- Sports
- કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્...
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા કેએલ રાહુલ IPL 2025ના મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા હતો અને હવે IPLની 18મી સીઝનમાં બેટથી કમાલ કરી રહ્યો છે. આ સીઝનમાં કેએલ એક મેચના બાદ દિલ્હી ટીમ સાથે જોડાયો કારણ કે તે પિતા બનવાનો હતો. આ કારણે, તે લખનૌ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી માટે સીઝનની પહેલી મેચ રમી શક્યો નહોતો.

રાહુલને લખનૌ વિરુદ્ધ લખનૌ સામે આ સીઝનમાં બીજી મેચ રમવા માટે ખૂબ રાહ જોવી પડી અને પછી 22 એપ્રિલે એ દિવસ આવ્યો જ્યારે દિલ્હીની ટીમ લખનૌના હોમ ગ્રાઉન્ડ પર રમવા ઉતરી. આ મેચમાં, બધાની નજર કેએલ રાહુલ પર હતી, જે ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. IPL 2025ની મેગા ઓક્શન અગાઉ, લખનૌની ટીમે KL રાહુલને રિટેન કર્યો નહોતો, ત્યારબાદ તેને દિલ્હીની ટીમનો સાથ મળ્યો અને હવે તેણે પોતાની જૂની ટીમ સામે શાનદાર અડધી સદી ફટકારીને કમાલ કરી છે. તેણે છગ્ગો મારીને પોતાની ટીમને જીત અપાવી હતી, ત્યારબાદ લખનૌના માલિક સંજીવ ગોયેન્કાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
https://twitter.com/MagnesiumKohli/status/1914724058509308160
હકીકતમાં, IPL 2025ની 40મી મેચમાં પહેલા બેટિંગ કરતા લખનૌની ટીમે 6 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમે 160 રનના લક્ષ્યનો પીછો કરતા 2 વિકેટ ગુમાવીને 17.5 ઓવરમાં ટારગેટ હાંસલ કરી લીધો હતો. રાહુલે 42 બૉલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 57 રનની ઈનિંગ રમી. રાહુલે ધમાકેદાર અંદાજમાં સિક્સ ફટકારીને દિલ્હીને જીત અપાવી હતી. કેએલની આ મેચ વિનિંગ ઇનિંગ જોઈને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના માલિક સંજીવ ગોએન્કા મંદ-મંદ હસતા જોવા મળ્યા હતા.
https://twitter.com/suryapoojar_01/status/1914737304247423406
એટલું જ નહીં, મેચ બાદ જ્યારે હેન્ડ સેક કરવાનો સમય આવ્યો, ત્યારે રાહુલે સંજીવ ગોએન્કા સાથે ખૂબ જ અસહજતાથી હેન્ડ સેક કર્યા. ત્યારબાદ, જ્યારે સંજીવ ગોએન્કા અને તેમના પુત્રએ તેને રોકવા કહ્યું, ત્યારે કેએલ બંનેને નજરઅંદાજ કરતો આગળ વધી ગયો. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ગયા સીઝનમાં બનેલી ઘટનાને લઈને કેએલ રાહુલમાં હજી પણ કેટલી નારાજગી છે.

તમને જણાવી દઈએ કે, ગત સીઝનમાં લખનૌને SRH સામેની મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ, સંજીવ ગોએન્કા અને કેએલ રાહુલ વચ્ચે થયેલી ઉગ્ર નોંકઝોંકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વીડિયો સામે આવ્યા બાદ, અટકળો શરૂ થઈ ગઈ કે હવે કદાચ કેએલ આ ટીમ માટે નહીં રમે અને બન્યું પણ આવું જ. સીઝન સમાપ્ત થયા બાદ LSGએ રાહુલને રિટેન ન કર્યો.
Top News
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?
Opinion
