સીરિઝ શરૂ થવા અગાઉ જ ઓસ્ટ્રેલિયાને ઝટકો, આ 2 ખેલાડી પહેલી ટેસ્ટથી બહાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થવા જઇ રહી છે. 9 ફેબ્રુઆરીના રોજ નાગપુરમાં બંને ટીમો વચ્ચે પહેલી ટેસ્ટ રમવાની છે. સીરિઝ શરૂ થવા અગાઉ જ ઓસ્ટ્રેલિયન ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે. પહેલી ટેસ્ટ મેચથી ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ બહાર થઇ ગયો છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટ મુજબ, જોશ હેઝલવુડ હજુ સારી રીતે ઇજામાંથી બહાર આવી શક્યો નથી અને તે પહેલી ટેસ્ટ મેચથી બહાર થઇ શકે છે. અહીં સુધી કે દિલ્હી ટેસ્ટમાં પણ તેની ઉપલબ્ધતા પર સંકટ છે.

જોશ હેઝલવુડે બેંગ્લોરના એલુરમાં થયેલી પ્રેક્ટિસ કેમ્પમાં પણ ભાગ લીધો નહોતો, આ દરમિયાન તે બસ સાથે ખેલાડીઓની મદદ કરતો નજરે પડે. પહેલી મેચમાં જોશ હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલેન્ડ આવી શકે છે. સ્કોટ બોલેન્ડે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે. તેમાં તેણે 28 વિકેટ લીધી છે. વન-ડે ઇન્ટરનેશનલમાં તે 14 મેચમાં 16 અને T20 ઇન્ટરનેશનલમાં 3 મેચમાં 3 વિકેટ લઇ ચૂક્યો છે. નાગપુરમાં જોશ હેઝલવુડની અછત ઓસ્ટ્રેલિયાને અનુભવાઇ શકે છે. જોશ હેઝલવુડની ઓસ્ટ્રેલિયન ટીમમા 32 વર્ષના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની આંગળીની ઇજાના કારણે પહેલી ટેસ્ટ ચૂકવાનું નિશ્ચિત છે.

ઇજાગ્રસ્ત આંગળીના કારણે ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન પણ બીજી ટેસ્ટ સુધી બોલિંગ કરવાની સંભાવના છે. હવે જોશ હેઝલવુડ પણ ઓસ્ટ્રેલિયન ઇજાગ્રસ્ત ખેલાડીઓમાં સામેલ થઇ ગયો છે. જોશ હેઝલવુડ ભારત વિરુદ્ધ 15 ટેસ્ટ મેચમાં 51 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી 59 ટેસ્ટ મેચ રમી છે, તેમાં તેણે 222 વિકેટ લીધી છે. જો કે ઇન્ટરનેશનલ સ્તર પર 169 મેચ (59 ટેસ્ટ, 69 વન-ડે અને 41 T20 ઇન્ટરનેશનલ)માં 388 વિકેટ લઇ ચૂક્યો છે. તેમાં તેની T20 ઇન્ટરનેશનલમાં 58 અને વન-ડે ઇન્ટરનેશનલમાં 108 વિકેટ પણ સામેલ છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે.એસ. ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:

પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપસન, ડેવિડ વોર્નર.

ઓસ્ટ્રેલિયાનો ભરત પ્રવાસ (ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ):

પહેલી ટેસ્ટ: 9-13 ફેબ્રુઆરી, નાગપુર.

બીજી ટેસ્ટ: 17-21 ફેબ્રુઆરી, દિલ્હી.

ત્રીજી ટેસ્ટ: 1-5 માર્ચ, ધર્મશાળા.

ચોથી ટેસ્ટ: 9-13 માર્ચ, અમદાવાદ.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.