- Russia-Ukraine Conflict
- નવા વર્ષના સેલિબ્રેશનમાં પુતિને ગણાવી રશિયાની મજબૂરી.. યુક્રેનમાં સેના મોકલવા..
નવા વર્ષના સેલિબ્રેશનમાં પુતિને ગણાવી રશિયાની મજબૂરી.. યુક્રેનમાં સેના મોકલવા..
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના નામે પોતાના નવા વર્ષના સંબોધનમાં પશ્ચિમ દેશો પર આક્રમક વલણ અપનાવવા અને મોસ્કોને ઓછું આંકવા માટે યુક્રેનમાં સંઘર્ષનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. પુતિને પોતાના સૈનિકો સાથે એક સૈન્ય મુખ્યાલયથી વીડિયો સંબોધિત કર્યો, જેને શનિવારે સરકારી ટી.વી. પર પ્રસારિત કરવામાં આવ્યો. તે પહેલા ક્રેમલીનને સંબોધન કરતા રહ્યા. પુતિને કહ્યું કે, આ વર્ષ મુશ્કેલ, આવશ્યક નિર્ણયો, રશિયાની સંપૂર્ણ સંપ્રભુતા હાંસલ કરવા અને આપણાં સમાજના શક્તિશાળી એકીકરણ તરફ સૌથી મહત્ત્વપૂર્ણ પગલાંઓવાળું રહ્યું.

તેમણે ફરી પોતાની એક દલીલનું પુનરાવર્તન કર્યું કે, મોસ્કો પાસે રશિયાની સુરક્ષા પર જોખમના કારણે યુક્રેનમાં સેના મોકલવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. પુતિને કહ્યું કે, પશ્ચિમી દેશો શાંતિ બાબતે ખોટું બોલ્યા, પરંતુ તે આક્રમણની તૈયારી કરી રહ્યા હતા અને આજે તેઓ ખૂલીને એ સ્વીકારે છે, હવે શરમ રહી નથી. તેઓ રશિયાને નબળું કરવા અને વહેચવા માટે યુક્રેનના નિંદનીય ઢંગથી ઉપયોગ કરવા દેશે પણ નહીં. રશિયાએ આ યુદ્ધને એમ કહેતા ઉચિત ઠેરવ્યું કે યુક્રેને પૂર્વી ડોનાબસ ક્ષેત્રમાં રશિયન સમર્થકો પર અત્યાચાર કર્યો.
જો કે, યુક્રેન અને પશ્ચિમી દેશ આ આરોપોને ખોટા ગણાવે છે. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, વર્ષો સુધી પશ્ચિમી અભિજાત વર્ગે ડોનબાસમાં સૌથી મુશ્કેલ સંઘર્ષનું સમાધાન સહિત તેમના શાંતિપૂર્ણ ઇરાદાઓને લઇને આપણને પાખંડી રીતે આશ્વાસન આપ્યું. પશ્ચિમી દેશોએ યુક્રેન પર યુદ્ધ છેડ્યા બાદ રશિયા વિરુદ્ધ વ્યાપક પ્રતિબંધ લગાવ્યા. આ સંદર્ભમાં પુતિને કહ્યું કે, આ વર્ષે આપણા પર અસલી પ્રતિબંધ યુદ્ધ જાહેર કરવામાં આવ્યું. એ લોકોએ આપણાં ઉદ્યોગ, નાણાકીય અને પરિવહનને પૂરી રીતે બરબાદ કરવાના આશયથી એ શરૂ કર્યું હતું. એમ થયું નહીં કેમ કે એક સાથે મળીને આપણે સુરક્ષાની વિશ્વસનીય સીમા બનાવી.

રશિયન રાષ્ટ્રપતિએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલા પોતાના સંદેશોમાં ક્રિસમસ અને નવા વર્ષની શુભેછાઓ મોકલી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાના શુભેચ્છા સંદેશોમાં ભાર આપીને કહ્યું કે, વર્ષ 2022માં રશિયા અને ભારતે રાજનૈતિક સંબંધોની 75મી વર્ષગાંઠ મનાવી અને મિત્રતા અને અરસપરસ સન્માનની સકારાત્મક પરંપરાઓ પર ભરોસો કાયમ રાખ્યો. ભારતમાં રશિયન દૂતાવાસ મુજબ પુતિને કહ્યું કે, બંને દેશ પોતાની વિશેષ રણનૈતિક ભાગીદારી આગળ વધારવાનું ચાલુ રાખશે.

