ટેસ્ટ ક્રિકેટમાં કેમ નથી ચાલી રહ્યો ગીલ, ગાવસ્કરે જણાવ્યું કારણ

સાઉથ આફ્રિકા સામે ભારતનો પરાજય થયો અને વધુ એકવાર શુભમન ગીલ નિષ્ફળ સાબિત થયો છે, ત્યારે હવે તેના સિલેક્શન પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. સુનિલ ગાવસ્કરે પણ સ્વીકાર્યું કે શુભમન ગીલ પ્રદર્શન નથી કરી રહ્યો અને સાથે તેમણે તેનું કારણ પણ જણાવ્યું હતું. સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, મને લાગે છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં થોડો વધારે આક્રમકતાથી રમી રહ્યો છે. જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા હોવ તો T20 ઈન્ટરનેશનલ અને વન-ડેની સરખામણીએ તેમાં થોડું અંતર હોય છે. લાલ બોલ હવામાં અને પીચની બહાર પણ સફેદ બોલની સરખામણીએ થોડી વધુ ફરે છે. બોલ થોડો વધુ ઉછાળ લે છે, શુભમને આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ.

ગાવસ્કરે કહ્યું હતું કે, શુભમન ગીલે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત ખૂબ સારી રીતે કરી હતી અને આપણે તેના શોટ્સના પણ વખાણ કર્યા હતા. હવે આપણે ફક્ત તેના ફોર્મમાં વાપસી આવવાની આશા રાખી શકીએ છીએ. આશા છે કે, તે સખત ટ્રેનિંગ કરશે અને ટીમ ઈન્ડિયા માટે ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે.

ભારતીય ટીમ પર ગુસ્સે થયા સુનિલ ગાવસ્કર, બોલ્યા- પોતાની ટીમથી રમવું..

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમને એક ઇનિંગ અને 32 રનથી નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બૂમરાહ જેવા સીનિયર ખેલાડી ICC વર્લ્ડ કપ 2023 બાદ મેદાન પર વાપસી કરી રહ્યા છે. આ ત્રણેય જ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ દરમિયાન દક્ષિણ આફ્રિકા પહોંચી ચૂક્યા હતા. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ અગાઉ ભારતીય ટીમે ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમી હતી, તેને લઈને પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર ખૂબ નિરાશ છે.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, પોતાની ટીમ સાથે મેચ રમવું મજાક છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટ મેચ 3 દિવસની અંદર જ સમાપ્ત થઈ ગઈ. સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા કહ્યું કે, ‘ભારતીય ટીમ માટે પ્રેક્ટિસ મેચ રમવી જરૂરી હતી, તમે ત્યાં કોઈ મેચ ન રમી અને એ વાતથી તમને વધુ નુકસાન પહોંચ્યું છે. તમે સીધા ટેસ્ટ મેચથી શરૂ નહીં કરી શકો. તમે India-Aને મોકલી, પરંતુ Indiaએ પ્રવાસ અગાઉ આવવું જોઈતું હતું. તમારા પોતાના ફાસ્ટ બોલર તમને તેજ બાઉન્સર નહીં ફેંકે.

ભારતીય ટીમ પહેલી ટેસ્ટ મેચમાં બંને ઇનિંગમાં બેટિંગમાં સંઘર્ષ કરતી નજરે પડી. ભારતીય ટીમ તરફથી પહેલી ટેસ્ટ મેચમાં કે.એલ. રાહુલે 101 રનોની ઇનિંગ રમી હતી. તો વિરાટ કોહલીએ 36 રનોનું યોગદાન આપ્યું હતું, પરંતુ આ બંને સિવાય કોઈ પણ બેટ્સમેન દક્ષિણ આફ્રિકન પેસ એટેક સામે ટકી ન શક્યો. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં તો માત્ર 131 રનો પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ હાર બાદ ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આફ્રિકામાં ટેસ્ટ મેચ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. ભારતીય ટીમ તો આ મેચમાં હારી જ પરંતુ, મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ટીમને 340 વૉલ્ટનો ઝટકો આપ્યો છે. ICCએ ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. ICCએ મેચ બાદ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમે ધીમી ઓવર નાખી હતી. તેને જોતા ICCએ અનુચ્છેદ 2.22 હેઠળ ભારતના બધા ખેલાડીઓની મેચ ફીસમાં 10 ટકાની કપાત કરી છે. ભારતીય ટીમે હવે સીરિઝની આગામી ટેસ્ટ મેચ કેપ્ટાઉનમાં 3 જાન્યુઆરી 2024થી રમવાની છે.

About The Author

Top News

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.