આફ્રિકામાં પણ કેશવ મહારાજ બેટિંગમાં આવે એટલે રામ સિયા રામ વાગે છે, જુઓ વીડિયો

સાઉથ આફ્રિકાની પાર્લમાં રમાયેલી ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમે વિજય મેળવીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે, ત્યારે સાઉથ આફ્રિકન પ્લેયર કેશવ મહારાજની આ મેચમાં વધુ ચર્ચા થઈ રહી છે. વાત એવી છે કે, ત્રીજી વન-ડેમાં કેશવ મહારાજ બેટિંગ કરવા આવ્યો ત્યારે સ્ટેડિયમમાં રામ સિયા રામ સોંગ વગાડવામાં આવ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે આવું થયું હોય, ઘણી વાર સ્ટેડિયમમાં આવું બન્યું છે.

ત્રીજી વન-ડેમાં જ્યારે કેશવ મહારાજ સ્ટેડિયમમાં બેટિંગ કરવા  આવ્યો ત્યારે પણ રામ સિયા રામ સોંગ શરૂ થઈ ગયું હતું, આ સાંભળીને કે.એલ.રાહુલે વિકેટકીપિંગ કરતા કેશવ મહારાજ સાથે ચર્ચા કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. કેશવ મહારાજ અને કે.એલ.રાહુલની મજેદાર વાત કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, જેમાં કેએલ રાહુલે કેશવ મહારાજને પૂછ્યું હતું કે, કેશવભાઈ, તમે જ્યારે પણ આવો છો આ લોકો આ જ સોંગ ચલાવે છે. રાહુલના આવું કહેવા પર કેશવના ચહેરા પર સ્મિત આવી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર કેશવ મહારાજ ભારતીય મૂળનો ખેલાડી છે અને તેનું ભારતથી ખાસ કનેક્શન છે. તે હિન્દુ ધર્મને ખૂબ માને છે અને બજરંગબલીનો મોટો ભક્ત છે. તે મંદિરે પણ જાય છે. ભારતમાં પણ કેશવ મહારાજ જ્યારે બેટિંગ પર આવ્યો હતો, ત્યારે પણ રામ સિયા રામ ગીત વગાડવામાં આવ્યું હતું.

About The Author

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.