- Sports
- SRHના આ સ્પિનર પાસે છે ગજબની કળા, બંને હાથે કરે છે બોલિંગ!
SRHના આ સ્પિનર પાસે છે ગજબની કળા, બંને હાથે કરે છે બોલિંગ!

ગુરુવારે રમાયેલી IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 80 રનથી હરાવ્યું. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ ભલે આ મેચ 80 રનથી હારી ગઈ હોય, પણ તેના એક સ્પિનરની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના સ્પિનરમાં અદ્ભુત કુશળતા છે અને તે બંને હાથે બોલિંગ કરે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચ દરમિયાન, આ સ્પિનરે એક ઓવરમાં બંને હાથે બોલિંગ પણ કરી હતી.

શ્રીલંકાના સ્પિન ઓલરાઉન્ડર કામીંદુ મેન્ડિસ IPLમાં બંને હાથે બોલિંગ કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. કામીંદુ મેન્ડિસે ગુરુવારે IPLમાં ડેબ્યૂ કર્યું. આ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કેપ્ટન પેટ કમિન્સે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ની ઇનિંગ્સની 13મી ઓવર કામીંદુ મેન્ડિસને બોલિંગ કરવા માટે આપી. આ ઓવરમાં કામીંદુ મેન્ડિસે ડાબા હાથથી સ્પિનના ત્રણ બોલ અને ઓફ સ્પિનના ત્રણ બોલ જમણાં હાથથી ફેંક્યા.

કામીંદુ મેન્ડિસ વેંકટેશ ઐયર સામે જમણા હાથે અને અંગકૃષ રઘુવંશી સામે ડાબા હાથે બોલિંગ કરી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બેટ્સમેન કામીંદુ મેન્ડિસ જેવા અદ્ભુત બોલરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. સોશિયલ મીડિયા પર આ બોલર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ મેચમાં કામીંદુ મેન્ડિસે 4 રન આપીને 1 વિકેટ લીધી. કામીંદુ મેન્ડિસે પોતાની ઓવરના ચોથા બોલ પર અંગકૃષ રઘુવંશી (50)ની વિકેટ લીધી.
https://twitter.com/IPL/status/1907814602647417173

ટેસ્ટ બેટ્સમેન તરીકે બ્રેડમેન જેવી શરૂઆત કરતા પહેલા, કામીંદુ મેન્ડિસે 2016ના અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની શાનદાર બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સિનિયર આંતરરાષ્ટ્રીય સ્તરે, તેણે ગયા વર્ષે એક T20 મેચમાં સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત સામે એક જ ઓવરમાં બંને હાથે બોલિંગ કરી હતી. કામીંદુ મેન્ડિસનો ડાબોડી સ્પિન તેના ઓફ-સ્પિન કરતા થોડો સારો છે, કદાચ એટલા માટે જ તેણે KKR સામે ફક્ત એક ઓવર નાખી હતી, કારણ કે અંગકૃષ રઘુવંશીના આઉટ થવાથી વેંકટેશ ઐયર અને રિંકુ સિંહના રૂપમાં બે ડાબોડી બેટ્સમેન મેદાનમાં આવ્યા હતા.

કામીંદુ મેન્ડિસ શ્રીલંકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ રમે છે. કામીંદુ મેન્ડિસે 2018માં શ્રીલંકા માટે T20Iમાં પ્રવેશ કર્યો હતો. એક વર્ષ પછી તેણે ODIમાં પ્રવેશ કર્યો હતો. કામીંદુ મેન્ડિસે 2022માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 26 વર્ષીય કામીંદુ મેન્ડિસે 12 ટેસ્ટમાં 1184 રન બનાવ્યા છે અને 3 વિકેટ લીધી છે. કામીંદુ મેન્ડિસે 19 વનડે મેચમાં 353 રન બનાવ્યા છે અને 2 વિકેટ લીધી છે. કામીંદુ મેન્ડિસે 23 T20 મેચોમાં 381 રન બનાવ્યા છે અને 2 વિકેટ લીધી છે. કામીંદુ મેન્ડિસને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
Related Posts
Top News
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ
Opinion
