1.36 લાખ કરોડની સંપત્તિના માલિક લગાવશે RCBની ટીમ પર બોલી

પ્રખ્યાત ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ખરીદી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEORCBમાં સ્પષ્ટપણે પોતાનો રસ દાખવ્યો છે. IPL 2025 બાદ RCBના વેચાણ અંગે અટકળો ચાલી રહી છે. હવે, અદાર પૂનાવાલાની સોશિયલ મીડિયા પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ‘IPLની સૌથી ચર્ચિત ટીમ વેંચાવા જઇ રહી છે.’ RCBએ વર્ષ 2025માં પહેલી વખત IPLની ટ્રોફી જીતી હતી. તેના થોડા દિવસો બાદ, સમાચાર આવ્યા કે RCB ટૂંક સમયમાં વેચાઈ શકે છે. હાલના સમયમાં ફ્રેન્ચાઇઝીની માલિકી દારૂ કંપની ડિયાજિયો પાસે છે.

Adar Poonawalla
cyruspoonawallagroup.com

શું અદાર પૂનાવાલા RCB ખરીદશે?

અદાર પૂનાવાલા RCBના માલિક બનવા માંગે છે. તેઓ આ અગાઉ પણ RCB ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. 22 જાન્યુઆરીએ, તેમણે તેના માટે પોતાના ઇરાદા પણ વ્યક્ત કર્યા હતા. પૂનાવાલાએ X પર લખ્યું કે, ‘આગામી થોડા મહિનામાં હું IPLની સૌથી મજબૂત ટીમોમાંથી એક RCB માટે એક મજબૂત અને પ્રતિસ્પર્ધી બોલી લગાવવાનો છું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17 વર્ષની લાંબી રાહ જોયા બાદ, 2025માં પહેલી વાર IPLની ટ્રોફી જીતી હતી. ત્યારબાદ, ફ્રેન્ચાઇઝ માલિકોએ તેને વેચવાનો નિર્ણય લીધો. ડિયાજિયો ટીમની મજબૂત ફેન ફોલોઇંગનો લાભ લેવા માંગે છે. RCBની પુરુષ અને મહિલા ટીમોએ ટ્રોફી જીત્યા બાદ, તેની ફેન ફોલોઇંગમાં જોરદાર વધારો થયો છે. ત્યારબાદ જ, ડિયાજિયો RCBમાં પોતાનો હિસ્સો વેચવાનો પ્રયાસ કરી રહી છે.

અહેવાલો અનુસાર, ડિયાજિયો 31 માર્ચ, 2026 સુધીમાં વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને મોકલેલા પત્રમાં કંપનીએ જણાવ્યું હતું કે, તે રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (RCSPL)માં પોતાના રોકાણની સ્ટ્રેટેજીક સમીક્ષા કરી રહી છે. આ સમીક્ષા 31 માર્ચ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. RCSPL, યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની છે, જે ડિયાજિયોની સહાયક યુનિટ છે.

RCB
BCCI

IPL ટુર્નામેન્ટ 2008માં શરૂ થઈ હતી. ત્યારે, RCB બીજી સૌથી મોંઘી ટીમ હતી. તેને 111.6 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવી હતી. ખેલાડીઓની વાત કરવામાં આવે તો, વિરાટ કોહલી ટીમનો સૌથી મોટો ચહેરો રહ્યો છે. તે RCB સાથે તેની પહેલી સીઝનથી જ જોડાયેલો છે.

તેણે લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. RCBમાં રહેતા વિરાટે ઘણા IPL રેકોર્ડ બનાવ્યા છે. તે IPLમાં સૌથી વધુ રન અને સદી ફટકારનારો ખેલાડી છે. ટીમ અને ખેલાડીનો સંબંધ કંઈક એવો થઈ ચૂક્યો છે કે RCBનો અર્થ વિરાટ કોહલી થઈ ગયો છે. કિંગ કોહલી ઘણી વખત કહી ચૂક્યો છે કે જ્યાં સુધી તે IPLમાં રહેશે ત્યાં સુધી તે માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે જ રમશે.

About The Author

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.