પૂર્વથી રાષ્ટ્રપતિ, પશ્ચિમથી વડાપ્રધાન, દક્ષિણથી ઉપરાષ્ટ્રપતિ... તો શું ઉત્તરથી હશે નવા અધ્યક્ષ?

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે તામિલનાડુના OBC નેતા સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા કર્યા છે. હવે બધાની નજર પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેના પર હશે. શું ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં ક્ષેત્રિય અને જાતિ સમીકરણોને ધ્યાનમાં રાખશે? જો પ્રદેશ પ્રમાણે જોવામાં આવે તો, ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટે આ વાત ધ્યાનમાં રાખી છે. સી.પી. રાધાકૃષ્ણન દક્ષિણ ભારતમાંથી આવે છે. ભાજપના વર્તમાન અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉત્તર ભારતમાંથી આવે છે, તો શું નવા અધ્યક્ષ ઉત્તર ભારતમાંથી જ હશે? ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ ભાજપ એવા નિર્ણયો લેવા માટે જાણીતી છે, જેનાથી લોકો દંગ રહી જાય છે.

modi
zoomnews.in

નવા અધ્યક્ષ માટે આ નામોની ચર્ચા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પૂર્વમાંથી છે અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન દક્ષિણમાંથી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પશ્ચિમમાંથી છે અને સંસદમાં ઉત્તરનું પ્રતિનિધિત્વ કરે છે. એવામાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે, શું ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તરમાંથી જ હોય શકે છે? ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉત્તર ભારતમાંથી આવે છે. આમ તો, ભાજપના નવા અધ્યક્ષ માટે જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં ઘણા નામ ઉત્તર ભારતના પણ છે. તેમાં મનોહર લાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ અને કેશવ પ્રસાદ મૌર્યના નામ મુખ્ય રીતે લેવામાં આવે છે. એટલે સી.પી. રાધાકૃષ્ણનની ઉમેદવારી બાદ હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપના નવા અધ્યક્ષ પણ ઉત્તર ભારતના હોઈ શકે છે.

ભાજપના નવા અધ્યક્ષ માટે ક્ષેત્ર સાથે-સાથે,  જાતિ સમીકરણ અંગે પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. જાતિ સમીકરણોને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આદિવાસી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી OBC છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન પણ OBC સમુદાયમાંથી આવે છે. એવામાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ સામાન્ય વર્ગમાંથી જ હોઈ શકે છે.

modi
newindianexpress.com

જોકે, જાણકારોનું કહેવું છે કે નવા અધ્યક્ષની પસંદગીમાં કોઈ રાજકીય સંદેશ આપવામાં નહીં આવે, પરંતુ પ્રયાસ એવા વ્યક્તિને કમાન સોંપવામાં આવશે, જે વિશાળ સંગઠનને સંભાળી શકે. આમ છતા એક રાજનીતિક પાર્ટી તરીકે, ભાજપ ઇચ્છશે કે નવા અધ્યક્ષની પસંદગીમાંથી એક રાજનીતિક સંદેશ પણ નીકળવો જોઇએ. એટલે ચર્ચા થઈ રહી છે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કયા ક્ષેત્ર કે જાતિના હોઈ શકે છે.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.