ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે આ ડાબોડી બેટ્સમેનને મેદાનમાં ઉતાર્યો હતો. વૈભવે પોતાની કારકિર્દીની શરૂઆત, પહેલા જ બોલ પર જોરદાર સિક્સર ફટકારીને કરી હતી.

સંજુ સેમસન ફિટ ન હોવાને કારણે આ મેચમાં રિયાન પરાગે ટીમનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે, વૈભવને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવાની તક મળી. આ સમય દરમિયાન, વૈભવ IPLમાં ડેબ્યૂ કર્યા પછી માત્ર ચમક્યો જ નહીં, પરંતુ 3 મોટા રેકોર્ડ પણ તોડ્યા.

vaibhav suryavanshi

વૈભવ સૂર્યવંશીએ પોતાની પહેલી મેચમાં 20 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા. તેના રન 170.00ના સ્ટ્રાઇક રેટથી આવ્યા. 181 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે તેણે યશસ્વી જયસ્વાલ સાથે 85 રનની ભાગીદારી પણ કરી. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ એક-બે નહીં પરંતુ ચાર મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. ચાલો તમને વૈભવના કારનામાઓ વિશે જણાવી દઈએ...

વૈભવ સૂર્યવંશી 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે 2008માં શરૂ થયેલી IPLમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. સૂર્યવંશીએ પ્રયાસ રે બર્મનનો રેકોર્ડ તોડ્યો, જેમણે 2019માં 16 વર્ષ અને 157 દિવસની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો.

વૈભવ સૂર્યવંશી IPLમાં છગ્ગો ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. 19 એપ્રિલ પહેલા આ રેકોર્ડ RR તરફથી રમતા રિયાન પરાગના નામે હતો. પરાગે 17 વર્ષ અને 161 દિવસની ઉંમરે છગ્ગો ફટકાર્યો હતો.

vaibhav suryavanshi

વૈભવ સૂર્યવંશીના નામે IPLમાં સૌથી નાની ઉંમરે ફોર (ચોગ્ગો)ફટકારવાનો રેકોર્ડ પણ છે. 19 એપ્રિલ પહેલા, આ રેકોર્ડ પ્રયાસ રે બર્મનના નામે હતો. RCB માટે ડેબ્યૂ કરનાર પ્રસિદ્ધે છ વર્ષ સુધી આ રેકોર્ડ પોતાના નામે રાખ્યો હતો.

આ ઉપરાંત, વૈભવ સૂર્યવંશી હવે ઓસ્ટ્રેલિયાના રોબ ક્વિની, વેસ્ટ ઈન્ડિઝના કેવોન કૂપર, આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, જેવોન સિયરલ્સ, ભારતના અનિકેત ચૌધરી, સિદ્ધેશ લાડ, સમીર રિઝવી અને શ્રીલંકાના મહિષ તીક્ષણા જેવા ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયો છે, જેમણે પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને પોતાની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી.

Related Posts

Top News

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Copyright (c) Khabarchhe All Rights Reserved.