બોલર હવે બોલ પર લાળ લગાવી શકશે, મોહમ્મદ સિરાજે ગણાવ્યા ફાયદા

ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ગુરુવારે બોલ પર લાળ લગાવવા પરના પ્રતિબંધ હટાવવાના નિર્ણયનું હ્રદયપૂર્વક સ્વાગત કરતા કહ્યું કે તેનાથી બોલરોને રિવર્સ સ્વિંગ કરવામાં મદદ મળશે. BCCIએ IPLના મોટાભાગના કેપ્ટનોની સંમતિ બાદ બોલ પર લાળ લગાવવા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

સિરાજે પીટીઆઈને કહ્યું, આ બોલરો માટે ખૂબ જ સારા સમાચાર છે. આપણા બધા બોલરો માટે આ ખુબ સારા સમાચાર છે કારણ કે જ્યારે બોલ દ્વારા કોઈ મદદ ન કરી મળી રહી હોય, ત્યારે તેના પર લાળ લગાવવાથી રિવર્સ સ્વિંગ થવાની શક્યતા વધી જાય છે.

Mohammed-Siraj
gujarati.abplive.com

તેણે કહ્યું, “તેનાથી ક્યારેક રિવર્સ સ્વિંગ મેળવવામાં મદદ મળે છે. બોલને શર્ટ પર ઘસવાથી બોલ રિવર્સ સ્વિંગ થતો નથી. લાળ લગાવવાથી બોલનો એક છેડો ચમકદાર બને છે જે રિવર્સ સ્વિંગ માટે મહત્વપૂર્ણ હોય છે.

સિરાજ IPLની આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે અને તેણે કહ્યું કે તે શુભમન ગિલના નેતૃત્વમાં રમવા માટે ઉત્સાહિત છે. તે ગયા સીઝન સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) તરફથી રમી રહ્યો હતો.

તેણે કહ્યું, "નવી સિઝન પહેલા ગુજરાતની ટીમમાં જોડાઈને સારું લાગે છે. આરસીબી છોડવું મારા માટે થોડું ભાવનાત્મક રહ્યું છે કારણ કે વિરાટ (કોહલી) ભાઈએ મુશ્કેલ સમયમાં મને ઘણો સાથ આપ્યો હતો પરંતુ ગિલના નેતૃત્વમાં અમારી પાસે ખૂબ સારી ટીમ છે.

Mohammed-Siraj1
tv9gujarati.com

સિરાજે કહ્યું, "જો તમે ગિલ વિશે વાત કરો છો, તો તે બોલરોનો કેપ્ટન છે. તે તમને ક્યારેય કંઈક નવું કરવાથી કે તમારી વ્યૂહરચના લાગુ કરવાથી રોકતો નથી. અમે બંનેએ સાથે ટેસ્ટ ડેબ્યૂ (2020 માં ઓસ્ટ્રેલિયા સામે) કર્યું હતું અને અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે.

ગુજરાત ટાઇટન્સની પાસે કૈગીસો રબાડા, રાશિદ ખાન, ઇશાંત શર્મા અને ગેરાલ્ડ કોએત્ઝી જેવા કેટલાક ટોચના બોલરો છે અને સિરાજે કહ્યું કે આનાથી તેમનો બોજ થોડો હળવો થશે. તેણે કહ્યું "આ ખરેખર સારી વાત છે કારણ કે તમારી પાસે આટલું સારું બોલિંગ આક્રમણ છે જે કેટલાક સ્વસ્થ પ્રતિસ્પર્ધા તરફ દોરી જશે, જે ટીમ માટે સારું છે". આ બોલરોને વધારે માર્ગદર્શનની જરૂર નથી અને તેઓ તેમની રણનીતિ ખૂબ સારી રીતે જાણે છે.

સિરાજે કહ્યું, "આ અર્થમાં, IPL જેવી સ્પર્ધામાં આવા બોલરો હોવા એ કોઈ વરદાનથી ઓછું નથી કારણ કે આપણી પાસે તમામ પ્રકારના બોલરો છે જેમણે બધા યોગ્ય ક્ષેત્રોમાં કામ કર્યું છે. 

Related Posts

Top News

લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
National 
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ખાસ કરીને ઘાતક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઓવરસ્પીડ...
Gujarat 
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો....
National 
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

ફેશન હંમેશા બદલાતી રહે છે, પરંતુ ક્યારેક એવો ટ્રેન્ડ આવે છે, જેને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવવો મુશ્કેલ બની...
Offbeat 
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.