- Sports
- ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં લાગૂ થશે 5 નવા નિયમ, જો આવું કર્યું તો બેટિંગ ટીમને મળશે 5 રન
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં લાગૂ થશે 5 નવા નિયમ, જો આવું કર્યું તો બેટિંગ ટીમને મળશે 5 રન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં ઘણા નવા નિયમો જોવા મળશે. તેમાં ‘સ્ટોપ ક્લોક’થી લઈને શૉર્ટ રન સુધીના નિયમ સામેલ છે. આ નિયમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27)ના વર્તમાન સાયકલથી લાગૂ થઈ રહ્યા છે. નવા નિયમો હેઠળ હવે જાણીજોઇને શોર્ટ રન લેવા બેટિંગ ટીમને ભારે પડશે. જો આવું કરવામાં આવે છે, તો ફિલ્ડિંગ કરનારી ટીમને એ હક આપવામાં આવશે કે તે નક્કી કરે કે સ્ટ્રાઇક પર બેમાંથી કયો બેટ્સમેન રહેશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ નિયમો ઘણા સમય અગાઉ નક્કી કર્યા હતા, પરંતુ તેની શરૂઆત શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટથી થઈ હતી. નવા નિયમોમાં એક સ્ટોપ ક્લોકનો છે. તેનાથી ટેસ્ટ મેચમાં સ્લો ઓવર રેટની સમસ્યાથી છૂટકારો મળશે. ફિલ્ડિંગ ટીમે ઓવર પૂરી થયાના 60 સેકન્ડની અંદર આગામી ઓવર શરૂ કરવી પડશે. મેદાન પર એક ઇલેક્ટ્રોનિક ઘડિયાળ જોવા મળશે, જેના પર શૂન્યથી 60 સેકન્ડ સુધી કાઉંટિંગ બતાવવામાં આવશે.
ફિલ્ડિંગ ટીમને 60 સેકન્ડની અંદર ઓવર ન નાખવા પર 2 વખત ચેતવણી આપવામાં આવશે. ત્રીજી વખત આવી ભૂલ કરવા પર બેટિંગ કરનારી ટીમને 5 પેનલ્ટી રન આપવામાં આવશે. આ નિયમ દર 80 ઓવર પૂરી થયા બાદ ફરીથી લાગૂ કરવામાં આવશે. એટલે કે, જો કોઈ ફિલ્ડિંગ ટીમે પહેલી 80 ઓવરમાં 2 વખત આવી ભૂલ કરી હોય. ત્યારબાદ, જો તે 81મી ઓવરમાં આ ભૂલનું પુનરાવર્તન કરે છે, તો તેને ત્રીજી નહીં, પહેલી ભૂલ ગણવામાં આવશે.

ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, ICCએ બોલ પર લાળના ઉપયોગ સાથે જોડાયેલા નિયમમાં બદલાવ કર્યો છે. અગાઉ, આવું કરવામાં આવતું હતું તો બોલ બદલવો અનિવાર્ય હતો. હવે બોલ બદલવાનો નિર્ણય અમ્પાયર લેશે. જો તેમને લાગે કે બોલ બદલવાની કોઈ જરૂરિયાત નથી, તો તે આવું નહીં કરે.
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
