RCB-PBSK મેચમાં વરસાદની સંભાવના, જાણો પ્લેઓફ મેચોનો નિયમ; શું રિઝર્વ ડે ઉપલબ્ધ છે?

ગુરુવારે મોહાલીમાં વરસાદની સંભાવના છે, આ દિવસે મલ્લાંપુર ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે પહેલી ક્વોલિફાયર મેચ રમાશે. જીતનારી ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યારે હારનારી ટીમને વધુ એક તક મળશે અને તેની મેચ એલિમિનેટર મેચના વિજેતા સાથે રમાશે. પરંતુ જો વરસાદને કારણે રમત બગડી જાય તો કઈ ટીમને ફાઇનલમાં એન્ટ્રી મેળશે અને કઈ ટીમ ક્વોલિફાયર 2માં જશે? શું અહીં રિઝર્વ ડે છે? આ બધા સવાલના જવાબ અહીં જાણીશું.

પહેલા ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ હૈદરાબાદમાં રમવાની હતી, પરંતુ IPLએ સત્તાવાર રીતે જાહેરાત કરતા જણાવ્યું કે હવે આ બંને મેચ મુલ્લાપુરમાં શિફ્ટ કરવામાં આવી છે. ગુરુવારથી પ્લેઓફ મેચ શરૂ થઈ રહી છે. પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર રહેલી શ્રેયસ ઐયરની કેપ્ટન્સીવાળી પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર 1 રમાશે. RCBએ લખનૌને હરાવીને ટેબલમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું.

RCB-Vs-PBKS
BCCI

 

જો વરસાદને કારણે રદ થઈ જાય ક્વોલિફાયર 1, તો પછી શું છે નિયમ?

જો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ રદ થઈ જાય છે, તો પંજાબને ફાઇનલની ટિકિટ મળી જશે. જ્યારે RCBને ફાઇનલમાં જવા માટે ક્વોલિફાયર-2 રમવું પડશે. નિયમો અનુસાર, પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમને પ્રાથમિકતા આપવામાં આવે છે.

શું પ્લેઓફ મેચોમાં રિઝર્વ ડે છે?

નહીં, પ્લેઓફ મેચોના રિઝર્વ ડેને લઈને કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ગત સિઝનમાં IPL ફાઇનલને લઈને રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ BCCI એક નવો નિયમ લઈને આવી છે, જેનથી મેચ રદ થવાની સંભાવના ખૂબ ઓછી થઈ જાય છે.

IPL1
BCCI

 

BCCI લાવ્યું નવો નિયમ

BCCIIPL 2025 મેચોના વધારાના સમયમાં 120 મિનિટ જોડી છે, જે મુજબ એક પૂરી 20 ઓવરની મેચ રાત્રે 9:30 વાગ્યા સુધીમાં શરૂ કરી શકાય છે. મોહાલીના હવામાનની વાત કરીએ તો, ગુરુવારે તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે. વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ શુક્રવારે અહીં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, આ દિવસે એલિમિનેટર મેચ થશે. તેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) સામસામે હશે અને હારનારી ટીમ બહાર થઈ જશે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત ત્રીજા અને મુંબઈ ચોથા સ્થાને છે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.