આર્થિક સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર ચા પીવાડતો નજરે પડ્યો વર્લ્ડ કપ વિજેતા ખેલાડી

વર્ષ 1948માં આઝાદી મળ્યા બાદ શ્રીલંકા સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તે ગત વર્ષના અંતથી જ ભોજન, દવાઓ અને ઈંધણ જેવી આવશ્યકતાઓ પૂરી કરી શકતું નથી. દેશ ઉચ્ચમુદ્રાસ્ફિતી અને વીજ સંકટથી માઠી રીતે પ્રભાવિત થયો છે. સરકાર વિરુદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું. મહેલા જયવર્ધને અને કુમાર સંગાકારા જેવા દિગ્ગજ ખેલાડીઓએ સરકારની નિંદા કરી. આ દરમિયાન પૂર્વ ખેલાડી રોશન મહાનામા નવા અવતારમાં નજરે પડ્યો.

શ્રીલંકામાં હાલના દિવસોમાં આર્થિક સંકટ ચાલી રહ્યું છે, એવામાં વર્ષ 1996ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહી ચૂકેલા ક્રિકેટર રોશન મહાનામા લોકોની મદદ માટે આગળ આવ્યો છે. રોશન મહાનામા પેટ્રોલ પંપ પર જરૂરિયાતમંદ લોકોને સામાન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર કેટલીક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેઓ લોકોને ચા અને બન પીરસતા નજરે પડી રહ્યા છે. શ્રીલંકા માટે ખૂબ જ મુશ્કેલ સમયમાં રોશન મહાનામાએ લોકોને એકબીજાની મદદ કરવાની અપીલ કરી છે.

તેમણે પોતાના ટ્વીટરમાં લખ્યું કે, અમે વોર્ડ પ્લેસ અને વિજેરામા માવથીની આસપાસ પેટ્રોલ માટે લાઇનમાં ઊભા લોકો માટે ચા અને બન પીરસવાનું કામ કર્યું. આ લાઈનો રોજ લાંબી થતી જઈ રહી છે, એવામાં લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. કૃપયા ઈંધણની લાઇનમાં લાગેલા લોકો પોતાનું ધ્યાન રાખે અને એકબીજાની મદદ કરે. શ્રીલંકામાં હાલના દિવસોમાં ભયાનક આર્થિક સંકટ ચાલી રહ્યું છે. એવામાં લોકોએ આધારભૂત વસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તે ઈંધણની આયાત માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે અને અનુમાન છે કે આ પેટ્રોલ અને ડીઝલનો હાલનો સ્ટોક થોડા સમયમાં સમાપ્ત થઈ શકે છે.

હાલમાં લોકો ઈંધણ માટે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવી રહ્યા છે. 31 મે, 1966ના રોજ કોલંબોમાં જન્મેલા રોશન મહાનામા શ્રીલંકાના દિગ્ગજ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવે છે. તેમણે શ્રીલંકા માટે 213 વન-ડે મેચ અને 52 ટેસ્ટ રમી છે. ટેસ્ટમાં તેમના નામે 4 સદી અને 11 અડધી સદી, જ્યારે વન-ડેમાં 4 સદી અને 35 અડધી સદી સાથે તેમણે 5162 રન બનાવ્યા છે. તેઓ વર્ષ 1996માં વર્લ્ડ કપ જીતનારી શ્રીલંકન ક્રિકેટ ટીમનો હિસ્સો પણ રહી ચૂક્યા છે. મહાનામાએ વર્ષ 1999માં વર્લ્ડ કપ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધું હતું.

Related Posts

Top News

ગુજરાતમાં 105 IPS અને SPS અધિકારીઓની બદલી, 20 જિલ્લાના પોલીસ અધિક્ષકો બદલાયા

ગુજરાત સરકારે  લાંબા સમય બાદ રાજ્ય પોલીસ વિભાગમાં મોટો બદલાવ કરતા 105 IPS અને SPS   અધિકારીઓની બદલી કરી દીધી74...
Gujarat 
ગુજરાતમાં 105 IPS અને SPS અધિકારીઓની બદલી, 20 જિલ્લાના પોલીસ અધિક્ષકો બદલાયા

રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રા શું કોઇ ફાયદો થશે?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગાઉ જાહેરાત કરી હતી કે, બિહારમાં વોટ અધિકાર યાત્રા શરૂ કરવામાં આવશે. એ મુજબ 17...
Politics 
રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રા શું કોઇ ફાયદો થશે?

પૂર્વથી રાષ્ટ્રપતિ, પશ્ચિમથી વડાપ્રધાન, દક્ષિણથી ઉપરાષ્ટ્રપતિ... તો શું ઉત્તરથી હશે નવા અધ્યક્ષ?

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે તામિલનાડુના OBC નેતા સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા કર્યા છે. હવે બધાની...
National  Politics 
પૂર્વથી રાષ્ટ્રપતિ, પશ્ચિમથી વડાપ્રધાન, દક્ષિણથી ઉપરાષ્ટ્રપતિ... તો શું ઉત્તરથી હશે નવા અધ્યક્ષ?

કયા હાઇવે અને એક્સપ્રેસવે પર 3000 રૂપિયાવાળો વાર્ષિક FASTag પાસ માન્ય રહેશે?

દેશમાં 15 ઓગસ્ટથી વાર્ષિક ફાસ્ટેગ પાસ લાગુ કરવામાં આવ્યો છે. આ ફાસ્ટેગ પાસ સાથે, કોઈપણ વ્યક્તિ એક વર્ષ માટે વધારાનો...
National 
 કયા હાઇવે અને એક્સપ્રેસવે પર 3000 રૂપિયાવાળો વાર્ષિક FASTag પાસ માન્ય રહેશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.