ઘાસ ચારો કાપવાની મશીને વેઈટ લિફ્ટિંગમાં કરાવી એન્ટ્રી, હવે કોમનવેલ્થ ગેમ્સમાં દેશને અપાવ્યો સિલ્વર મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટિંગમાં ભારતનો મેડલ જીતવાનો સિલસિલો ચાલુ છે, આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. નામ છે હરજિંદર કૌર. તે ખેલાડી છે જેણે આ વખતે તેના અગાઉના કોમનવેલ્થ ગેમ્સના બ્રોન્ઝ મેડલને સિલ્વરમાં અપગ્રેડ કર્યો છે. જોકે, આ સિલ્વર મેડલ જીતવા માટે હરજિંદર કૌરને ભારે પીડા સહન કરવી પડી હતી અને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અહીં સુધી કે તે પોતાના ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ગણ ગઇ. આ બધું માત્ર એટલે કર્યું કારણ કે આ વખતે તેને નસીબ પર આધારે નહીં, મહેનતના દમ પર મેડલ જીતવા માંગતી હતી.

ચાર વર્ષ અગાઉ હરજિંદરે 71 કિગ્રા કેટેગરીમાં ભાગ લીધો હતો. જે તેનો કોમનવેલ્થ ડેબ્યૂ હતું. તે છેલ્લી લિફ્ટ સુધી ચોથા સ્થાને હતી. જો કે, ઇવેન્ટમાં ટોપમાં રહેલી નાઇજિરિયન એથ્લીટ ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં એક પણ ક્લીન લિફ્ટ ન કરી શકી, જેના કારણે હરજિંદર ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગઈ.

Harjinder-Kaur2
m.rediff.com

આ વખતે, હરજિંદર કૌરે તેના પ્રદર્શનમાં કોઈ તક છોડી નહીં. તમે અંદાજો એ વાતથી લગાવી શકો છો કે, તેણીએ સ્પર્ધાના ત્રણેય વિભાગોમાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેણે સૌપ્રથમ સ્નેચમાં 101 કિગ્રાનો ભાર ઉપાડ્યો, જે તેનું એક વ્યક્તિગત શ્રેષ્ઠ છે. ત્યારબાદ તેણે ક્લીન એન્ડ જર્કમાં 126 કિગ્રા વજન ઉપાડ્યું. આ પણ તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેનું કુલ 227 કિગ્રા વજન ઉપાડવું અને આ કુલ સ્કોર પણ તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન હતું.

વજન ઉપાડતી વખતે હરજિંદર કૌરના ચહેરા પર સ્મિત હતું, પરંતુ તેની પાછળ ખૂબ પીડા છુપાવી રાખી હતી. તે ઘણા સમયથી સતત કાંડા અને પોતાની કમરમાં દુ:ખાવો અનુભવી રહી હતી. આ વર્ષની શરૂઆતમાં તેણે એક ડૉક્ટર પાસે જવાનો નિર્ણય લીધો. ડૉક્ટરે સલાહ આપી કે શક્ય તેટલો આરામ કરે. જોકે, આ વર્ષ વેઈટલિફ્ટિંગ માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ બંને યોજાવાના હતા. હરજિંદર અને તેના ભાઈએ મળીને ડૉક્ટરની સલાહને અવગણીને તેની તાલીમ ચાલુ રાખવાનું નક્કી કર્યું. હરજિંદરે આ વર્ષની એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો; તે જ મેડલે કોમનવેલ્થ ગેમ્સમાં તેનું સ્થાન નિશ્ચિત કરી દીધું.

Harjinder-Kaur
mid-day.com

હરજિંદર કૌર કોણ છે?

હરજિંદર કૌર પંજાબના નાભાના મહેશ ગામની રહેવાસી છે. તેની રમતની સફર વેઈટલિફ્ટિંગથી નહીં, પરંતુ કબડ્ડીથી શરૂ થઈ હતી. તે શાળાના દિવસોમાં કબડ્ડી રમતી અને દોરડા ખેંચમાં ભાગ લેતી હતી. તેના કોચ પરવિંદર શર્માએ જોયું કે હરજિંદરનો મસસ પાવર ખૂબ સારો હતો. હરજિન્દરે જણાવ્યું કે તે ઘરે ચારો કાપવાના મશીન પર કામ કરતી હતી. આ મશીનમાં લોખંડના બે ભારે પૈડા ફેરવવા પડતા હતા; આનાથી તેનો મસલ પાવરમાં વધારો થયો, જેના કારણે તેનું વેઇટલિફ્ટિંગની શરૂઆતમાં તેને મુશ્કેલી ન થઇ. તેણે આખરે વેઇટલિફ્ટિંગમાં તાલીમ લેવા માટે કબડ્ડી છોડી દીધી. તેણે 2022માં પોતાના પ્રથમ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, પરંતુ તેને સિલ્વરમાં બદલીને તેણે આશા જગાવી છે કે ગોલ્ડ મેડલ દૂર નથી.

About The Author

Related Posts

Top News

કોલસા કૌભાંડ કેસમાં સ્વ.પૂર્વ PM મનમોહન સિંહ સામેનો કેસ બંધ થયો, સુપ્રીમ કોર્ટે આપી ક્લીન ચીટ

સુપ્રીમ કોર્ટે બુધવારે કોલસા કૌભાંડ મામલે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સામેનો કેસ બંધ કરવાના કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (...
National 
કોલસા કૌભાંડ કેસમાં સ્વ.પૂર્વ PM મનમોહન સિંહ સામેનો કેસ બંધ થયો, સુપ્રીમ કોર્ટે આપી ક્લીન ચીટ

RSS સાથે કનેક્શન, IITનો અભ્યાસ..., કોણ છે જગદીશ આફલે, જેમને રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ બનાવાયા?

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સંગઠનાત્મક પુનર્ગઠનમાં મોટો ફેરફાર કરતા જગદીશ આફલે ટ્રસ્ટના પ્રથમ સચિવ તરીકે નિમણૂક કરી છે. તેમની...
National 
RSS સાથે કનેક્શન, IITનો અભ્યાસ..., કોણ છે જગદીશ આફલે, જેમને રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ બનાવાયા?

ઘાસ ચારો કાપવાની મશીને વેઈટ લિફ્ટિંગમાં કરાવી એન્ટ્રી, હવે કોમનવેલ્થ ગેમ્સમાં દેશને અપાવ્યો સિલ્વર મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટિંગમાં ભારતનો મેડલ જીતવાનો સિલસિલો ચાલુ છે, આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. નામ છે હરજિંદર...
Sports 
ઘાસ ચારો કાપવાની મશીને વેઈટ લિફ્ટિંગમાં કરાવી એન્ટ્રી, હવે કોમનવેલ્થ ગેમ્સમાં દેશને અપાવ્યો સિલ્વર મેડલ

ગુજરાતના મંત્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના વાણી-વર્તનમાં સંયમ જરૂરી: વર્તમાન જરૂરિયાત અને ભવિષ્યની ચેતવણી

લોકશાહી વ્યવસ્થામાં વાણીની સ્વતંત્રતા એ પ્રત્યેક નાગરિકનો એક પવિત્ર અધિકાર છે પરંતુ જ્યારે આ અધિકારનો ઉપયોગ સત્તાના પદ પર બિરાજમાન...
National 
ગુજરાતના મંત્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના વાણી-વર્તનમાં સંયમ જરૂરી: વર્તમાન જરૂરિયાત અને ભવિષ્યની ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.