- Sports
- ભારત સામે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમની જાહેરાત, આ વિસ્ફોટક બેટ્સમેનને મળી જગ્યા
ભારત સામે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમની જાહેરાત, આ વિસ્ફોટક બેટ્સમેનને મળી જગ્યા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતા મહિને શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે યજમાનોએ ટીમની જાહેરાત કરી છે. સોમવારે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયાના થોડા કલાકો બાદ ભારત સામે રમવાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં માત્ર સેમ બિલિંગ્સની જ વાપસી થઈ છે, બાકીની ટીમ, જેને ન્યુઝીલેન્ડ સામે તક આપવામાં આવી હતી તેને યથાવત રાખી છે.
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે છેલ્લા પ્રવાસ પર કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે. તે વખતે કોરોના મહામારીના જોખમને જોતા 5 મેચોની સીરિઝની છેલ્લી મેચ સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ બંને ક્રિકેટ બોર્ડ પરસ્પર સહમતિથી આ સીરિઝ પછીથી કરાવવા અંગે રાજી થયા હતા. 1 જુલાઈથી 4 જુલાઈ સુધી આ મેચ બર્મિંગહામમાં યોજાવાની છે. હાલમાં ભારત આ શ્રેણીમાં 2-1થી આગળ છે.
One addition for the fifth Test against @BCCI as @sambillings joins the squad! ????????#ENGvIND
— England Cricket (@englandcricket) June 27, 2022
ઘરઆંગણે રમતી ઇંગ્લેન્ડની ટીમે સોમવારે જ ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કર્યું હતું. 3 મેચની શ્રેણી 3-0થી જીત્યા બાદ ટીમ ઉત્સાહમાં છે. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી આ ટીમમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. સેમ બિલિંગ્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડ ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેરસ્ટો, સેમ બિલિંગ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ફોક્સ, જેક લીચ, એલેક્સ લીસ, ક્રેગ ઓવરટોન, જેમી ઓવરટોન, ઓલી પોપ, જો રૂટ.
ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને મયંક અગ્રવાલ.

અહીં તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા ભલે કોરોના સંક્રમણને કારણે આઈસોલેશનમાં હોય, પરંતુ ટીમ મેનેજમેન્ટ, પસંદગીકારો અને BCCI સ્ટેન્ડ-ઈન કેપ્ટનની જાહેરાત કરવાની કોઈ ઉતાવળમાં નથી. હાલમાં સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. રોહિત કેપ્ટનની સાથે ઓપનર બેટ્સમેન પણ છે અને મળતી માહિતી મુજબ, કોઈ ખેલાડીને ઈંગ્લેન્ડ મોકલવાની જરૂર છે કે કેમ તે અંગે ચર્ચા થઈ રહી હતી. હાલમાં, શુભમન ગિલ ઓપનર તરીકે ટીમમાં ઉપલબ્ધ છે. રિપોર્ટ અનુસાર, હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ મયંક અગ્રવાલને આગામી થોડા દિવસોમાં 1 થી 5 જુલાઈ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચ માટે મોકલવામાં આવી શકે છે.

