શું ભારતીય ટીમના ચીફ સિલેક્ટર બનવા BCCIએ સેહવાગનો સંપર્ક કર્યો? વિરુએ આપ્યો જવાબ

BCCIએ ભારતીય ટીમના નવા ચીફ સિલેક્ટરની શોધખોળ શરૂ કરી દીધી છે, જેના માટે જાહેરાત પણ બહાર પાડી દેવામાં આવી છે. જેમાં સૌથી વધુ ચર્ચા વિરેન્દર સેહવાગના નામની ચાલી રહી છે. પરંતુ આ અંગે વિરેન્દર સેહવાગે નિવેદન આપીને બધી ચર્ચા પર હાલમાં તો પૂર્ણવિરામ મૂકી દીધું છે. એવી અફવા ચાલી રહી હતી કે, BCCIએ ટીમ ઈન્ડિયાના પૂર્વ ધૂઆંધાર ખેલાડી વિરેન્દર સેહવાગનો કોન્ટેક્ટ કર્યો અને ઓફર કરી છે, પરંતુ આ અંગે સેહવાગનું નિવેદન કંઇક અલગ કહે છે. સેહવાગે કહ્યું હતું કે, BCCI તરફથી તેને કોઈ ઓફર આવી નથી, આમાં જરા પણ સત્યતા નથી.

BCCIના પૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ ચીફ સિલેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલના સમયમાં શિવ સુંદર દાસને ભારતીય ટીમના વચગાળાના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ ભારતીય ખેલાડી વિરેન્દર સેહવાગને ચીફ સિલેક્ટર બનાવને લઈને વાત કરવામાં આવી છે. પરંતુ આ રિપોર્ટને સેહવાગે ફગાવી દીધો છે. રિપોર્ટમાં કહેવાયું હતું કે, ઓછી સેલેરીને કારણે સેહવાગ હા નહીં પાડે, પરંતુ હજુ સુધી તેને કોઈ ઓફર થઈ જ નથી.

BCCI તરફથી સિલેક્શન કમિટીના ચીફને વાર્ષિક 1 કરોડ રૂપિયાની સેલેરી આપવામાં આવે છે, જ્યારે કમિટીના બાકી 4 સભ્યોને 90 લાખ રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. 

BCCIના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘COAના સમયે વિરુને ચીફ કોચ પદ માટે અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને પછી તે અનિલ કુંબલે પાસે ગઇ. એ સંભાવના નથી કે તે પોતે એપ્લાઈ કરશે અને વેતન પેકેજ પણ એવું કઈ નથી જે તેના કદના કોઈ વ્યક્તિ માટે નાણાકીય રૂપે વ્યવહાર્ય હશે.’ મીડિયા રિપોર્ટ મુજબ, એવું નથી કે BCCI સિલેક્શન સમિતિના અધ્યક્ષને ઓછામાં ઓછા 4-5 કરોડ રૂપિયાની ચૂકવણી નહીં કરી શકે. એ વાસ્તવમાં હિતોના ટકરાવ અને આ મુદ્દાઓમાંથી કોઈને હલ કરી શકે છે જે મુખ્ય ખેલાડીઓને સિલેક્શન સમિતિમાં આવવા બાબતે વિચારતા પણ રોકે છે.

BCCIએ સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે, BCCIમાં આ સમયે સિલેક્શન કમિટીમાં એક પદ ખાલી છે, જેના માટે વેકેન્સી પડી છે. BCCIએ ટ્વીટ કરીન જણાવ્યું કે, બોર્ડમાં અત્યારે સિલેક્શન કમિટીમાં એક પદ ખાલી છે. સાથે જ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં હેડ ઓફ સ્પોર્ટ્સ એન્ડ મેડિસિન/અકાદમી ફિઝિયોનું પદ પણ ખાલી છે. BCCIએ અરજી કરવા માટે લિંક પણ શેર કરી છે. જે પણ ઉમેદવારે અરજી કરવી હોય, તે BCCIના ટ્વીટર પર આપેલી લિંક પર ક્લિક કરીને ભરી શકે છે. BCCIએ બધા પદો માટે યોગ્યતા અને તેમના દાયિત્વને પણ વિસ્તારથી બતાવ્યા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 જુલાઇ છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.