અખ્તરે પોતાની નિવૃત્તિ માટે ભારતના આ બે ખેલાડીઓને જવાબદાર ગણાવ્યા

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને વિશ્વ ક્રિકેટનો સૌથી ખતરનાક બોલર માનવામાં આવતો હતો. અખ્તર પોતાની સ્પીડ અને આક્રમકતાથી બેટ્સમેનોને પ્રેશરમાં લાવતો હતો. સાથે જ ઘણીવાર પોતાની ઘાતક બોલિંગથી બેટ્સમેનોને ઈંજર્ડ પણ કર્યા છે. અખ્તરે પોતાના કરિયરના દિવસોમાં ઘણાં ભારતીય બેટ્સમેનોને પણ ચકમો આપ્યો છે. હાલમાં જ તેણે ખુલાસો કર્યો કે કયા એ બે ભારતીય બેટ્સમેનો હતા, જે તેને આખો દિવસ થકવતા હતા અને તેણે એ બે ખેલાડીઓને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું એક કારણ પણ ગણાવ્યા.

46 વર્ષીય પાકિસ્તાની બોલરે હંમેશા સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ જેવા ભારતના દિગ્ગજ બેટ્સમેનોની પ્રશંસા કરી છે. રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા અખ્તરે હાલમાં જ ખુલાસો કર્યો કે આ બંને ભારતીય મહાન ખેલાડીઓ તેનો ખૂબ સામનો કરતા હતા અને આ બાબત તેને નિરાશ કરતી હતી.

IPL 2022માં આજે રમાનારી કેકેઆર અને પંજાબ કિંગ્સની વચ્ચે થનારી મેચનો પ્રીવ્યૂ કરતા અખ્તરે કહ્યું કે, મારી નિવૃત્તિનું એક મોટું કારણ એ પણ હતું કે હવે હું જલદી નહોતો ઊઠી શકતો. હું પાછલા 25 વર્ષોથી સવારે 6 વાગ્યાથી જાગી રહ્યો હતો અને પછી સચિન તથા દ્રવિડ જેવા બેટ્સમેનો સામે બોલિંગ કરતો હતો. જેઓ મને આખો દિવસ થકવતા હતા. તો આ મારા રિટાયરમેન્ટનું એક મુખ્ય કારણ હતું કે બસ હવે સવારમાં વહેલું ઉઠાતું નથી.

હરભજન સિંહે હાલમાં અખ્તરનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, જ્યારે હું પાકિસ્તાન ટૂર પર ગયો હતો ત્યારે બધા ખેલાડીઓ બસ દ્વારા મેદાનમાં આવ્યા હતા. જોકે એક ખેલાડીએ જોન અબ્રાહમની જેમ લેધર જેકેટ અને હેલમેટ પહેરીને એન્ટ્રી કરી હતી. અમે લોકો હેરાન હતા કે કોઇ બાઈક પર સવાર થઇને મેદાને કઇ રીતે આવી શકે છે. પણ તેમણે જેવું હેલમેટ ઉતાર્યું તો અમને ખબર પડી કે તે શોએબ અખ્તર હતા. આખી ટીમ બસમાં આવી હતી પણ તેમણે તેમના અંદાજમાં એન્ટ્રી લીધી હતી.

હરભજન સિંહે આ વાત તેના 2004ના પાકિસ્તાન પ્રવાસને યાદ કરતા કહી હતી.

Related Posts

Top News

મોટા ઉદ્યોગપતિઓની દાનની ટકાવારી તો વધી, પણ ખેડૂતો માટે દાન ન કર્યુ

એડલગીવ હુરુન ઇન્ડિયા નો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ભારતના ધનિકોએ કેટલા રૂપિયા દાન કર્યું કેટલી ટકાવારી વધા તેના...
Business 
મોટા ઉદ્યોગપતિઓની દાનની ટકાવારી તો વધી, પણ ખેડૂતો માટે દાન ન કર્યુ

અનિલ અંબાણીએ 41000 કરોડનું કૌભાંડ કરીને જેટ, બંગલા ખરીદ્યા અને જલસા કર્યા

ભારતની એક ન્યૂઝ વેબસાઇટે અનિલ અંબાણીએ 41000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો લેખ પ્રસિદ્ધ કરતા ભારતમાં ખળભળાટ મચી ગયો છે....
Business 
અનિલ અંબાણીએ 41000 કરોડનું કૌભાંડ કરીને જેટ, બંગલા ખરીદ્યા અને જલસા કર્યા

દુખીયાના દુઃખને સુખીયા શું જાણે!

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતી ભજન... મહેલોનાં વાસી ગરીબી શું જાણે, દુખીયાના દુઃખને સુખીયા શું જાણે... પંક્તિઓ વિચારતો કરી ગઈ!! ગુજરાતના...
Opinion 
દુખીયાના દુઃખને સુખીયા શું જાણે!

વાદળી ડ્રમવાળી મુસ્કાનના માતા-પિતાએ ‘ઘર વેચવાનું છે’ આવું પોસ્ટર કેમ લાગ્યું છે? જાણો પિતાનું દુઃખ

મેરઠના સૌરભ રાજપૂત કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પતિની ક્રૂરતાથી હ*ત્યા કરીને તેના શરીરના ટુકડા વાદળી ડ્રમમાં છુપાવનાર મુસ્કાનનો...
National 
વાદળી ડ્રમવાળી મુસ્કાનના માતા-પિતાએ ‘ઘર વેચવાનું છે’ આવું પોસ્ટર કેમ લાગ્યું છે? જાણો પિતાનું દુઃખ
Copyright (c) Khabarchhe All Rights Reserved.