ડગઆઉટમાં RR મેનેજરને ફોન વાપરતા હતા વૈભવ બાજુમાં હતો; લલિત મોદીનો સવાલ- ભ્રષ્ટાચાર વિરોધી એકમ ક્યાં હતી

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી IPL 2026ની 10મી મેચ પછી એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. રાજસ્થાન રોયલ્સ મેનેજર રોમી ભિંડરનો ડગઆઉટમાં મોબાઇલ ફોન વાપરતો એક વીડિયો વાયરલ થયો છે, જેને ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે.

હકીકતમાં, આ ઘટના RR વિરુદ્ધ RCB મેચની 11મી ઓવર દરમિયાન બની હોવાનું કહેવાય છે, જ્યાં મેનેજર ભિંડર ખેલાડીઓની નજીક બેઠેલા હતા અને પોતાના ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તે દરમિયાન યુવાન ખેલાડી વૈભવ સૂર્યવંશી પણ તેમની બાજુમાં બેઠો હતો.

Lalit-Modi2
lokmatnews.in

ભૂતપૂર્વ IPL કમિશનર લલિત મોદીને આ સ્ક્રીન ગ્લેર બિલકુલ ગમ્યું ન હતું, અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું અને ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓ પર પણ સવાલ ઉઠાવ્યા. વીડિયો શેર કરતા તેમણે લખ્યું, 'આ બિલકુલ અસ્વીકાર્ય છે. ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર ક્યાં હતું?'

BCCIના PMOA (ખેલાડીઓ અને મેચ અધિકારીઓનો વિસ્તાર) પ્રોટોકોલ હેઠળ, ટીમ મેનેજર ફોન લઈ જઈ શકે છે, પરંતુ ડગઆઉટમાં તેનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે. ડ્રેસિંગ રૂમમાં મર્યાદિત ઉપયોગની મંજૂરી છે, પરંતુ મેદાનની નજીક તેનો સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

Lalit-Modi2
lokmatnews.in

IPL 2026 PMOA પ્રોટોકોલ દસ્તાવેજમાં જણાવાયું છે કે, 'ટીમના અમુક સભ્યો સિવાય PMOAમાં મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સંચાર ઉપકરણોની મંજૂરી નથી. ટીમ મેનેજર ડ્રેસિંગ રૂમમાં ફોનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ડગઆઉટમાં નહીં.'

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સ્ટેડિયમમાં પહોંચ્યા પછી બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે તેમના મોબાઇલ ફોન અને સ્માર્ટવોચ બંધ કરવા પડતા હોય છે અને તેને ટીમના સુરક્ષા સંપર્ક અધિકારી (SLO)ને સાચવવા માટે સોંપવા પડતા હોય છે.

Lalit-Modi3
dnpindiahindi.in

એવામાં જો આ વીડિયોને પુરાવા તરીકે ગણવામાં આવે છે, તો આ મામલો મેચ રેફરી અને ભ્રષ્ટાચાર વિરોધી એકમ સુધી પહોંચી શકે છે. હાલમાં, ફ્રેન્ચાઇઝી અથવા લીગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ મુદ્દા પર સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. હવે બધાની નજર IPL ગવર્નિંગ કાઉન્સિલના નિર્ણય પર છે, જે સમગ્ર મામલાની તપાસ કર્યા પછી આગળનું પગલું નક્કી કરશે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

ભારતમાં ચોમાસું હજુ પૂરું થયું નથી, પરંતુ વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત અને પસંદગીયુક્ત બની રહી છે. ઉત્તર-પૂર્વ મધ્ય...
National 
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

રવિવારે (23 ઓગસ્ટ) કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરતી વખતે આપેલા વચનો...
National 
સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-08-2026 દિવસ: સોમવાર મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, સાવચેતી રાખીને આગળ વધવું, આવનારા વિઘ્નો હળવા થતા જણાય. વૃષભ: દિવસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.