- Sports
- ‘હું કન્ફ્યૂઝ હતો કે...’, ટોસ હારતા જ એવું કેમ બોલ્યો કેપ્ટન ગિલ, નિવેદનની થઇ રહી છે ખૂબ ચર્ચા
‘હું કન્ફ્યૂઝ હતો કે...’, ટોસ હારતા જ એવું કેમ બોલ્યો કેપ્ટન ગિલ, નિવેદનની થઇ રહી છે ખૂબ ચર્ચા

લોર્ડ્સમાં આજથી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ શરૂ થઈ ગઈ છે. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતની પ્લેઇંગના એક બદલાવ થયો છે, ભારતીય ટીમમાં પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ જસપ્રીત બૂમરાહની વાપસી થઈ છે. તો, ટોસ જીતીને ઇંગ્લેન્ડ દ્વારા પહેલા બેટિંગ કરવાના નિર્ણયને લઈને કેપ્ટન ગિલે એક મોટું નિવેદન આપ્યું છે, જે ફેન્સ વચ્ચે ખૂબ લાઇમલાઇટ મેળવી રહ્યું છે.

શુભમન ગિલે ટોસ હાર્યા બાદ કહ્યું કે, આજે સવારથી તે આજે ખૂબ જ કંફ્યૂઝમાં હતો. ગિલે કહ્યું કે, આજે સવાર સુધી હું કંફ્યૂઝ હતો કે શું કરું. હું પહેલા બોલિંગ કરતો. પહેલા સેશનમાં બૉલરો માટે કંઇક ને કંઇક જરૂર હશે. બધાએ યોગદાન આપ્યું અને તેના પર ચર્ચા થઈ. બોલરો આત્મવિશ્વાસથી ભરેલા છે, એજબેસ્ટનની વિકેટ પર 20 વિકેટ લેવી સરળ નહોતી. મને ખૂબ સારું લાગી રહ્યું છે, એક બેટ્સમેન તરીકે તમે અપેક્ષા રાખો છો કે તમે પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરશો. અમારી પાસે એક બદલાવ છે, પ્રસિદ્ધની જગ્યાએ બૂમરાહ.

ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાના નિર્ણય પર બેન સ્ટોક્સે કહ્યું કે, અમે બેટિંગ કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે આ પીચ પર પહેલા કલાકમાં બોલરોને થોડી મદદ મળે છે. માહોલ સારો છે, સારી સીરિઝ છે અને અમે આ મેચ માટે તૈયાર છીએ. શરીર સારું છે. અમે ફ્રેશ છીએ અને મેચ જીતવા માટે રમી રહ્યા છીએ. રમવા માટે તૈયાર છીએ. દરેકને લોર્ડ્સમાં રમવાનું પસંદ છે અને તમારે આ અવસર પર આનંદ લેવો જોઈએ. બસ એક બદલાવ ટંગની જગ્યાએ આર્ચર છે પ્લેઇંગ ઇલેવનમાં.

ભારતની પ્લેઇંગ XI:
યશસ્વી જાયસ્વાલ, કે.એલ. રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ સિરાજ.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ XI:
જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઇડન કાર્સ, જોફ્રા આર્ચર, શોએબ બશીર.
Related Posts
Top News
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું
Opinion
