- Sports
- ઈશાન કિશન બોલ અડ્યો નહીં છતા પોતાને આઉટ જાહેર કરીને ચાલતી પકડી, આમાં અમ્પાયર શું કરે
ઈશાન કિશન બોલ અડ્યો નહીં છતા પોતાને આઉટ જાહેર કરીને ચાલતી પકડી, આમાં અમ્પાયર શું કરે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં, 23 એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે એક મેચ યોજાઈ હતી. જ્યાં મુંબઈ ઈન્ડિયન્સે 26 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી.
આ મેચ જીત કે હાર કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદના ઇશાન કિશનના વિચિત્ર રીતે આઉટ થવાને કારણે વધુ ચર્ચામાં રહી. અહીં તમને બતાવી દઈએ કે આ સીઝન પહેલા, ઇશાન કિશન મુંબઈ ઇન્ડિયન્સમાંથી જ રમતો હતો.

હવે તમને સમજાવી દઈએ કે આખો મામલો શું છે... ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને સ્કોરકાર્ડ પર 'કેચ આઉટ' જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે તેના બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક જ નહોતો થયો.
આ સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગની ત્રીજી ઓવર હતી અને પહેલો બોલ દીપક ચહર દ્વારા ફેંકવામાં આવ્યો હતો. ઈશાન કિશને મેચમાં 4 બોલનો સામનો કર્યો અને માત્ર 1 રન બનાવ્યો.
https://twitter.com/StarSportsIndia/status/1915055304343011748
દીપક ચહરનો આ બોલ લેગ સાઈડ તરફ જઈ રહ્યો હતો, તે લેન્થ બોલ હતો અને અંદરની તરફ સ્વિંગ થઈ રહ્યો હતો. અમ્પાયરે પહેલા તેને વાઈડ હોવાનો સંકેત આપ્યો. આના પર ન તો ચહરે આ અંગે અપીલ કરી કે ન તો વિકેટકીપર રયાન રિકેલ્ટને કંઈ કહ્યું.

પણ પછી ઈશાન કિશન પોતે જ પેવેલિયન તરફ ચાલવા લાગ્યો, જાણે તેને લાગ્યું કે તે આઉટ થઈ ગયો છે, આ જોઈને અમ્પાયર વિનોદ સેશન પણ આંગળી ઉંચી કરીને તેને આઉટ આપી દીધો. આના પર હાર્દિક પંડ્યાએ ઈશાનના માથા પર હાથ રાખ્યો અને તેની પ્રામાણિકતાના વખાણ કર્યા.
https://twitter.com/bhogleharsha/status/1915049798773911939
જ્યારે ઈશાન કિશન આ રીતે આઉટ થયો, ત્યારે આ સિઝનમાં બીજી વખત તેની સાથે આવું બન્યું કે કિશન લેગ સાઈડ પર કેચ થઈ ગયો, પરંતુ આ વખતે તે બચી શક્યો હોત, કારણ કે સ્નિકો (અલ્ટ્રાએજ) પર પણ કંઈ દેખાતું ન હતું. એકંદરે, રિપ્લેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે, બોલ કિશનના બેટથી ઘણો દૂર હતો અને અલ્ટ્રાએજ પર કોઈ હિલચાલ નહોતી. જ્યારે આ બધું બન્યું, ત્યારે ચહર પોતાના રન-અપ પર પાછો ફરી રહ્યો હતો અને તેણે ફક્ત કરવા ખાતર જ અપીલ કરી હતી, અને અમ્પાયરે વાઈડને આઉટમાં બદલી નાખ્યો. કિશન આઉટ થતાં જ સનરાઇઝર્સનો સ્કોર 9 રનમાં 2 વિકેટે થઈ ગયો.

જોકે સામાન્ય રીતે બેટ્સમેનોને ખબર હોય છે કે તેમણે બોલને સ્પર્શ કર્યો છે કે નહીં, પરંતુ ઈશાનની આ મહાભયંકર ભૂલ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં, SRH પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે અને તેમને સારા સ્કોરની જરૂર હતી, કિશનનું આ રીતે આઉટ થવું ટીમ માટે મોટો ફટકો હતો. કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ X (અગાઉ ટ્વિટર) પર આ ઘટના પર લખ્યું, મને લાગ્યું કે મેં આટલા વર્ષોમાં ઘણું બધું જોઈ લીધું છે, પરંતુ ઇશાન કિશનનું આ રીતે આઉટ થવું ખરેખર હેરાન કરે તેવું હતું.
Related Posts
Top News
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Opinion
