PSLના વિદેશી ખેલાડીઓ રડી રહ્યા હતા, 'ક્યારેય પાકિસ્તાન નહીં જઈએ', તેઓએ બતાવી પોતાની કહાની

8મી મે ની તારીખ ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાનમાં રમાઈ રહેલી PSLને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સમય દરમિયાન, દરેક વ્યક્તિ પાકિસ્તાનમાં હાજર વિદેશી ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતિત હતો. તે ખેલાડીઓના મનમાં શું ચાલી રહ્યું હતું અને તે દરમિયાન શું બન્યું? આ અંગે, PSL 2025માં લાહોર કલંદર્સ તરફથી રમનાર બાંગ્લાદેશી લેગ-સ્પિનર ​​રિશાદ હુસૈને એક મોટો ખુલાસો કર્યો છે.

10 મેના રોજ દુબઈ પહોંચ્યા પછી તેણે કહ્યું કે, પાકિસ્તાનની હાલતને કારણે બધા વિદેશી ક્રિકેટરો ડરી રહ્યા હતા. દરેક વ્યક્તિ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનમાંથી બહાર નીકળવા માંગતો હતો. તેમના મતે, ટોમ કરણ એટલો બધો ડરી ગયો હતો કે તે બાળકની જેમ રડવા લાગ્યો. ચાલો જાણીએ શું છે આખો મામલો.

Tom-Curran1
freepressjournal.in

દુબઈ પહોંચ્યા પછી પત્રકારો સાથે વાત કરતા રિશાદે કહ્યું, 'ટીમના અન્ય વિદેશી ખેલાડીઓ જેમ કે સેમ બિલિંગ્સ, ડેરિલ મિશેલ, કુસલ પરેરા, ડેવિડ વીઝ, ટોમ કુરન ખૂબ જ ડરી ગયા હતા. દુબઈ ઉતર્યા પછી, ડેરિલ મિશેલે કહ્યું કે, હવે હું ક્યારેય પાકિસ્તાન નહીં જાઉં. ખાસ કરીને આવી પરિસ્થિતિમાં. એકંદરે બધા ડરી ગયા હતા.'

બધા વિદેશી ખેલાડીઓ કેટલા ડરી ગયા હતા. આ વાત પર ભાર મૂકતા રિશાદે કહ્યું, 'ટોમ કરણ એરપોર્ટ ગયો હતો. પણ ત્યાં તેને ખબર પડી કે એરપોર્ટ બંધ છે. આ પછી તે બાળકની જેમ રડવા લાગ્યો. તેને સંભાળવા માટે બે-ત્રણ લોકોને લાગવું પડ્યું હતું.

Tom-Curran,-Daryl-Mitchell
hindi.cricketnmore.com

PSL 2025માં રમનાર બાંગ્લાદેશનો બીજો ખેલાડી નાહિદ રાણા હતો. તે પેશાવર ઝાલ્મી ટીમનો ભાગ હતો. રિશાદે કહ્યું કે, તેણે તેના સાથી દેશના ખેલાડીને પણ સાંત્વના આપી. તેણે કહ્યું, 'નાહિદ રાણા ખૂબ જ શાંત થઈને બેઠો હતો. કદાચ તે ટેન્શનમાં હતો. હું સમજી શકું છું. મેં તેને કહ્યું કે ચિંતા ના કર. મને આશા છે કે આપણને કંઈ ન થાય. આપણે સુરક્ષિત રીતે દુબઈ પહોંચીશું.'

પાકિસ્તાનની પરિસ્થિતિ અંગે રિશાદે કહ્યું, 'અમે એક ભયાનક સંકટમાંથી પસાર થયા પછી દુબઈ પહોંચ્યા છીએ. અને હવે મને સારું લાગે છે. દુબઈમાં ઉતર્યા પછી, અમને ખબર પડી કે અમે નીકળી ગયાના 20 મિનિટ પછી જ એરપોર્ટ પર મિસાઈલ હુમલો થયો છે. આ સમાચાર ખૂબ જ ડરામણા હતા. દુબઈ પહોંચ્યા પછી, મને ઘણી રાહત થઈ રહી છે. પરિવારના સભ્યો ખૂબ ચિંતિત હતા. કારણ કે પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ અને મિસાઇલ હુમલા થઈ રહ્યા હતા.'

PSL-Player
hindi.news18.com

ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી શરૂ થતાં જ PCBPSLની બાકીની મેચો દુબઈમાં યોજવાની માહિતી આપી હતી. બાકીની 8 મેચ UAEમાં રમાશે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ 24 કલાકની અંદર PCBPSL રદ કરવાની જાહેરાત કરી. આ સમય દરમિયાન, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અમીરાત ક્રિકેટ બોર્ડે UAEમાં PSL મેચો ન યોજવાનો નિર્ણય લીધો છે. કારણ કે તેઓ નથી ઇચ્છતા કે BCCI સાથેના તેમના સંબંધો બગડે. આ કારણોસર PSL મુલતવી રાખવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.