ટાટા ગ્રુપના તનૈરાએ તેના ફેસ્ટિવ કલેક્શન Miaraને સુરતમાં લોન્ચ કર્યું

 સુરત-સુરતના ઘોડરોડ રોડ પર છેલ્લાં 2 વર્ષથી ચાલી રહેતા ટાટા ગ્રુપના તનૈરા શો-રૂમમાં ફેસ્ટિવ કલેકશન શરૂ થયું છે. કંપનીના સિનિયર માર્કેટીંગ મેનેજર આનંદ શ્રીનિવાસને કલેકશન વિશે માહિતી આપી હતી.

 ટાટા ગ્રુપની વિમેન્સ એથનિક વેર બ્રાન્ડ તનૈરાએ તેના ફેસ્ટિવ કલેક્શન Miara: Crafted by Hand, Rooted in Purity લોન્ચ કર્યું છે. આજના સમયની મહિલાઓ માટે હસ્તકલા દ્વારા બનાવાયેલી રેન્જ પરંપરાગત હસ્તકલા સાથે સમકાલિન ડિઝાઇનનું મિશ્રણ કરે છે જે બધાથી અલગ તરી આવે તેવી એક અનોખી ડિઝાઇન લેંગ્વેજ લાવે છે. વિવિધ વણાટ પરંપરામાં વિવિધ સિલ્ક અને કોટન રજૂ કરતી Miara દરેક ઉજવણીની ક્ષણોમાં વધારો કરવા માટે બનાવવામાં આવી છે, ચાહે તે વ્યક્તિગત આનંદ કે પછી પ્રિયજનોને ભેટ આપવા માટે પસંદ કરવામાં આવે

ઉજવણીની ભાવનામાં વધારો કરતા તનૈરાનું લેટેસ્ટ કેમ્પેઇન ‘The Gift of Pure Love’ તહેવારોની સિઝન દરમિયાન સાડીની પ્રેમના એક શાશ્વત પ્રતીક તરીકે ઉજવણી કરે છે. કેમ્પેઇન ભેટસોગાદો આપવાના આનંદ પર બ્રાન્ડનો દ્રષ્ટિકોણ છે જે આપણને યાદ અપાવે છે કે તનૈરા સાડીની ભેટ આપવી તે ભાવનાના જેવી દુર્લભ અને અમૂલ્ય વસ્તુ સાથે પ્રેમનું સન્માન કરવાની બાબત છે. અંતે તો શુદ્ધતા પ્રેમનો સૌથી સાચો માપદંડ છે. કારણ કે સાચો પ્રેમ માત્ર જોવામાં નથી આવતો, તેની અનુભૂતિ થતી હોય છે

દરેક ખરીદીને વધુ યાદગાર બનાવવા માટે બ્રાન્ડે ગિફ્ટ વાઉચર્સ અને સોનાના સિક્કા સાથે વિશેષ તહેવારોની ઓફર્સ રજૂ કરી છે. રૂ. 10,000ની દરેક ખરીદી માટે ગ્રાહકોને રૂ. 1,000નું વાઉચર મળશે જેને તેમની પછીની ખરીદી પર રીડિમ કરી શકાય છે, જ્યારે રૂ. 50,000 કે તેનાથી વધુની ખરીદી કરવા પર 0.2 ગ્રામનો તનિષ્કનો સોનાનો સિક્કો મળશે. મર્યાદિત સમય માટેની ઓફર 20 ઓક્ટોબર, 2025 સુધી માન્ય રહેશે. ભેટ આપવાની ક્ષણોથી આગળ વધતા તનૈરાએ ગ્રાહકો સમય જતા તેમના સ્વપ્નો સાકાર કરી શકે તે માટે મદદરૂપ થવા તેનો ગોલ્ડન કોકૂન પરચેઝ પ્લાન પણ રજૂ કર્યો છે.

 

લોન્ચ અંગે તનૈરાના સીઈઓ આનંદ શ્રીનિવાસ, સિનિયર માર્કેટિંગ મેનેજર હતું કે સિઝનમાં, અમે Miara ને વર્સેટાઇલ ડ્રેપ્સમાં વ્યક્ત થતી કલ્પના અને વારસાના પ્રતિબિંબ તરીકે રજૂ કરીએ છીએ. તનૈરા ખાતે, અમે માનીએ છીએ કે સાડી ફક્ત પહેરવામાં આવતી નથી, તેની અનુભૂતિ થાય છે. તે ઉજવણીઓને પર્સનલ સ્ટેટમેન્ટ્સમાં અને ભેટસોગાદોને શુદ્ધ પ્રેમના હાવભાવમાં પરિવર્તિત કરે છે - એક એવી ભાવના જેને અમે અમારા ફેસ્ટિવ કેમ્પેઇન The Gift of Pure Love દ્વારા જીવંત કરી છે. અમારી વિશિષ્ટ ઓફર્સ અને ગોલ્ડન કોકૂન પ્લાન સાથે, અમે સિઝનમાં ગ્રાહકો માટે તનૈરા સાડીઓને સૌથી અર્થપૂર્ણ પસંદગી બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. બજારની મજબૂત ભાવના સાથે, અમે ઉત્સવના સમયગાળા દરમિયાન ઉચ્ચ ડબલ ડિજિટલ વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.”

Miara સાથે તમારા તહેવારોને ખાસ બનાવો જેની કિંમત રૂ. 6,499થી શરૂ થાય છે. તેને ભેટસોગાદ તરીકે આપવા અથવા ખજાના તરીકે સાચવી રાખવા માટે બનાવવામાં આવી છે. સુરતમાં ઓફ ઘોડદોડ રોડ ખાતે કાકડિયા કોમ્પ્લેક્સ સ્થિત તનૈરા શોરૂમમાં હાથથી વણેલી સાડીઓનો અનુભવ કરવાની અને ખરીદવા માટેના નવી રીતો પણ ઉપલબ્ધ છે.

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.