2023 ક્રિકેટ વર્લ્ડ કપ માટે આ બે જગ્યા છે પાકિસ્તાનની ફેવરિટ

ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વનડે વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની પહેલી પસંદ ચેન્નઈનું ચેપક અને બીજું કોલકાતાનું ઈડન ગાર્ડન્સ છે. આ બે સ્ટેડિયમમાં પાકિસ્તાન પોતાની મોટાભાગની મેચો રમી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના સુત્રોએ જણાવ્યું કે, પહેલા પ્રવાસમાં પણ પાકિસ્તાને આ બંને જગ્યા પર સુરક્ષિત અનુભવ કર્યો હતો. ક્રિકેટ વર્લ્ડ કપની મેચ પાંચ ઓક્ટોબરથી શરૂ થવાની સંભાવના છે. આ દરમિયાન 46 મેચો રમાશે, જે 12 શહેરોમાં રમવામાં આવી શકે છે. તેમા અમદાવાદ, લખનૌ, મુંબઈ, રાજકોટ, બેંગલુરુ, દિલ્હી, ઇન્દૌર, ગુવાહાટી અને હૈદરાબાદ સામેલ છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મુદ્દા પર ICC ના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. આ મામલા સાથે સંકળાયેલા ICC ના એક સુત્રએ PTI ને જણાવ્યા અનુસાર, ઘણુ બધુ એ વાત પર નિર્ભર કરે છે કે BCCI અને ભારત સરકાર શું નિર્ણય લે છે? પરંતુ, પાકિસ્તાન વર્લ્ડ કપની પોતાની મોટાભાગની મેચો કોલકાતા અને ચેન્નઈમાં રમવાનું પસંદ કરશે. આ સુત્રએ કહ્યું, પાકિસ્તાનના ખેલાડી 2016માં રમાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત વિરુદ્ધ કોલકાતામાં મેચ દરમિયાન સુરક્ષાને લઇને ખુશ દેખાયા હતા. ચેન્નઈ પાકિસ્તાન માટે યાદગાર સ્થળ છે.

તેમજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચોને આયોજિત કરાવવી ICC માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. અહીં દર્શકોની ક્ષમતા 132000 છે. પરંતુ, આ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ રમવામાં આવશે એમાં ભારત-પાકિસ્તાનની મેચનું આયોજન કોઇ અન્ય સ્થળ પર થશે. ICC આવનારા કેટલાક મહિનાઓમાં BCCI સાથે મળીને વર્લ્ડ કપનો કાર્યક્રમ તૈયાર કરશે.

ICC ના મહાપ્રબંધક વસીમ ખાને હાલમાં કહ્યું હતું કે, પાકિસ્તાન વર્લ્ડ કપ દરમિયાન પોતાની મેચોને બાંગ્લાદેશમાં રમી શકે છે. પરંતુ, PCB અધ્યક્ષ નઝમ શેઠી અને ICCએ તેને બકવાસ વાત કહી હતી. પાકિસ્તાને 2011 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ સેમીફાઇનલ મેચ મોહાલીમાં રમી હતી. તેનો ઈરાદો પાકિસ્તાનના પ્રશંસકો માટે સ્ટેડિયમ આવવું સરળ બનાવવાનો હતો. પરંતુ, આ વખતે મોહાલી BCCI ના વર્લ્ડ કપ વેન્યૂની યાદીમાં નથી.

એશિયા કપને લઇને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે પાકિસ્તાનથી સમાચાર આવ્યા હતા કે જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ એશિયા કપ માટે નહીં કરશે તો પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત આવવાનો ઇન્કાર કરી શકે છે. જોકે, પાકિસ્તાનને જલ્દી જ એહસાસ થઈ ગયો કે તે હાલ ભારતની સાથે આ મામલા પર ટકરાવ ઝેલવાની સ્થિતિમાં નથી. પછી PCB અધિકારી એવુ કહેવા માંડ્યા કે તેમના તરફથી ક્યારેય વર્લ્ડ કપના બહિષ્કારની વાત કહેવામાં નથી આવી.

About The Author

Top News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.