સ્વસ્થ રહીને જ રબની ઈબાદત દિલથી કરી શકાય છે. ડાયાબિટીઝના દર્દી પણ પોતાની હેલ્થને લઈને થોડી સાવચેતી રાખે અને નીચે દર્શાવેલી બાબતોને ધ્યાનમાં રાખે.
મેડીકલ બાબતોને આધારે કેટલીક જરૂરી ટિપ્સ
જો કોઈને ટાઈમ-1 ડાયાબિટીઝ છે તેઓએ બિલકુલ ભુખ્યા રહેવું જોઈએ નહીં. કારણકે, તેઓને હાઈપ્લોગેસીમિયા એટલે કે બ્લડ શૂગર થવાનું જોખમ રહે છે. સામાન્ય રીતે મળી આવતા ટાઈપ-2 ડાયાબિટીઝવાળા લોકો રોઝો રાખી શકે છે, પરંતુ તેઓએ નીચે દર્શાવેલી વાતોને ધ્યાનમાં રાખવાની રહેશે. કે જેથી તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
- સલ્ફોનાઇલ્યોરિયસ અને ક્લોરપ્રોમ્પાઇડ જેવી દવાઓ રોઝાના સમયમાં નહીં લોવી જોઈએ. કારણકે લાંબા સમય માટે લો બ્લડ સૂગર થવાની શક્યતા રહેલી છે.
- મેટફોરમિન, પ્યોગ્લિટાજોન, રિપેગ્લિનાયડ રોઝાના સમયમાં લઈ શકાય છે.
- લાંબા સમયથી ઈન્સ્યુલિનની દવાને જરૂર પ્રમાણે લેવી જોઈએ, અને સાંજે જમ્યા પહેલા લેવી જોઈએ.
- ટુંકા સમયગાળાની ઈન્સ્યુલિન સુરક્ષિત હોય છે.
- જો દર્દીને સૂગર 70થી પણ ઓછું થઈ જાય અથવા 300 સુધી પહોંચી જાય તો તરત રોઝા ખોલી નાંખવા જોઈએ.
- ડાયાબિટિઝના બધા દર્દીઓ રમઝાન દરમિયાન રોઝા રાખવા જઈ રહ્યા છે તેઓએ શરૂઆતમાં જ પોતાનું ચેકઅપ કરાવી લેવું જોઈએ.
આખા મહિનામાં વચ્ચે-વચ્ચે નિયમિત રીતે તપાસ કરાવતા રહેવું જોઈએ. આમ કરવાની તેઓને જરૂરી સાવધાની રાખવાની સલાહ મળશે ઉપરાંત પોતાની દિનચર્યામાં આવેલા બદલાવને ગોઠવવામાં આસાની રહેશે. જેથી તેઓના સ્વાસ્થ્ય પર કોઈ અસર થાય નહીં. તેઓ હેલ્ધી અને સ્વસ્થ રહીને રોઝા રાખી શકે અને આ પવિત્ર મહિનાનો એક હિસ્સો બની શકે.

