ભારતીય ટીમની હારમાં સૌથી મોટા વિલેન બન્યા 3 ખેલાડી, ત્રીજી ટેસ્ટમાં ટીમને ડૂબાડી

ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 193 રનનો ટારગેટ આપ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 170 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં યશસ્વી જાયસ્વાલ, શુભમન ગિલ અને કરુણ નાયરે ભારત માટે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું અને આ ખેલાડીઓ ટીમની હારમાં ખલનાયક સાબિત થયા છે. જો આ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હોત તો મેચનું પરિણામ કંઈક અલગ હોત. હવે ત્રીજી મેચ હાર્યા બાદ ભારતીય ટીમ સીરિઝમાં 1-2થી પાછળ થઈ ગઈ છે.

Karun
espncricinfo.com

1. કરુણ નાયર

કરુણ નાયરે ભલે ઘરેલુ ક્રિકેટમાં રનોનો વરસાદ કર્યો હોય, પરંતુ તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પોતાનો જલવો બતાવી શક્યો નથી અને પૂરી રીતે ફ્લોપ સાબિત થયો છે. તેણે ઇંગ્લેન્ડમાં 3 ટેસ્ટ મેચમાં એક પણ અડધી સદી ફટકારી નથી. ત્રીજી ટેસ્ટ મેચની બંને ઇનિંમાં તે નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તેના બેટથી રન ન નીકળ્યા. તેણે પહેલી ઇનિંગમાં 40 રન બનાવ્યા હતા. તે બીજી ઇનિંગમાં યશસ્વી જાયસ્વાલ આઉટ થયા બાદ બેટિંગ કરવા આવ્યો હતો. અને તેના પર ક્રીઝ પર ટકી રહેવાની જવાબદારી હતી. કમનસીબે તે આમ ન કરી શક્યો. તે ભારતીય ટીમની નાવને વચ્ચે જ છોડીને પેવેલિયન પાછો ફર્યો. તેણે બીજી ઇનિંગમાં માત્ર 14 રન બનાવ્યા. ઘરેલુ ક્રિકેટમાં સારા પ્રદર્શન બાદ કરુણ નાયરની ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી થઈ હતી. ત્યારે એવું લાગતું હતું કે તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર સારું પ્રદર્શન કરશે, પરંતુ એવું ન થયું. ઇંગ્લેન્ડ પ્રવાસ પર 6 ઇનિંગમાં તેણે અત્યાર સુધી કુલ 117 રન બનાવ્યા છે, જેમાં તે એક વખત શૂન્ય પર આઉટ થઈ ચૂક્યો છે.

Jayaswal
espncricinfo.com

2. યશસ્વી જાયસ્વાલ

યશસ્વી જાયસ્વાલ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પૂરી રીતે ફ્લોપ સાબિત થયો અને મોટી ઇનિંગ ન રમી શક્યો. પહેલી ઇનિંગમાં જ્યારે બેટ્સમેનોને પીચ પરથી થોડી મદદ મળી રહી હતી, ત્યારે તેણે ઉતાવળ બતાવી અને 8 બૉલમાં 13 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ બીજી ઇનિંગમાં તે જોફ્રા આર્ચરના બોલ પર ખરાબ શૉટ રમીને આઉટ થઈ ગયો અને 7 બૉલમાં ખાતું ખોલ્યા વિના પેવેલિયન પાછો ફર્યો.

Gill
espncricinfo.com

3. શુભમન ગિલ

શુભમન ગિલ શાનદાર ફોર્મમાં હતો અને તેણે ઇંગ્લેન્ડ સામેની પહેલી 2 ટેસ્ટ મેચમાં ઘણા રન બનાવ્યા હતા. પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં તે પોતાનું લય જાળવી ન શક્યો અને સસ્તામાં આઉટ થઈ ગયો. ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તે 16 રન અને બીજી ઇનિંગમાં એક રન બનાવી શક્યો. બધાને અપેક્ષા હતી કે તે બીજી ઇનિંગમાં ક્રીઝ પર ટકીને રમશે, પરંતુ તે બ્રાયડન કાર્સેના બોલને સમજી ન શક્યો અને LBW આઉટ થઈને પેવેલિયન પાછો ફર્યો.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.