- Sports
- ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ દિવસની રમત પૂરી થાય તે પહેલાં સમય બગાડવાની રણનીતિ અપનાવી, જેના કારણે ભારતીય ટીમ ફક્ત એક જ ઓવર નાખી શકી. આ કારણે, ભારતીય ખેલાડીઓ, ખાસ કરીને કેપ્ટન શુભમન ગિલ ખૂબ ગુસ્સે દેખાતા હતા.
જ્યારે ઇંગ્લેન્ડના બેટ્સમેન બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યા ત્યારે રમતની 6 મિનિટ બાકી હતી. આવી સ્થિતિમાં, બે ઓવર તો ફેંકી જ શકાયા હોત. પરંતુ જેક ક્રાઉલીએ પહેલા સમય બગાડ્યો, પછી તે ઓવરના પાંચમા બોલ પર ઘાયલ પણ થઈ ગયો. આ કારણે, ભારતીય ટીમ ફક્ત એક જ ઓવર નાખી શકી.

જસપ્રીત બુમરાહે તાળીઓ પાડીને જેક ક્રાઉલી પર કટાક્ષ કર્યો, જેનાથી સ્પષ્ટ થયું કે ભારતીય કેમ્પ આ કૃત્યથી ખુશ નથી. ઇંગ્લેન્ડના પેસ બોલિંગ સલાહકાર ટિમ સાઉથીએ પણ આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે. સાઉદીએ કહ્યું કે, જ્યારે રમતના બીજા દિવસે શુભમન ગિલને મસાજ કરાવવામાં આવી રહ્યો હતો, ત્યારે કોઈએ કંઈ કહ્યું નહીં, રમતમાં આ બધું થતું રહે છે.
https://twitter.com/englandcricket/status/1944098945178743118
ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટિમ સાઉદીએ ત્રીજા દિવસની રમત પૂરી થયા પછી કહ્યું, 'દિવસના અંતે બંને ટીમો વચ્ચે થોડી ગરમા-ગરમી જોઈને સારું લાગ્યું. ગઈકાલે શુભમન ગિલ પોતે મેદાન પર મસાજ કરાવી રહ્યો હતો, ત્યારે કોઈએ કંઈ કહ્યું નહીં. આ બધું રમતનો ભાગ છે.'

ટિમ સાઉદીએ મજાકમાં કહ્યું, 'હા, ક્રોલીનો હાથ રાત્રે જોવામાં આવશે. આશા છે કે તે રમવા માટે ફિટ થઈ જશે.' ટિમ સાઉદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. સાઉદીએ ન્યૂઝીલેન્ડ માટે 107 ટેસ્ટ મેચમાં 391 વિકેટ, 161 વનડેમાં 221 અને 126 T20 મેચમાં 164 વિકેટ લીધી હતી. સાઉદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2288 રન પણ બનાવ્યા છે.
https://twitter.com/abbas_shaz/status/1944180481907372501
બીજી તરફ, ભારતીય ટીમના ઓપનર KL રાહુલે જેક ક્રાઉલીનો બચાવ કર્યો છે. રાહુલે કહ્યું કે ઓપનર હોવાને કારણે તે પોતે આ વાત સારી રીતે સમજે છે. KL રાહુલે કહ્યું, 'હું પોતે એક ઓપનર છું અને સમજી શકું છું કે ક્રોલી શું કરી રહ્યો હતો. બધા જાણે છે કે છેલ્લી પાંચ મિનિટમાં શું થયું, પરંતુ ફક્ત એક ઓપનર જ તેને સારી રીતે સમજી શકે છે. ગિલનો ગુસ્સો પણ વાજબી હતો. અમે ઇચ્છતા હતા કે બે ઓવર ફેંકવામાં આવે. આવા સમયે બેટ્સમેન માટે બે ઓવર રમવી મુશ્કેલ છે. અમે તે તકનો લાભ લેવા માંગતા હતા.'
Related Posts
Top News
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Opinion
