- Sports
- એક ટી શર્ટને કારણે ગિલે ફસાઈ શકે છે કાયદાકીય મુશ્કેલીમાં, ભારતીય કેપ્ટનને લાગી શકે છે મોટો ઝટકો
એક ટી શર્ટને કારણે ગિલે ફસાઈ શકે છે કાયદાકીય મુશ્કેલીમાં, ભારતીય કેપ્ટનને લાગી શકે છે મોટો ઝટકો
ભારતીય કેપ્ટન શુભમન ગિલ બીજી ટેસ્ટ દરમિયાન પોતાના જેસ્ચર માટે મુશ્કેલીમાં ફસાઈ શકે છે. રમતના ચોથા દિવસે ભારતની બીજી ઇનિંગમાં દાવ ડિક્લેર કરવાનો નિર્ણય લેતી વખત કેપ્ટન ગિલે નાઇકીની બનિયાન પહેરી હતી. જ્યારે ગિલ નાઇકીની બાનિયાન પહેરી રાખી હતી, ત્યારે તે કેમેરામાં કેદ થઈ થઈ ગયો. જોકે જાહેરાતમાં કંઈ પણ ખોટું નહોતું, પરંતુ ગિલ માટે પરેશાનીની વાત એ હોઈ શકે છે કે એડિડાસ ભારતીય ક્રિકેટ ટીમનું સત્તાવાર ભાગીદાર કિટ સ્પોન્સર છે, જેણે 2023માં BCCI સાથે 5 વર્ષનો કરાર કર્યો છે. ગિલ ન માત્ર સત્તાવાર ભાગીદાર કિટ પહેરવાનું ચૂકી ગયો, પરંતુ તેણે એક એવી બનિયાન પહેરી હતી, જે તેની સીધી પ્રતિદ્વંદ્વી હતી.
સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સનું માનવું છે કે BCCI તેની આ ભૂલ માટે કાયદાકીય પરેશાનીમાં નાખી શકે છે. કિટ સ્પોન્સરશિપ માટે કરારની જાહેરાત કરતા BCCIએ 2023માં એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘વૈશ્વિક સ્પોર્ટ્સવિયર બ્રાન્ડ હવે ભારતની પુરુષ, મહિલા અને અંડર-19 ટીમો માટે જર્સી, કિટ અને અન્ય સામાન ડિઝાઇન અને નિર્માણ કરશે. માર્ચ 2028 સુધી ચાલનારા આ કરારથી એડિડાસને રમતના તમામ ફોર્મેટમાં કિટ બનાવવાના વિશિષ્ટ અધિકારો આપશે. એડિડાસ BCCI માટે બધી મેચ, પ્રેક્ટિસ અને મુસાફરીના પરિધાનોનો એકમાત્ર સપ્લાયર હશે, જેમાં પુરુષો, મહિલા અને યુવા ટીમો સામેલ છે.’
https://twitter.com/ApnaCricketteam/status/1941752223156887921
શું ગિલે તોડ્યો નિયમ?
BCCI માટે સ્પોન્સર કંપની એડિડાસ છે અને બધા ભારતીય ખેલાડીઓએ એડિડાસ જર્સી પહેરવાની હોય છે. પરંતુ ગિલથી આ ભૂલ થઈ ગઈ. શુભમન ગિલે દાવ ડિક્લેર કરતી વખતે એડિડાસની જર્સી પહેરી નહોતી. વર્ષ 2023 માં એડિડાસ અને BCCI વચ્ચે 250 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી. હવે શું ગિલથી ભૂલ થઈ ગઈ છે કે સ્પોન્સર કંપની એડિડાસની જર્સી ન પહેરીને તેની વિરુદ્ધ કંપની નાઇકીની જર્સી પહેરી. એવામાં હવે એ જોવાનું રહેશે કે BCCI શું નિર્ણય લે છે.

