- Sports
- IPL અગાઉ મુંબઈની ટીમમાં બદલાવ, બેહરેનડોર્ફ થયો બહાર,આ ખેલાડીને મળી એન્ટ્રી
IPL અગાઉ મુંબઈની ટીમમાં બદલાવ, બેહરેનડોર્ફ થયો બહાર,આ ખેલાડીને મળી એન્ટ્રી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની શરૂઆત 22 માર્ચે થશે. 17મી સીઝનની શરૂઆત થવામાં હવે બે દિવસ બાકી છે અને એ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમમાં એક બદલાવ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેસન બેહરેનડોરફ ઇજાના કારણે આગામી સીઝનમાં નહીં રમી શકે. મુંબઈ ઇન્ડિયન્સે તેના રિપ્લેસમેન્ટના રૂપમાં ઇંગ્લેન્ડના પેસ લ્યૂક વૂડને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તે 50 લાખ રૂપિયામાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો હિસ્સો બનશે. 28 વર્ષીય વૂડે અત્યાર સુધી કોઈ IPL મેચ રમી નથી.
મુંબઈ ઇન્ડિયન્સે સોમવાર (18 માર્ચ)ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'લ્યૂક વૂડ ચોટિ જેસન બેહરેનડોર્ફની જગ્યા લેશે. જેસન જલદી સારો થાય તેવી કામના કરીએ છીએ.' મુંબઈ ઈન્ડિયન્સની પોસ્ટ પર ફેન્સના ખૂબ રીએક્શન આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'સારી ચોઈસ છે. લૂયુક શાનદાર બોલર છે. અન્ય એક યુઝરે લખ્યું કે, આશા રાખીએ છીએ કે તે મુંબઈ ઇન્ડિયન્સમાં ચમકશે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2022માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર વૂડે 2 વન-ડે અને 5 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.
??????: Luke Wood replaces injured Jason Behrendorff.
— Mumbai Indians (@mipaltan) March 18, 2024
Wishing Jason a speedy recovery ?#OneFamily #MumbaiIndians @lwood_95 pic.twitter.com/PoerY91O88
વૂડે હાલમાં જ પાકિસ્તાન સુપર લીગ (PSL) 2024માં હિસ્સો લીધો હતો. તે બાબર આઝમની કેપ્ટન્સીવાળી પેશાવર જાલ્મી ટીમનો હિસ્સો હતો, જેની સફર એલિમિનેટર-2માં સમાપ્ત થઈ ગઈ હતી. વૂડે PSLમાં ઘણી મેચમાં પ્રભાવી બોલિંગ કરી. તે કસેલી બોલિંગ કરવા સિવાય વિભિન્ન પરિસ્થિતિઓને પોતાને ઢાળવામાં માહિર છે. તેણે અત્યાર સુધી કુલ 140 T20 મેચ રમી છે અને 147 વિકેટ લીધી છે. તે 62 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 137 વિકેટ લઈ ચૂક્યો છે. મુંબઈની ટીમ IPLની આગામી સીઝનમાં 24 માર્ચે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
મુંબઈ ઈન્ડિયન્સની પહેલી ટક્કર ગુજરાત ટાઈટન્સ (GT) સાથે થશે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી આ વખત સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાથમાં છે. મુંબઇએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. આ અગાઉ હાર્દિક પંડ્યા છેલ્લી બે સીઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી કરી રહ્યો હતો. ગુજરાત ટાઈટન્સની ડેબ્યૂ સીઝનમાં જ હાર્દિકે ટીમને ચેમ્પિયન બનાવી. તો ગત IPL સીઝનમાં પણ તે ગુજરાતને ફાઇનલ સુધી લઈ ગયો હતો, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ખેર હવે જોવાનું એ રહેશે કે હાર્દિકની કેપ્ટન્સીમાં મુંબઈ આ વખત કેવું પ્રદર્શન કરે છે.